જન્માષ્ટમી પર કેવી રીતે કરશો લાલાની પૂજા શું છે વ્રત કરવાની રીત અને સાથે જાણો પૂજા કરવાનું શુભ મુહર્ત.

આ 30 તારીખના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે આપણા દેશમાં બહુ રંગેચંગે કૃષ્ણજન્મોત્સવ ઉજવવમાં આવે છે. શ્રાવણના વદ આઠમની રાત્રે રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. અડધી રાત્રે પ્રભુનો જન્મ થવાને લીધે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે પ્રભુની પૂજા અર્ચના એ રાત્રે બાર વાગે જ કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓગસ્ટના દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આપણા દેશમાં અલગ અલગ જગ્યાએ અવનવી રીતે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ચાલો તમને જણાવીએ કે આ દિવસે કૃષ્ણ પૂજા કરવા માટે કઈ કઈ વસ્તુઓ તૈયાર રાખવી પડશે. આ દિવસે પૂજા કરવા માટે બધી વસ્તુઓ અગાવથી જ તૈયાર રાખી દો જેથી પૂજાના સમયે આપણને બધું સારી રીતે કરી શકીએ.

કૃષ્ણને ઝુલાવવા માટે પારણું, કૃષ્ણની બાળ સ્વરૂપ મૂર્તિ, વાંસળી, બાળકૃષ્ણના નવા કપડાં, બાળકૃષ્ણના દાગીના, પારણું શણગારવા માટે ફૂલ, તુલસીના પાન, ચંદન, કંકુ, ચોખા, અખંડ ચોખા, મિશ્રી (સાકર), માખણ (ટ્રાય કરો કે ઘરનું બનાવેલ માખણ લઈ શકો.), ગંગાજળ, અગરબત્તી, કપૂર, કેસર, સિંદૂર, સોપારી, પૂજાના લીલા પાન (નાગરવેલના પાન), ફૂલોનો હાર, તુલસીની માળા, લાલ કપડું, કેળાના પાન, મધ, શુદ્ધ દેશી ઘી, ખાંડ, દહીં, દૂધ. આ બધી સામગ્રી જો તૈયાર હશે તો તમે કૃષ્ણની ભક્તિ સમયસર અને સારી રીતે કરી શકશો. 

હવે તમને જણાવી દઈએ જન્માષ્ટમીના દિવસે પૂજા કરવા માટેનો યોગ્ય સમય અને સંપૂર્ણ રીત.

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો હતો એટલે એ દિવસે સવારથી જ જન્માષ્ટમી માનવામાં આવે છે. આ દિવસે તમારે પૂજા કરવા માટે સવારનો સમય જ યોગ્ય રહેશે. પૂજા કરી લીધા પછી આખો દિવસ તમે કૃષ્ણ ભજન અને ગીતો કે શ્લોક બોલી શકો છો અનાનથી પણ ભગવાન કૃષ્ણ તમારા પર પ્રસન્ન રહેશે.

બાળકૃષ્ણની પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠીને રોજની પ્રક્રિયા પૂર્ણ કરી દો. ત્યાર પછી બાળકૃષ્ણની મૂર્તિને દૂધ, ઘી, દહીં, મધ અને પછી ગંગાજળથી સ્નાન કરાવો. આ બધી વસ્તુઓ એક જ પાત્રમાં જમા થાય એ રીતે લાલાને સ્નાન કરાવજો. આ પાત્રમાં જમા થયેલ દરેક વસ્તુઓ બરાબર મિક્સ કરી લેવી અને તેને પંચામૃત તરીકે પરિવાર અને પાડોશી સાથે વહેંચો.

હવે કાનાને રેશમી કપડાંથી સાફ કરો અને લાલા માટે લાવેલ નવા કપડાં અને દાગીના પહેરાવો. કાનાને ચંદન અને ચોખાનો ચાંદલો કરો. કંકુથી તેના હાથને રંગો. સંપૂર્ણ રીતે તૈયાર થયેલ લાલાને પારણાં કે ઝૂલામાં બેસાડો. ઝુલામાં બેસાડતા પહેલા ઝૂલામાં લાલ રંગના કપડાને પાથરો. હવે લાલાની સામે દીવો અને અગરબત્તી કરો. હવે લાલાને માખણ મિશ્રી, મગસ લાડુ, ફળ, ડ્રાયફ્રુટ કે પછી જે પણ પ્રસાદ તમે લાલા માટે તૈયાર કર્યો હોય તે ધરાવો. લાલાના જુલાની આસ્પાસતામેં તુલસીની માળાથી અને ફૂલોથી સજાવટ કરી શકો છો.

હવે કાન્હાને ફૂલોથી બનેલ દોરીથી ઝુલાવો અને સાથે સાથે સુંદર કૃષ્ણ ભજન અને ગીત ગાવ. જો તમે ઈચ્છો તો કોઈ શ્લોકનું પઠન પણ કરી શકો છો અને કૃષ્ણના નામની માળા પણ કરી શકો છો. ધ્યાન રાખો કે લાલાને ધરાવેલ કોઈપણ પ્રસાદમાં તામસી પદાર્થ હોવો જોઈએ નહિ મતલબ કે તેમાં ડુંગળી કે લસણના હોવું જોઈએ.

રાત્રે 12 વાગે જયારે કૃષ્ણ જન્મનો સમય થાય ત્યારે પણ તમે ફરીથી આ જ પૂજા કરો અને રાત્રે જે પૂજા કરો તેમાં લાલાની આરતી કરવી અને પ્રસાદમાં માખણ મિશ્રી સાથે પંજરી પણ ખાસ મુકવી. લાલાને ધરાવવામાં આવેલ કોઈપણ પ્રસાદ તુલસીપત્ર વગર હોવી જોઈએ નહિ. તો આ જન્માષ્ટમીએ આ રીતે લાલાની પૂજા અર્ચના કરજો. 

“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

 

Leave a Comment