લીંબુ પાણી એ શરીર માટે ખૂબ જ ઉપયોગી અને ફાયદાકારક છે . લીંબુમાં ના પાણીમાં બોવ બધા રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ અને તાજગી સભર બનાવી રાખે છે.
બીજું કે મધ એ સ્વાસ્થ્યવર્ધક છે. મધ એક એવો ખાદ્ય પદાર્થ છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. સાથે જ મધ એ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાની કારણે અલગ – અલગ પ્રકારે ખાવાના ઉપયોગમાં લેવાય છે.
લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે જો સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવામાં આવે તો ઘણું જ અસરકારક રહે છે. સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પાચનતંત્ર પણ વધુ સારું બને છે. એકંદરે સવારે ખાલી પેટે પાણી પીવાથી ઘણી બધી બિમારીઓથી દૂર રહી શકાય છે.
એમાં જો લીંબુ પાણી મધ મિક્સ કરીને પીવામાં આવે તો એના ફાયદા બમણા થઈ જાય છે. તો આજે અમે તમને લીંબુ પાણીમાં મધ નાખીને પીવાથી થતા વિશેષ ફાયદાઓ વિશે જણાવીશું.
જો તમને પાચનને લગતી કોઈ પણ સમસ્યા સતાવતી હોય તો એના માટે તમે સવારમાં ખાલી પેટે લીંબુ પાણી મધ મિક્સ કરીને પીવો. એનાથી ખોરાકનું પાચન સરળતાથી થાય છે અને પાચન તંત્ર સારુ રહે છે. મધમાં રહેલા વિશેષ ગુણ એ પેટમાં થતા કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થી છુટકારો અપાવે છે.
મધ અને લીંબુવાળું પાણી જો સવારમાં પીવામાં આવે તો મેટાબોલિઝમ યોગ્ય રહે છે. સાથે જ ઝડપથી થાક ઉતારવામાં મદદરૂપ છે, અને દિવસભર સ્ફૂર્તિ રહે છે. લીંબુ અને મધ નું પાણી દિવસભર શરીરને તાજગી સભર રાખે છે. આ એક ડાયયુરેટિક પણ છે. માટે યુરેનરી સિસ્ટમ ની સફાઈ કરીને તંદુરસ્ત રાખે છે.
કબજિયાત માટે :
કબજિયાતને ખતમ કરવા માટે લીંબુ અને મધનું મિશ્રણ એ શ્રેષ્ઠ અસરકારક ઉપાય છે. આ મિશ્રણને આપણા શરીરમાં પાણીની માત્રા ને પૂરી કરે છે. સાથે ઘણી બધી બીમારીઓને પણ દૂર કરે છે. કબજિયાતનું એક મુખ્ય કારણ આપણા શરીરમાં રહેલી પાણીની ઊણપ હોય છે. માટે જ લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને લેવામા આવે તો કબજીયાત ની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
વજન ઘટાડવા માટે :
વજન ઘટાડવા માટે પણ લીંબુ પાણી અને મધના મિશ્રણને શ્રેષ્ઠ અસરકારક ઉપાય માનવામાં આવે છે. એના માટે ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્ષ કરીને પીવું. એ વજન ઘટાડવા માટે કારગર નિવડે છે. લીંબુમાં રહેલ એસિડ તત્વ આપણા મોઢામાંથી આવતી દુર્ગંધ ને પણ દૂર કરે છે. તમારા મોઢામાંથી જમ્યા પછી જો વાત આવતી હોય તો રાત્રે જમ્યા પછી એક લીંબુ ચૂસી જવું. એનાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. લીંબુને દાંતમાં રહેલાં બેક્ટેરિયા અને પણ દૂર કરે છે.
મધ અને લીંબુ એ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ પણ કરે છે. મધ અને લીંબુ માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો એ બદલાતી ઋતુ સાથે શરીરમાં થતાં સંક્રમણને રોકે છે, અનેક બીમારીઓથી દૂર રાખે છે. મધ અને લીંબુ અને ગરમ હૂંફાળા પાણીમાં લેવાથી શરીરના ટોક્સિન દૂર થાય છે લોહીનું શુદ્ધિકરણ કરે છે અને નેચરલ બ્લીચ નું કામ કરે છે.
મધ અને લીંબુનો આ ફાયદાકારક મિશ્રણ બ્લડ સર્ક્યુલેશન તેજ કરે છે. બાથરૂમમાં ગરમ પાણી પીવાથી શરીર નું તાપમાન વધે છે. જેના કારણે પરસેવો વળવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, શરીર નિરોગી રહે છે. લીંબુ અને મધ ઉમેરી મિશ્રણ એક સાથે લેવાથી તેમાં રહેલાં પોષક તત્વો હૃદયરોગના જોખમ સામે પણ રક્ષણ આપે છે.
લીંબુ અને મધનું સેવન એક સાથે કરવાથી તેમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ હાઈબ્લડપ્રેશરના જોખમ ને ઘટાડવામાં મદદ કરે છે.
મધમાં રહેલ એન્ટિબેક્ટેરિયલ પ્રોપટિઝ ના કારણે એનું નિયમિત સેવન કરવાથી ખીલ અને ધબ્બા પણ થતા નથી. ત્વચાના કુદરતી ચમક રહે છે. લીંબુ અને મધનું મિશ્રણ થી આપણું લોહી સાફ થાય છે, અને એની અસર આપણી ત્વચા પર દેખાઈ આવે છે. એવું કહેવામાં આવે છે કે જેટલું તમારું લોહી શાહ છે એટલે તમારો ચહેરો વધારે નિખરશે અને કુદરતી ચમક બની રહેશે. માટે ત્વચાની કુદરતી ચમક માટે પણ હુંફાળા ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્ષ કરીને પીવું જોઈએ.
ક્યારેક સતત કામ કરતા રહેવાના કારણે માનસિક થાક લાગતો હોય છે તો ક્યારેક મૂડ ઓફ થાય છે. એવામાં જો આ મધ અને લીંબુના મિશ્રણનું સેવન કરવામાં આવે તો તરત જ તાજગી અનુભવાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજની માહિતી આપને જરૂર પસંદ આવશે.