હોળી પર કરો આ ખાસ ઉપાય ધન-દોલતમાં થશે વધારો જાણો

હોળી 2022 :- ફાગણ મહિનાની પૂનમ ના દિવસે હોલિકા દહન થાય છે અને એના પછીના દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 17 માર્ચ છે અને એના પછીના દિવસે એટલે કે 18 માર્ચે ધુળેટી રમવામાં આવશે.

તમને જણાવી દઈએ કે લાલ કિતાબમાં હોળીની તારીખ અને દિવસ બંને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાય તમારા નસીબને બદલી નાખે છે અને તમને જીવનની સમસ્યાઓથી મુક્તિ અપાવે છે. જો તમે અમે જણાવેલ ઉપાયો અજમાવશો તો તમારું નસીબ એકદમ જ બદલાઈ જશે, આ ઉપરાંત તમારા દુઃખ અને મુશ્કેલીઓમાંથી પણ રાહત મળશે તો ચાલો જાણી લઈએ આ ઉપાય વિશે.

જે લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોય અથવા જે લોકોના માથે ઘણું દેવું હોય તેવા લોકોએ આ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમે દેવામાંથી મુક્તિ મેળવી શકશો અને તમારી નાણાકીય પરિસ્થિતમાં પણ સુધારો થશે.

હોળી

આ ઉપાય માટે તમારે હોળીના દિવસે અગ્નિમાં નાળિયેર નાખવાનું છે અને તેનું પૂજન કરવાનું છે, એ પછી બીજા દિવસે નરસિંહ સ્તોત્રનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા તેના પર સદાય જળવાઈ રહે છે. વાત જાણે એમ છે કે ભગવાન વિષ્ણુએ તેમના ભક્ત પ્રહલાદને બચાવવા માટે નરસિંહ અવતાર ધારણ કર્યો હતો.

જે લોકોને વેપાર ધંધામાં તકલીફ પડી રહી હોય તે લોકો હોળીના દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવની પૂજા કરતી વખતે 21 ગોમતી ચક્ર શિવલિંગને અર્પણ કરો. એ પછી હોળીની રાત્રે આ મંત્રનો જાપ કરો. તમારે ઓછામાં ઓછા 21 વાર આ મંત્રનો પાઠ કરવો જોઈએ. આ મંત્ર નીચે મુજબ છે.

“ॐ नमो धनदाय स्वाहा”

આ ઉપાય કરવાથી તમારા વેપાર ધંધામાં ફાયદો થવાનું શરૂ થઈ જશે અને તમારા ઠપ થઈ ગયેલા કામો પણ શરૂ થઈ જશે.

જો તમે તમારા વિવાહિત જીવનમાં સુખ લાવવા માંગતા હોય અને તમારા પરિવારની બધી સમસ્યાઓ દૂર કરવા માંગતા હોય તો એ માટે તમારે લાલ કિતાબમાં જણાવ્યા અનુસાર હોળીની રાત્રે સફેદ કાપડને ઉત્તર દિશામાં નાખો.

એ પછી તેની ઉપર મગ, દાળ, ચોખા, ઘઉં, , કાળા ખરદ અને તલ નાખો. તેની ઉપર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો. એ પછી ઘીનો દીવો પ્રગટાવો અને નવગ્રહ અને કામદેવ રતિની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારા લગ્ન જીવનની સમસ્યાઓ દૂર થશે અને સંબંધોને વધુ સારા બનાવશે.

હોળીના દિવસે આપણે હોલિકાની પૂજા કરીએ છીએ. હોલીકાની પૂજા કરતી વખતે જવના લોટને અગ્નિમાં અર્પણ કરો. . હોલિકાની ફરતે પ્રદક્ષિણા ફરતી વખતે હાથ જોડીને પૂજા કરો અને પરિવારના સ્વાસ્થ્યની કામના કરો. આ ઉપાય કરવાથી, પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.

જો તમને તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ લાગતો હોય તો હોલિકા દહન બાદ એની રાખને ઘરે લઈ આવો મેં આ રાખને ઘરના મુખ્ય દરવાજા પર મૂકો. આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે અને દુષ્ટ શક્તિઓ ઘરમાં પ્રવેશી શકતી નથી. જો તમે આ રાખને રૂમાલમાં બાંધીને પૈસાની જગ્યાએ મુકશો તો પૈસાનો વ્યય થતો અટકી જશે અને તમને બરકત લાગશે.

Holi 2022

જે લોકો સતત બીમાર રહેતા હોય એમને હોળી 2022 માં દિવસે સરસવના તેલથી આખા શરીરે માલિશ કરવી જોઈએ અને એ પછી જે મેલ નીકળે એને હોળીની અગ્નિમાં નાખો.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી રોગો મટે છે. આ ઉપરાંત આ દિવસે લાલ રંગના દોરાથી શરીરને માપવું અને ત્યાર બાદ આ દોરાને અગ્નિમાં નાખી દેવો આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

તો તમે પણ આ ઉપાય હોળી 2022 માં કરવાનું ભૂલતા નહિ, આશા છે કે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment