સાંધાના દુખાવા ખજૂર પૌષ્ટિક તત્વો નો ખજાનો છે. તે શરીરની સપ્તધાતુની પુષ્ટિ કરીને શરીર લોખંડ જેવું મજબૂત બનાવવામાં સક્ષમ હોય છે. ખજૂરના ઝાડ જેટલા મોટા હોય છે, તેના ફળ પણ એટલા નાના હોય છે. એ મુખ્યત્વે આરબ દેશોમાં મળી આવે છે અને તેના સ્વાદ અને ગુણોના કારણે આખા વિશ્વમાં સમાન રીતે મળી આવે છે. ખજૂર ને સુકવીને તેમાંથી ખારેક બનાવવામાં આવે છે. ખજૂર ખાવાથી શરીર ખૂબ જ લાભ મળે છે.
ખજૂરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે. જે ધમની ની દીવાલોમાં તકતીની રચના અટકાવીને ધમની અવરોધની રોકવામાં મદદરૂપ થાય છે. ખજૂરના બીજ ને બાળીને તેની રાખને દાંત પર ઘસવાથી દાંત પર જામેલો મેલ દૂર થાય છે. જો ઘા થયો હોય તો તેની રાહ લગાવવાથી લોહી વહેતું બંધ થઈ જાય છે અને ઘા પાકતો નથી.
ખજૂરમાં ઊંચી માત્રામાં ખનિજો અને રેસા હોય છે, જે વ્યક્તિની જઠરાંત્રિય સ્થિતિને સુધારી શકે છે. હાઇ પોટેશિયમ સામગ્રી ઝાડાથી પીડાતા દર્દીઓને રાહત આપે છે.
મેંગેનીઝ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને તાંબુ જેવા ખજૂરમાં તમામ આવશ્યક ખનિજો હાડકાની કોશિકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વધુમાં, ઓસ્ટીયોપોરોસિસ અને સમાન પ્રકારની હાડકાના બિમારીઓ અટકાવવા માટે નિયમિત વપરાશ કરવામાં આવે છે.
ખજૂરમાં કોઈ ચરબીની માત્રા હોતી નથી. જેથી રોજિંદા ખોરાકમાં તેનો સમાવેશ ધીમે ધીમે તમારા શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડી શકે છે. ઉપરાંત, સંશોધનો પ્રમાણે તેમાં રહેલ ફાઇબરની સમૃદ્ધ માત્રા તમારા શરીરમાં કોલેસ્ટેરોલનું સ્તર ચકાસવામાં મદદ કરે છે.
ખજૂર પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી, તે અસરકારક રીતે તમારા શરીરના બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મદદ કરે છે. પોટેશિયમ સોડિયમની અસરને પણ ઘટાડે છે. જે મીઠુંનું મુખ્ય ઘટક છે, જે બ્લડ પ્રેશરને ભારે રીતે વધારી દે છે. ઉપરાંત અન્ય ઉપયોગી ખનિજોની ઉચ્ચ સામગ્રી રુધિર શર્કરાના સ્તરને ઘટાડવા માટે ફાળો આપે છે. જે બદલામાં હાઈ બ્લડ પ્રેશર ઘટે છે.
મેંગેનીઝ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને તાંબુ જેવા ખજૂરમાં તમામ આવશ્યક ખનિજો ખજૂર માં રહેલા છે, જે તમારા હાડકાના કોશિકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વધુમાં, ઓસ્ટીયોપોરોસિસ અને સમાન પ્રકારની હાડકાના બિમારીઓ અટકાવવામાં પણ મદદ કરે છે.
ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ તેમાંથી બે ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી ક્ષયની ખાંસી અને સ્વરભેદમાં સારો ફાયદો થાય છે. બાળકોને માટે પણ આ ચાટણ સ્વાદિષ્ટ અને રૂચિકારક તથા બળપ્રદ રહે છે. દરરોજ થોડી ખજુર ખાધા બાદ ચાર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને ગળફા સ્વરૂપે બહાર નીકળી જાય છે. ઉપરાંત ફેફસા સાફ થાય છે, તેમજ લોહીની શુદ્ધિ પણ થાય છે.
દરરોજ 20 થી 25 ખજૂર ખાઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી થોડા જ દિવસમાં શરીરમાં સ્ફૂર્તિ આવે છે, બળ વધે છે, અને નવું લોહી બને છે, તથા ક્ષીણ થયેલું વીર્ય પણ વધવા માંડે છે. પાંચ પેસી ખજૂર ના ઠળિયા કાઢીને ભેંસના ઘીમાં પાંચ મિનિટ સુધી સાંતળી ને એને બપોરે ભાત સાથે મેળવીને ખાઈને, અડધો કલાક ઊંઘ લેવાથી સુકલકડી દુબળા માણસો નું વજન અને શક્તિ વધે છે. શિયાળાની ઋતુમાં સવારે ખજૂરને ઘી માં તળીને ખાવી અને તેની સાથે એલચી, સાકર અને કૌચા નાખીને ઉકાળેલું દૂધ પીવાથી ઉત્તમ ધાતુપુષ્ટિ થાય છે.
ખારેકના ઠળિયા કાઢીને તેને સાધારણ ખાંડીને તમે બધા બલદાણા,પિસ્તા , ચારોળી, સાકર નો ભૂકો વગેરે મિક્સ કરીને આઠ દિવસ સુધી ઘી માં પલાળીને રાખવું. ત્યારબાદ તેને આથો આવવા દેવો. આથો આવ્યા પછી તેમાંથી બબ્બે તોલા જેટલું દરરોજ ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે અને પિત્તનું શમન થાય છે.
ખજૂરની એક પેશી ને એક તોલા ચોખાનું ઓસામણ સાથે મિક્સ કરીને વાટી ને થોડું પાણી મિક્સ કરીને પ્રવાહી બનાવીને, નાના બાળકને બે-ત્રણ વખત આપવાથી, નબળા શરીરવાળા બાળકો હૃષ્ટપુષ્ટ અને ભરાવદાર થાય છે. ખારેકમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે, ખારેકમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે, અને કોલેસ્ટ્રોલની રક્તવાહિનીઓમાં જમા થતું અટકાવે છે.
ખારેક ની ગુણવત્તા હૃદયને સલામતી આપે છે. તે બ્લડ પ્રેશર પણ ઓછું કરે છે, ખારેક ની પોષણ ક્ષમતા ખૂબ જ ઊંચી છે. તેનામાં કોલેસ્ટ્રોલનું કોઈપણ પ્રમાણ હોતું નથી. જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો, ખારેક નો ઉપયોગ કરી શકો છો. તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ ની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે, અને તંદુરસ્તી જાળવી રાખવા માટે તમામ મિનરલ્સ ખૂબ જ મહત્વના છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આજના લેખમાં અમે અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ બનતી ખજૂરના ફાયદા વિશે તમને જણાવ્યું અમને આશા છે કે, આજના લેખની મહત્વની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.