છેલ્લા એક કલાકથી યશ્વી ફોન હાથમાં પકડીને ફિલ્મ જોઈ રહી હતી અચાનક જ કાંઈક થાય છે અને તે ઉભી થઇ જાય છે અને જોર જોરથી પોતાનો હાથ હલાવવા લાગે છે અને થોડી વારે તે હાથને દબાવી રહી હતી પછી થોડીક જ વારમાં તે હાથને ભીંત પર પછાડવા લાગે છે. તેને પૂછતાં જાણવા મળ્યું હતું કે તેના હાથમાં ખાલી ચઢી હતી.
આજે કોઈપણ એવું નહિ હોય જેને એકપણ વાર ખાલી નહિ ચઢી હોય. તમને પણ કોઈને કોઈ વાર તો હાથમાં કે પગમાં ખાલી ચઢવાની પ્રોબ્લેમ થઇ જ હશે. પણ શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ખાલી કેમ ચઢે છે અને ખાલી ચઢે ત્યારે એયુ તો શું કરવું જોઈએ કે તેનાથી તરત રાહત મળે. જો તમે હજી અમારું પેજ લાઈક નથી કર્યું તો જરૂર કરજો અને આ આર્ટિકલ અંત સુધી વાંચજો અમે તમને જણાવીશું કે ખાલી કેમ ચઢે છે અને ખાલી ચઢે તો શું કરશો.
આ આર્ટિકલની સૌથી શરૂઆતમાં આપણે જોયું કે યશ્વી લાંબા સમયથી ફોન હાથમાં પકડીને મુવી જોઈ રહી હતી જેના લીધે તેને ખાલી ચઢી ગઈ હતી. આ ઉપરથી અંદાજો લગાવી શકીએ કે જયારે આપણે કોઈપણ એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસી રહીએ છે તો આપણને હાથ કે પગમાં ખાલી ચઢી જતી હોય છે. લાંબા સમય સુધી પલાઠી વાળીને બેસશો તો તમારા પગમાં પણ ખાલી ચઢી જશે. એક જ સ્થિતિમાં રહેવાથી જે તે જગ્યાએ લોહીનું પરિભ્રમણ ધીમું થઇ જાય છે અને તેને લીધે જ જે તે જગ્યાએ ખાલી ચઢી જતી હોય છે.
આમ તો બીજા પણ ઘણા કારણ છે ખાલી ચઢવાના જેમ કે બીપીની તકલીફ થવી, શરીરમાં લોહીની કમી થવી અને સૌથી કોમન જે હમણાં ઘણા બધા લોકોમાં જોવા મળે છે. એ છે B12. વિટામિન B12ની કમીને કારણે પણ ખાલી ચઢે છે. તમને જણાવી દઈએ કે આ કારણને જરા પણ હળવાશથી લેવાની જરૂરત નથી. આમ કરવાથી એકદિવસ એક મોટી સમસ્યા થઇ શકે છે.
હવે અમે તમને ખાલી ચઢવા પર સામાન્ય રીતે શું કરશો એ તમને જણાવીશું પહેલા જણાવીએ એવા ઉપાય જે તમારે રોજિંદા જીવનમાં ધ્યાન રાખવાનું છે.
ખાલી ચઠે તેના ઉપાય
1. શરીરમાં લોહી કેવી રીતે વધે એ તો આપણે બધા જાણીએ જ છીએ પણ અપનાવતું કોઈ નથી. તો તમને જણાવી દઈએ કે તમારે ફક્ત તમારી માટે જ નહિ પણ તમારા પરિવાર માટે પણ તમારું ધ્યાન રાખવું જોઈએ. એટલે લોહી વધે એવા ખોરાકનું સેવન કરવાનું રાખો. જેમાં તમે બીટ, ટામેટા, ગાજર, ગોળ, ખજૂર, ચણા વગેરે જેવી વસ્તુઓનું ખાવામાં સેવન કરવું જોઈએ.
2. વિટામિન B12 ની કમી પુરી કરવા માટે તમારે જમવામાં ચીઝ, તોફુ, સોયાબીન, પાલક ગાજર, મશરૂમ વગેરે જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. B12નું શરીરમાં બેલેન્સ બરાબર હશે તો તમારી ફક્ત ખાલી ચઢવાની સમસ્યા જ નહિ પણ બીજી ઘણી તકલીફોમાં તમને રાહત મળશે.
3. બીપી લો થવાની સમસ્યાને લીધે જયારે પણ ખાલી ચઢે તો તરત જ લીંબુ ખાંડ વાળું લીંબુ શરબત બનાવીને ફટાફટ પી લો. આમ કરવાથી બીપી નિયંત્રણમાં આવી જશે અને ખાલી તરત ઉતરી જશે.
તો હવે તો તમે જાણી જ ગયા હશો કે ખાલી કેમ ચઢે છે અને ખાલી ચઢે તો શું કરશો. હવે તમને જણાવી દઈએ કે તમારે રોજિંદા પીવાના પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવાનું છે. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો સારું રહેશે જ પણ તમને ભાગ્યે જ કોઈવાર ખાલી ચઢશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.