પેટમાં દુખાવો ,કફ, ગેસ,અપચો ને દુર કરવા કરો આ ઉપાય

મોટાભાગે રોજ રસોઈમાં દરેક ઘરમાં નિયમિત રીતે હિંગનો વપરાશ થતો હોય છે. હિંગ નો ઉપયોગ કરવાથી રસોઈ નો સ્વાદ વધે છે એવું નથી પરંતુ રસોઈમાં વિશિષ્ટ સુગંધ ઉમેરીને વાનગીઓને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. હિંગ નો ઉપયોગ કરવાથી ખોરાકનું પાચન પણ સરળતાથી થાય છે, માટે શાક, કઠોળ, દાળ કે અન્ય વાનગીમાં વઘારમાં રાઈ, જીરું વગેરે સ્વાદ અનુસાર પારંપરિક રીતે વપરાય છે, માટે હિંગ વગરનો પર્યાય બની ગયો હોય તેમ હિંગને ‘ વઘારણી ‘ તરીકે પણ સંબોધવામાં આવે છે. હિંગ ના ઉપયોગ થી પાચન સુધરે છે. ગેસ પણ થતો નથી એવું માનવામાં આવે છે.

અફઘાનિસ્તાન અને ઈરાનમાં વિશેષ પ્રમાણમાં હિંગના ઝાડ ઉગે છે. ઝાડના મૂળમાં કાપા પાડવાથી જે રસ ઝરે છે, તેને સૂકવીને હિંગ બનાવવામાં આવે છે. આ શુદ્ધ હિંગ હોય છે. સામાન્ય રીતે આપણે રસોઈમાં વઘાર માટે વાપરીએ છીએ તે હિંગમાં 30% હિંગનો પાવડર તથા બાકીનો મેંદો અથવા ચોખાનો લોટ મિક્સ કરવામાં આવે છે.

હિંગ કફ કે વાયુના કારણે અવયવોની આંતર ત્વચા પર છિદ્રોમાં અવરોધ થયો હોય તો, ત્વચા પર સુકાયેલા કફ અને અન્ય વિષાક્ત દ્રવ્યોની પરત જામી હોય તો તેને દૂર કરીને તે અવયવોની આંતરકલા નું કામ સુધારે છે. માટે જ્યારે વાયુનો અવરોધ થયો હોય ત્યારે પેટમાં ગેસ વધે છે અથવા હોજરીમાં પાચક રસ યોગ્ય પ્રમાણમાં નીકળતા ન હોવાથી પાચન ક્રિયા મંદ પડી જતી હોય છે. તેવી પાચન ક્રિયાની સમસ્યામાં આયુર્વેદ વિશિષ્ટ પ્રક્રિયાથી હિંગ નો ઉપયોગ દવા તરીકે કરવાનો સૂચવે છે.

પેટમાં દુખાવો થતો હોય, પેટ ફૂલી ગયું હોય બાળકને પેટમાં ચૂંક આવતી હોય તેવા સમયે ઘીમાં હિંગ અને ઓગાળીને નાભિ પર લગાવવાથી સમસ્યા દૂર થાય છે. હિંગ તેની વિશિષ્ટ અસરથી નાડીના સંકેતોનો નિયમન કરીને હોજરી અને આંતરડામાં થયેલા અવરોધને દૂર કરીને વાયુને નીચેની તરફ ગતિ આપે છે.

હિંગને ફક્ત વાયુના આફરા કે અપચા માટે જ નહીં પરંતુ આઈબીએસ જેવા ઇરીટેબલ સિન્ડ્રોમમાં આંતરડામાં નાડી તંત્રની અનિયમિતતાથી ક્યારેય કબજિયાત તો ક્યારેક ઝાડા થતા હોય તેવા રોગોમાં પણ હિંગને ઔષધી તરીકે પ્રયોજીને ખૂબ જ સાદા ઉપચારથી રોગ મટાડવામાં આવે છે. દવા માટે જ્યારે હિંગ નો ઉપયોગ થાય છે, ત્યારે રસ રૂપે નીકળતી શુદ્ધ હિંગ વાપરવામાં આવે છે.

પાચનના રોગ જ નહીં શ્વસનતંત્રમાં નાળીના અનિયમિત સંકેતને કારણે તથા વાયુથી થતા રોગમાં પણ હિંગ ખૂબ જ સારું પરિણામ આપે છે. આથી જ અસ્થમા, બ્રોનકાઇટીશ, ખૂબ છીક અને ખાંસી આવવી જેવી તકલીફ વાપરવામાં આવે છે.

ફેફસાના રોગ માટે કાચી હિંગ અને પાણીમાં ઓગાળીને વાપરવાથી ફાયદો થાય છે. જ્યારે પાચન ના રોગમાં હિંગને ઘી અથવા દિવેલ માં તળીને વાપરવાથી ફાયદો થાય છે.

શરીર જ્યારે બહારથી સંકેતો મેળવી મગજને મોકલી મગજ દ્વારા જે સૂચનો અને સંકેત મેળવવામાં નાડીની કાર્યક્ષમતાને નિયમિતતા હોય છે. તે જળવાતી ન હોય તેવા પાચન, શ્વસન, ગર્ભાશય, મળાશયના રોગમાં હિંગ નો યુક્તિ પૂર્વક ઉપયોગ કરી રાહત મેળવી શકાય છે.

વારંવાર પીઠની નસ ચડી જવી હેડકી આવી જે વસામાન્ય રીતે રોગ ન ગણાતા લક્ષણોથી પણ હિંગ નો ઉપયોગ કરીને છુટકારો મેળવી શકાય છે. આ પરિસ્થિતિમાં સરસિયાની માલિશ, હિંગ અને ગોળનો ઉકાળો. જરૂર જણાય ત્યારે પાણીમાં ઓગાળેલી હિંગનું નસ્ય આપવાથી નાળીની અનિયમિતતા સ્નાયુ નું ખેંચાણ બંધ થઈ જાય છે, અને રાહત મળે છે.

પ્રચલિત ઔષધ હિંગાવષ્ટક ચૂર્ણમાં મુખ્ય દ્રવ્ય હિંગ હોય છે. અપચો ગેસ, કબજિયાત જેવી બીમારીમાં ઘી સાથે મેળવીને ત્રણ ગ્રામ જેટલું ચૂર્ણ જમવાના પહેલા કોળીયામાં ખાવાથી ખૂબ જ અસરકારક બને છે. હાયપર એસીડીટી થી થતા અપચામાં આ ચૂર્ણ નો ઉપયોગ કરવો જોઈએ નહીં.

હિંગમાં શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ હોય છે. હિંગને સતત ખાવાથી ફ્રી રેડીકલ્સ થી શરીરની કોશિકાઓને બચાવ પ્રદાન કરે છે. હિંગની કેન્સર વિરોધી ગતિવિધિ કેન્સર કોશિકાઓના વિકાસને અવરોધિત કરે છે.

હિંગમાં વધારે પ્રમાણમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી તત્વ હોય છે. જેના કારણથી હિંગને સ્કીન કે ઉત્પાદનોમાં મિક્સ કરવામાં આવે છે. તે ત્વચા પર થતી જ્વલન જેવી સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. હિંગથી ત્વચા પર ઠંડક થાય છે અને સાથે જ ત્વચા પરના બેક્ટેરિયા પણ દૂર થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment