ગમે તેવા જૂના રોગનો ઈલાજ કરવા માટે અપનાવો આ ફળ થઈ જશે રોગ દુર

આજે અમે તમને એવી વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જેનાથી શરીરની અલગ-અલગ બીમારીઓ ઠીક થઈ જાય છે. આયુર્વેદ દ્વારા આ વસ્તુઓની મદદથી ઘણી બધી બિમારીઓ થી દૂર કરાઈ છે. આજે આપણે જે વસ્તુ વિશે વાત કરીશું એનું નામ છે અંકોલ. આ એક એવું વૃક્ષ છે, જેના પાન, ફળ, છાલ, મૂળની દવા સ્વરૂપે ઉપયોગ થાય છે આ વૃક્ષ લગભગ વીસથી – ત્રીસ ફૂટ જેટલી લંબાઇ ધરાવે છે. તેના પાન ની લંબાઈ બેથી પાંચ ઇંચ સુધીની હોય છે, એના અને કરેણના પાન જોવા માં એક સરખા જ લાગે છે તો ચાલો જાણીએ અંકોલના ફાયદા  વિશે.

આ ફળનો સ્વાદ કડવો અને ખાટો લાગે છે. વૃક્ષ માં આવતા ફળ પહેલા લાલ કલર ના હોય છે. ત્યારબાદ પાકવાના કારણે એ જાંબલી કલર ના જોવા મળે છે. હવે આપણે જાણીએ કે આ વૃક્ષ કેવી રીતે રોગોમાં ઉપયોગી થાય છે અને કયા – કયા રોગ માં એનો ઉપયોગ કરવામાં આવે છે.

અંકોલ

અંકોલના ફાયદા 

ચામડીના રોગ

ચામડીના રોગ એટલે કે સફેદ કોઢની દવા બનાવવા માટે સૌથી પહેલા અંકોલ નાના મૂળની છાલ એક ગ્રામ લેવી. તેની અંદર જાવંત્રી, લવિંગ અને જાયફળ એક-એક ગ્રામ મિક્સ કરવા. ત્યારબાદ તેને ખાવાથી ચામડીમાં થતો કોઢ દૂર થવા લાગે છે. અંકોલ કોઢ ને જળમૂળથી મટાડે છે. એના માટે મોટો એક ટુકડો હડતાળનો લેવો અને અંકોલ ના તેલમાં મિક્સ કરીને ગોળી બનાવી લેવી. ત્યારબાદ નાની માટલી મા પીપળાના વૃક્ષની રાખ ભરીને તેની અંદર આ ગોળીઓ રાખી દેવી. ત્યારબાદ ધીમા તાપે માટીને ગરમ કરીને બપોરે તે માટલી ને તડકા માં રાખવી. થોડા સમય માટે ગોળી પણ રાખ બની જશે અને પછી તે રાખ કોઢ પર નિયમિત લગાવવાથી ધીમે ધીમે કોઢ નીકળવા લાગે છે.

ચામડીના રોગ.

તાવમાં રક્ષણ આપે છે

ઋતુ બદલાવાના કારણે ઘણી વખત આવે છે. એ તાવને મટાડવા માટે પણ આ અંકોલ નો ઉપયોગ થાય છે. જે ખૂબ જ કારગર ઉપાય છે. અંકોલ ના મૂળનું ચૂર્ણ 3 થી 4 ગ્રામ ખાઓ અને તેની ઉપરથી થોડું પાણી પીવું જોઈએ. થોડા સમયમાં જ તાવ ઉતરી જાય છે. દિવસમાં બેથી ત્રણવાર આ ઉપાય કરવો જોઈએ. વાનો દુખાવો પણ અંકલ નો ઉપયોગ કરવાથી મટે છે. વાનો દુખાવો મટાડવા માટે અંકોના તેલની માલિશ દિવસમાં બેથી ત્રણ વાર કરવી જોઈએ. આ ઉપાય કરવાથી થોડા સમયની અંદર જ દુખાવો દૂર થઇ જાય છે.

શ્વાસ ની તકલીફ 

શ્વાસની તકલીફ માં પણ અંકોલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે લોકોને દમ, શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ વધુ પડતી રહેતી હોય, તેમના માટે અંકોલ અકરકારક બને છે. એનો ઉપયોગ કરવાથી આ બધી સમસ્યાઓમાંથી કાયમ માટે છુટકારો મેળવી શકાય છે. એના માટે સૌથી પહેલાં તેના મૂળને લીંબુના રસમાં પલાળીને એનો ઉકાળો બનાવવો. અને નિયમિત અડધી ચમચી જમવાના બે કલાક પહેલા પીવો જોઈએ. એનાથી ધીરે – ધીરે અસ્થમા અને દમ જેવી બીમારીઓ દૂર થાય છે.

શ્વાસ

ધાધર

1 ગ્રામનો ચોથો ભાગ અંકોલના મૂળની છાલ દરરોજ ૩ વખત ખાવાથી કે તેના બીજનું તેલ કે મૂળને વાટીને ધાધર પર લગાવવાથી ધાધર મટે છે.

લીવર સંબંધિત સમસ્યા 

લીવર ની સમસ્યામાં અંકોલનું સેવન કરવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કમળો, લીવર માં સોજો જેવી સમસ્યાઓમાં પણ અંકોલા ખૂબજ ઉપયોગી છે. અને અંકોલ નું મૂળનું ચૂર્ણ અથવા તેની છાલનો પાવડર લઈને એક ચમચી નિયમિત પાણી સાથે મિક્સ કરીને પીવું જોઈએ.એનાથી લીવર સંબંધી બીમારીઓ દૂર થાય છે. કમળાની સમસ્યા હોય તો પણ આ ઉપાય કરવાથી જલ્દી રાહત મળે છે.

માથાનો દુખાવો

ઘણા બધા વ્યક્તિઓ અને માથાનો દુખાવો કાયમ રહેતો હોય છે. ઘણી વખત તણાવના કારણે, તો ઘણી વખત મોબાઈલ, ટીવી જેવી વસ્તુઓનો વધુ સમય સુધી ઉપયોગ કરવાના કારણે માથાનો દુખાવો થતો હોય છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે અંકોલા ના તેલ નો ઉપયોગ કરી શકાય છે. અશ્વગંધાની સાથે અંકોલના તેલને મિક્ષ કરીને માથામાં માલિશ કરવી જોઈએ. એનાથી માથાનો દુખાવો દૂર થઇ જાય છે. માત્ર અંકોલ  ના તેલની માલિશ કરવાથી પણ માથાના દુખાવામાંથી છુટકારો મળે છે.

ઉંદર કરડે ત્યારે

ઉંદર કરડે ત્યારે શરીરમાં અને કરડેલી જગ્યા પર ખૂબ જ બળતરા થાય છે. આ બળતરાને શાંત કરવા માટે તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક બને છે. એના માટે અંકોલા ના મૂળની છાલ ઘસીને તેનો રસ કાઢીને તેનું સેવન કરવું જોઇએ. જ્યાં ઉંદર કરડ્યો હોય એ જગ્યા પર રસ લગાવવો જોઈએ. આ ઉપાય કરવાથી થોડા સમયની અંદર જ ઉંદરનું ઝેર ઉતરી જાય છે અને બળતરા શાંત થાય છે આયુર્વેદ પ્રમાણે આ ઉપાય ઘણા સમયથી ઉપયોગ કરવામાં આવે છે.

કૂતરું કરડે ત્યારે

કૂતરું કરડે

કૂતરું કરડે ત્યારે પણ અંકોલ નો ઉપાય કરવાથી રાહત મળી શકે છે. સાદુ કૂતરું કરડ્યું હોય કે હડકાયું કૂતરું કરડે ત્યારે પણ આ ઉપાય કરવાથી ફાયદા કારક બને છે. સૌથી પહેલા બે ગ્રામ અંકોલ ના મૂળની છાલ લેવી તેની સાથે સુદર્શન ચૂર્ણ 2 ગ્રામ જેટલું મિક્સ કરવું. સવારે અને સાંજે ભોજન સાથે મિક્સ કરીને લેવાથી કુતરા નુ ઝેર ઉતરે છે. નિયમિત આ કાર્ય કરવાથી થોડા મહિનામાં જ શરીરમાંથી બિલકુલ ઝેર નીકળી જાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજની માહિતી તમને જરૂર પસંદ આવશે.

Leave a Comment