આલુ પરોઠા બનાવવાની રીત
આલુ પરાઠા સ્વાદિષ્ટ વ્યંજન છે અને મોટેભાગે લોકો નાસ્તામાં અથવા રાત્રે જમવામાં ખાવામાં આવે છે. આમ તો આ ઉત્તર ભારત અને પંજાબી વાનગી છે પણ ભારતભરમાંથી બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાને જ પસંદ છે. સામાન્ય માન્યતાથી વિરુદ્ધ પંજાબી આલુ પરોઠા સહેલાઈથી ઘરે બનાવી શકાય છે. કારણ કે તેને બનાવવા માટે જે પણ સામગ્રી અને જરૂર પડે છે તે દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી રહે છે. ઉપરાંત જો તમે આ સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપી નું પાલન કરશો તો સરળતાથી એક નિપુણ રસોઈયાની જેમ જલુ પરોઠા બનાવતા શીખી શકશો.
પૂર્વ તૈયારીનો સમય : 15 મિનિટ
બનાવવાનો સમય : 25 મિનિટ
કેટલીક વ્યક્તિ માટે : 2 વ્યક્તિ માટે ( 6 પરોઠા )
આલુ પરોઠા બનાવવાની રીત | આલુ પરાઠા બનાવવા
સામગ્રી : –
1 કપ ઘઉંનો લોટ
2 મધ્યમ સાઈઝના બટાકા, બાફેલા અને છાલ ઉતારેલા
4 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર
1 ટીસ્પૂન લીંબુનો રસ
1 ટી.સ્પૂન ખાંડ
1 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1 ટીસ્પૂન જીણું સમારેલું આદુ
2 લીલા મરચા ઝીણા સમારેલા
માખણ
2 ટી.સ્પૂન તેલ
મીઠું સ્વાદ પ્રમાણે
પાણી
આલુ પરોઠા બનાવવાની રીત
– સૌપ્રથમ લોટ બાંધી લેવો. એક કથરોટમાં એક કપ ઘઉંનો લોટ, 1 ટી.સ્પૂન તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને થોડુ પાણી ઉમેરતા જવું અને રોટલીનો લોટ જેવો નરમ લોટ બાંધી લેવો. તેની ઉપર 1/2 ટીપાં તેલ નાખવું, અને લોટને મસળીને થોડો ચીકણો કરી લેવો. તેને એક મલમલના કપડામાં અથવા થાળીમાં ઢાંકીને પંદરથી-વીસ મિનિટ માટે રહેવા દેવો.
– હવે એક બાઉલમાં બાફેલા બટાકા લેવા તેને મસળી લેવા. ધ્યાન રાખો કે, બટાકાના ટુકડા રહે નહીં. તેમાં સમારેલા લીલા મરચા, મરચું પાવડર, ઝીણું સમારેલું આદું, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ અને મીઠું નાખીને બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.
– આ મિશ્રણને છ એક સમાન ભાગમાં વહેંચી લેવું. ત્યારબાદ તેને ગોળ આકાર બનાવી લેવો. બાંધેલા લોટને જ એક સમાન ભાગમાં વહેંચી લેવો અને તેના લુઆ બનાવી લેવા.
– એક નાની પ્લેટમાં 1/2 કપ ઘઉંનો લોટ લેવો અને લુવાને લઈને તેને સૂકા લોટમાં રગદોળી લેવો. ( તેનાથી લુવા વણતી વખતે ચીપકશે નહિ ) લુવાને પાટી ઉપર મૂકીને ચારથી-પાંચ ઇંચ ગોળાઇમાં ગોળ રોટલી વણી લેવી તેની ઉપર મસાલાનો એક ગોળો મૂકવો.
– વણેલા લોટને હવે ચારેતરફથી વાળી ને બરાબર બંધ કરી લેવો, અને તેને ફરીથી ગોળ આકાર આપવો.
– તેને પાટી ઉપર મૂકી ને હળવેથી દબાવો. તેની ઉપર થોડો સૂકો લોટ ભભરાવો.
– તેને 6-7 ગોળાઇના ગોળાકાર અથવા ચપાતીની જેમ વણી લેવું. તેને બહુ વધારે પાતળું નહીં.
– એક તવાને મધ્યમ તાપ પર ગરમ કરવો. પરાઠાને ગરમ તવા ઉપર મૂકીને શેકવો. જ્યારે ઉપરની સપાટી ઉપર નાના પરપોટા દેખાવા લાગે, ત્યારે તેને પલટાવવી અને ધીમા તાપે શેકવો.
– તેની કિનારી ની ફરતે આજુબાજુ ચમચીથી 1/2 ટી સ્પૂન તેલ લગાવવું તેને તવેથા મદદથી દબાવવું અને મધ્યમ તાપ ઉપર 30 થી 40 સેકન્ડ માટે શેકવું.
– તેને ફરીથી ફેરવવું અને કિનારીની આજુબાજુ 1/2 ટી સ્પૂન તેલ લગાવવું. તેની મદદથી દબાવો અને મધ્યમ તાપે પર 30 થી 40 સેકન્ડ માટે પરોઠાની બંને સપાટી ઉપર સોનેરી રંગના ટપકા થાય ત્યાં સુધી એને શેકવું.
– હવે તેને એક પ્લેટમાં કાઢી લેવું અને તેની ઉપર માખણ લગાવવું. આવી જ રીતે બાકીના આલુ પરોઠા બનાવી લેવા એને ટમેટાના રાયતા અથવા અથાણાની સાથે પીરસવા.
ખાસ ટિપ્સ અને વિવિધતા –
– પરોઠાને સરળતાથી વણવા માટે નરમ લોટ બાંધવો. બહારનું પડ નરમ બનાવવા માટે લોટ બાંધવા માટે પાણીના બદલે દૂધનો ઉપયોગ કરી શકાય.
– પરોઠા બનાવતી વખતે બટાકા બહાર આવે નહિ, એના માટે બાફેલા બટાકાને બરાબર સરખી રીતે મસળી લેવા અને ધ્યાનમાં રાખો કે બટાકાના કોઈ ટુકડા રહે નહીં.
– જો બાળકો માટે પરાઠા બનાવવા હોય તો લીલા મરચાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
– બટાકાના મસાલાને વધારે તીખો અને ચટપટો બનાવવા માટે ઝીણો સમારેલો ફુદીનો અને આદુ-લસણની પેસ્ટ નાખી શકાય.
– તમે જે પ્રકારના તવા નો ઉપયોગ કરી રહ્યા છો. તે પ્રમાણે પરોઠાને તેલમાં શેકતી વખતે ગેસનો તાપ ધીમો અથવા વધુ રાખવો.
પરોઠા પીરસવાની રીત –
આલુ પરોઠાને સામાન્ય રીતે ફુદીનાની ચટણી, દહીં અથવા ટામેટાના રાયતા સાથે લંચ કે ડિનરમાં પીરસવામાં આવે છે, પરંતુ તેને અથાણા કે ચાની સાથે સવારના નાસ્તામાં પણ ખાઈ શકાય છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે તેને એલ્યુમિનિયમ ફોઈલમાં વાળી ને ડબ્બામાં મૂકવા.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
અમને આશા છે કે, આજની સ્વાદિષ્ટ આલુ પરોઠાની સ્ટેપ બાય સ્ટેપ જણાવેલી રેસીપી તમને જરૂરથી પસંદ આવશે.