અનુપમા સિરિયલમાં આવશે જબરદસ્ત વળાંક અનુપમાની સોતન બનીને એન્ટ્રી કરશે આ હસીના જુવો

અનુપમા સીરીયલ 

રૂપાલી ગાંગુલી, સુદ્ધાંશું પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના સ્ટારર સિરિયલ અનુપમામાં હવે અનુજ અને અનુપમાં ધીમે ધીમે એકબીજાની નજીક આવવા લાગ્યા છે. તો બાપુજી પણ અનુજ અને અનુપમાના સંબંધને એમની મંજૂરી આપી ચુક્યા છે. એવામાં ફેન્સને હવે અનુજ અને અનુપમાના લગ્નની આતુરતાથી રાહ છે. ફેન્સ ઈચ્છે છે કે અનુજ અને અનુપમાના લગ્ન જેમ બને એમ જલ્દી થઈ જવા જોઈએ. હવે સિરિયલ્સની દુનિયામાં કોઈપણ કામ ડ્રામા વગર તો નથી જ થતું. એવામાં અનુજ અને અનુપમા લગ્ન પહેલા ઘણા તોફાનના સામનો કરવાના છે.

જલ્દી જ સિરિયલ અનુપમામાં અનુપમાની સોતનની એન્ટ્રી થવાની છે. સિરિયલ બેહદ અને સિલસિલા બદલતે રીશતો કા જેવા શોમાં કામ કરી ચુકેલી ટીવી એક્ટ્રેસ અનેરી વજાની જલ્દી જ સીરિયલ અનુપમામાં ધમાકેદાર એન્ટ્રી કરવાની છે. એક વેબ પોર્ટલની રિપોર્ટનું માનીએ તો અનેરી વજાની સિરિયલ અનુપમામાં અનુજની એક્સ ગર્લફ્રેન્ડનો રોલ કરવાની છે.

અનુપમા સીરીયલ 

અત્યાર સુધી અનુજની પર્સનલ લાઈફ વિશે સિરિયલ અનુપમામાં કઈ બતાવવામાં નથી આવ્યું. અનેરી વજાનીના આવવાથી અનુજની જિંદગીના ઘણા દબાયેલા રહસ્ય ખુલવાના છે. અનેરી વજાનીની એન્ટ્રી પછી અનુપમાની સામે અનુજના ઘણા રહસ્ય છત્તા થશે. એવામાં અનુપમાં અને અનુજના લગ્ન પર પણ જોખમ આવી શકે છે.

તમને જણાવી દઈએ કે બાએ પણ અનુજને એમના પરિવારનો ભાગ માની લીધો છે. અનુજ બા અને બાપુજીને લગ્નની રસમો નિભાવવાના છે. એ દરમિયાન બાપુજી અને અનુજના કાકા અનુપમાના લગ્નની વાત કાઢવાના છે. અનુપમાં અને અનુજના સંબંધ નક્કી થાય એની બરાબર પહેલા જ શોમાં અનેરી વજાની દસ્તક આપશે. એવામાં એ કહેવું ખોટું નહિ હોય કે અનુજ અને અનુપમાને લગ્ન કરવા માટે હજી ઘણા પાપડ વણવા પડશે.

અત્યાર સુધી તમે જોયું કે શાહ પરિવારમાં બા અને બાપુજીના લગ્નની 50મી વર્ષગાંઠને લઈને ખુશીઓ છવાયેલી છે. બધા લાંબા સમય પછી કોઈ ખુશીમાં એકસાથે દેખાઈ રહ્યા છે. જેને જોઈને અનુપમાં ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. એ દરમિયાન કાવ્યા પોતાની જાતને એકલી અનુભવે છે અને ફરી એકવાર અનુપમાને જેમ તેમ બોલે છે. વનરાજ એને ઇગ્નોર કરશે અને એ મનમને મનમાં આનો દોષ અનુપમાને આપશે.આ બધાની વચ્ચે અનુજ અને ગોપી કાકાની એન્ટ્રથી પહેલા બધા શોકડ થઈ જાય છે પણ વનરાજ અને બાનું પોઝિટિવ રિએક્શન જોઈ બધા ખુશ થઈ જાય છે. એ દરમિયાન બા અને બાપુજીનું પ્રિવેડિંગ શૂટ થાય છે. બધા ખુશ હોય છે. આગળ એક રૂમમાં ગોપી કાકા અને બાપુજી અનુજ અને અનુપમાના સંબંધને લઈને વાત કરે છે અને કહે છે કે એ બન્ને જ્યાં સુધી નહીં ઈચ્છે ત્યાં સુધી કઈ નથી થઈ શકતું.

અનુપમા સીરીયલ.

હવે આવનારા એપિસોડમાં વનરાજ, કાવ્યા, અનુપમાં, અનુજ, કિંજલ અને પરિતોષ પોતપોતાના લગ્ન વિશે જણાવશે. આ ખાટા મીઠા અનુભવમાં વનરાજ અને અનુપમાં એમના મનની વાત કરશે. જો કે આ બધી વાતોમાં અનુપમાની દીકરી પાખી પર ઘણી અસર પડે છે અને એ એ બધી જ વાતો બોલી દે છે જે એને અત્યાર સુધી જોયું છે.એ એમની જિંદગીમાં ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય લે છે. હવે પાખીની વાતથી શાહ પરિવારમાં હંગામો થવાનો છે અને વનરાજ અને અનુપમાં આગળ શું નિર્ણય લેશે એ ખરેખર જોવા જેવું હશે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈ માસમાં શરૂ થયેલા અનુપમાં શોએ થોડાક જ સમયમાં દર્શકોનો ખૂબ જ પ્રેમ મેળવ્યો છે. એટલું જ નહીં ટીઆરપી ચાર્ટમાં પણ એ હંમેશા ટોપ પર રહે છે.

Leave a Comment