ઝડપથી વજન ઘટાડવા માટેનો સરળ આયુર્વેદિક ઉપાય

શું તમે જાણો છો તમારી સૌથી મોટી જે સમસ્યા છે વજન ઘટાડવા માટેની તેમાં સૌથી વધુ અકસીર ઉપાય એ તમારા રસોડામાં જ રહેલ છે. હા, વાંચીને નવાઈ લાગશે પણ આ મસાલાથી તમે તમારું વજન ગણતરીના સમયમાં 10 કિલો જેટલું ઘટાડી શકશો. આપણા રસોડામાં આ વસ્તુ હોય જ કોઈ એવું નહિ હોય જે ભોજનમાં આ વસ્તુ વાપરતા નહિ હોય. 

આ ચમત્કારિક વસ્તુ છે જીરું. હા જીરું આમ તો ઘણી સમસ્યાનો ઉપાય છે પણ આજકાલની ફાસ્ટ લાઈફસટાઈલને કારણે જે લોકોના વજન સતત વધી રહ્યા છે તેમના માટે આ એક બહુ મોટી સમસ્યા છે. આજ સુધી ઘણા બધા લોકોએ ઘાણ બધા નુસખા તમને બતાવ્યા હશે તમે ઘણા બધા નુસ્ખા અપનાવ્યા પણ હશે. મેં પોતે પણ વજન ઘટાડવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો. પણ અનેક પ્રયત્ન કર્યા પછી પણ વજન ઘટતું જ નહોતું. 

વજન ના ઘટવાને લીધે હું થોડી નિરાશ થઇ ગઈ હતી પણ પછી મારા સાસુએ મને એક સિક્રેટ જણાવ્યું જેને મેં અપનાવ્યું અને હજી પણ અપનાવી જ રહી છું આ સિક્રેટ આજે હું તમારી સાથે પણ શેર કરવાની છું જેનાથી તમને પણ ફાયદો જરૂર થશે. આ ઉપાય અપનાવીને મેં અત્યારસુધી 5 કિલો વજન ઘટાડ્યું છે. જો કે પહેલા મારુ વજન 78 હતું જે આજે 73 સુધી થઇ ગયું છે.

આ ઉપાય મેં એક મહિના પહેલા કરવાની શરૂઆત કરી હતી. હવે બહુ સમય ના ખરાબ કરતા તમને જણાવી દઈએ આ જાદુઈ ઉપાય વિષે. જો તમે અમારું પેજ લાઈક નથી કર્યું તો એકવાર જરૂર કરજો. અમે આવી જ અનેક ઉપયોગી અને રસપ્રદ માહિતી શેર કરતા રહીશું. આના માટે તમારે સવારે ઉઠીને સૌથી પહેલા એક નાની તપેલીમાં બે ત્રણ કપ પાણી લેવાનું છે.

હવે આ પાણીમાં તમારે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. તમે વધુ ટેસ્ટી બનાવવા માંગતા હોવ તો આની સાથે એક નાનો આદુનો ટુકડો પણ છીણીને ઉમેરી શકો છો. હવે આ બધી વસ્તુઓને બરાબર ઉકળવા દો. આ પાણી ઉકળશે એટલે તરત તે પાણીનો રંગ બદલાઈ જશે. હવે પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો ગેસ બંધ કરીને તેને હૂંફાળું ગરમ થાય ત્યાં સુધી રહેવા દો. 

હવે તમારે આ પાણીને ગાળીને પીવાનું રહેશે. જો તમે આમને આમ ના પી શકો તો તેમાં થોડું મધ ઉમેરી શકો પણ પ્રયત્ન કરો કે તેને એમ જ પીવો કેમ કે આ પાણીને એમજ પીવાથી જેટલો ફાયદો થશે એટલો મધ સાથે નહિ થાય. આમ જીરું એ વજન ઘટાડવા માટે એક સિક્રેટ સામગ્રી છે. એટલે હવે કોઇપણની કોઈપણ સલાહ માનવાની જરૂરત નથી તમે મન મક્કમ કરીને અપનાવો આ ઉપાય તમને એકદિવસ ફાયદો જરૂર દેખાશે.

તમે હજી અમારું પેજ લાઈક નથી કર્યું તો હમણાં જ કરો જેથી આવા જ અનુભવી વ્યક્તિઓએ અનુભવેલ સરળ અને સસ્તા ઉપાય અમે તમને જણાવતા રહીએ તો તમે સમયસર વાંચી શકો. એવું નથી કે જીરું ફક્ત આ એક વજન ઘટાડવાના કામમાં જ આવે જો તમે નિયમિત જીરુંનું સેવન કરો છો તો તમને આ જે અમુક વાર રાત્રે જમ્યા પછી મસાલા સોડા કે જીરું સોડા પીવાની આદત હશે એ છૂટી જશે. 

જીરાનું આ પાણી પીવાથી સૌથી વધુ અસર તમારા પેટની અને કમરની આસપાસ જે ચરબીઆ થર થઇ ગયા છે એની પર વધુ થશે. જીરાનું આ પાણી તમે સવારે ઉઠીને ભૂખ્યા પેટે કરશો તો તો તમને ચોક્કસ ફાયદો મળશે પણ જો તમે રાત્રે સુતા પહેલા પણ જો આ પાણી પીવો છો તો તમને સૌથી વધુ ફાયદો થશે. જીરાનું આ પાણી સીધી અસર તમારા બેલીફેટ પર કરશે. આમ દિવસે નહિ ઘટે એટલી ચરબી તમારી રાત્રે ઘટશે.

“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment