જાયફળ ના ફાયદા
આપણા ઘરમાં કોઈપણને કઈ તકલીફ ક્યારે થાય એનું કોઈ નક્કી નથી હોતું. ઘણીવાર અચાનક માથું દુખવું, રાત્રે મોડે સુધી ઊંઘ ના આવવી, મોઢા પર અચાનક ખીલ થઇ જવા, અચાનક ઉધરસ થઇ જવી, સુગર વધી જવી, પુરુષોમાં અશક્તિ જેવી તકલીફ બીજી અનેક તકલીફોમાં રાહત આપશે તમારા રસોડામાં રહેલ આ નાનકડું જાયફળ.
આપણે ઘણી મીઠાઈમાં અને દૂધ બનાવીએ તેમાં જાયફળ વાપરતા હોઈએ છે. પણ શું એ નાનકડા જાયફળના તમે એવા ઉપાય જાણો છો કે જેનાથી તમારી અનેક સમસ્યા દૂર થઇ જશે અને તમને મળશે અનેક બીમારીઓમાંથી રાહત. ભોજનના સ્વાદ સાથે આ જાયફળ તમારી બીમારી અને તમારી તકલીફમાં તમને રાહત કેવી રીતે આપશે એ તમને જણાવી દઈએ વિસ્તારમાં.
ઘણા મિત્રો એવા હોય છે કે જે સવારમાં વહેલા ઉઠી જાય, આખો દિવસ ખુબ મહેનત કરે, ખુબ કામ કરીને થાકે, બપોરે ઊંઘ પણ ના લે તેમ છતાં પણ તેમને રાત્રે સમયસર ઊંઘ આવતી નથી. આની પાછળ કારણ છે તણાવ અને ટેંશન સતત ચિંતાઓ વિષે વિચારતા રહેવું. તો જે પણ મિત્રોને ઊંઘ ના આવવાની તકલીફ હોય છે તેમણે દરરોજ રાત્રે સુવાના સમયના 20 મિનિટ પહેલા જાયફળના પાવડરમાં થોડું મધ ઉમેરીને ચાં પી જવું. જાયફળનો પાવડર બનાવવા માટેની પરફેક્ટ રીત અંતમાં તમને જણાવીશું.
બદલાતા વાતાવરણ સાથે તો ઘરમાં મોટા લોકોને પણ અને ઉધરસ થઇ જતી હોય છે તો પછી નાના બાળકોને તો થવાની જ. જાયફળ પાવડર અને સૂંઠ પાવડર એકસરખા પ્રમાણમાં લેવું અને પછી તેમાંથી ગોળીઓ બની શકે એટલું દેશી ઘી ઉમેરવું અને પછી એ ગોળીઓ દિવસમાં બે વાર બાળકને આપવી, જો કોઈ મોટા માટે બનાવતા હોય તો મોટી સાઈઝ રાખવાની અને બાળક માટે બનાવતા હોય તો લખોટી જેટલી સાઈઝની બનાવવી.
જો નિયમિત તમે ચા કે દૂધ સવારમાં પીવો છો તો તેમાં થોડો જાયફળ પાવડર ઉમેરો આમ કરવાથી જાયફળમાં રહેલ પોષકતત્વોની મદદથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને અવારનવાર ફેલાઈ રહેલ વાઇરસથી તમારું રક્ષણ થશે. તો આ ઇમ્યુનીટી બુસ્ટર જાયફળને તમારા રોજિંદા ચા અને દૂધમાં ઉમેરો.
આજની ફાસ્ટફૂડ ખાતી પ્રજાને આ તકલીફ ખુબ થાય છે પછી ભલે તે કોઈ પુરુષ હશે કે સ્ત્રી. ચહેરા પર ખીલ થવા, જીણી જીણી ફોલ્લીઓ થવી એ આજકાલ બહુ સામાન્ય બાબત છે પણ જેને ખીલ થાય એના માટે તો તે બહુ મોટી બાબત છે. તેઓ ક્યાંય બહાર નીકળવામાં પણ શરમાતા હોય છે. તો આવા મિત્રોએ રાત્રે ખીલ પર અથવા આખા ચહેરા પર જાયફળ દૂધમાં ઘસીને ચેહરા પર લગાવવાનું રહેશે.થોડા જ સમય માં ખીલ ની દુર થવા લાગ છે.
ઝાડા થઇ જાય તો. જયારે પણ ખાવામાં કાંઈ આચરકુચર આવી જાય છે ત્યારે આવી તકલીફ થતી હોય છે. ત્યારે આ જાયફળ ખુબ ઉપયોગી છે. નાના બાળકોને ઝાડા થાય ત્યારે પાણીમાં ઘસીને એક ચમચી જાયફળ પીવડાવવું અને સામે કોઈ મોટા વ્યક્તિને ઝાડા થઈ જાય તો જાયફળ પાવડર અને ખાંડ પાવડરને વાટીને ફાંકીની જેમ લેવાનું રહેશે. (એક ચમચી) આ ઉપાય કરવાથી ઝાડામાં ઘણી રાહત રહે છે.
હવે તમને જણાવી દઈએ કે જો તમે રોજિંદા જીવનમાં જાયફળ નથી વાપરતા તો તમારે વાપરવું જોઈએ. ગરમ મસાલા જયારે ઘરે બનાવીને ભરતા ત્યારે તો તેમાં જાયફળ ઉમેરતા જ હતા પણ હવે તો બહારથી તૈયાર આવેલ મસાલામાં કેટલી વસ્તુઓ કેવી વસ્તુઓ ઉમેરી છે એ કોને ખબર. એટલે જયારે તમને ચાન્સ મળે ત્યારે તેમાં જાયફળ પાવડર ખાસ ઉમેરજો. લગભગ દરેક મીઠાઈ બનાવીએ એમાં જાયફળ પાવડર ઉમેરી શકાય. શિરો, સુખડી, બટાકાનું સ્ટફિંગ જેમાં કરવાના હોય એ સ્ટફિંગમાં પણ ઉમેરી શકાય. આવી રીતે ઉમેરેલું જાયફળ એ તમારા પ્રિયજનના શરીરમાં જશે અને તેમને ખબર પણ નહિ રહે.
તો ચાલો હવે તમને જણાવી દઈએ જાયફળ પાવડર બનાવવા માટેની સાચી રીત.
આના માટે તમારે કશું જ કરવાનું નથી. જયારે પણ જાયફળ પાવડરની જરૂર પડે ત્યારે આદુ છીણવા માટેની જે નાની છીણી હોય છે એ છીણીથી જેટલું જોઈએ એટલું જાયફળ છીણી લેવાનું છે. વધારે જાયફળનો પાવડર કરવો હોય તો જાયફળના નાના નાના ટુકડા કરીને મીક્ષરમાં ક્રશ કરી શકો. બને ત્યાં સુધી ટ્રાય કરવાનું કે જયારે જરૂર પડે ત્યારે ફ્રેશ જ પાવડર વાપરીએ. આમ કરવાથી તેનો ફાયદો જલ્દી દેખાશે. આવી રીતે જાયફળ આપને ને અને રોગો સામે ફાયદો આપે છે તો તેનો ઉપયોગ બને ત્યાં સુધી તમે ઉપયોગ માં લેજો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.