ડાયાબિટીસ નો ઈલાજ ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને પાછળ પડી જાય તો આખી જિંદગી ભર તેનો સાથ છોડતી નથી. આ બીમારી શરીર પર સૌથી ખરાબ અસર કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી દે છે, અને શરીરમાં ઘણી બધી બીમારીઓનો શિકાર બનતી જાય છે.
જો તમે પણ ડાયાબીટિસની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થઇ શકે છે. ડાયાબિટીસ નો ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ સાથે જેવી ચીજવસ્તુઓનો ભોજનમાં વધુ સામેલ કરવો જોઈએ જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહી શકે. આજે આપડે જાણી છુ ડાયાબિટીસ નો ઈલાજ અને ડાયાબિટીસ થવાના કારણો વિશે.
ડાયાબિટીસ થવાના કારણો
બ્લડ ગ્લુકોઝ આપણી એનર્જી નો મુખ્ય સ્ત્રોત છે જે આપણા દ્વારા ખાવામાં આવતા આહારમાંથી મળે છે. જ્યારે આપણા શરીરમાં ઈન્સ્યુલિનના લેવલને ઓછું થઈ જાય છે. ત્યારે શરીરમાં ગ્લુકોઝ લેવલ વધી જાય છે. ત્યારે ડાયાબિટીસની સમસ્યા ઊભી થાય છે.
આયુર્વેદિક ડોક્ટર અબરાર મુલતાની ના કહેવા પ્રમાણે ટાઇપ ટુ ડાયાબિટીસના દર્દીઓને નાસ્તામાં દૂધનું સેવન ખુબ જ ફાયદાકારક છે દૂધનું સેવન કાર્બોહાઈડ્રેટ ના પાચનની ઓછું કરે છે અને વધી ગયેલા બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે તો આજે આપણે જાણીશું કે, ડાયાબિટીસના દર્દીઓએ કેવા પ્રકારના દૂધનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસ નો ઈલાજ | ડાયાબિટીસ ની આયુર્વેદિક દવા | diabetes ni dava
હળદર વાળું દૂધ :
જો તમે હળદર વાળું દૂધનું સેવન કરો છો તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે બીજા ઘણાં ફાયદા થાય છે. હળદરના પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ, એન્ટીબાયોટિક ગુણો રહેલા છે. જે ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ડાયાબિટીસની સમસ્યામાં ઘટાડો થાય છે ડોક્ટરોના કહેવા પ્રમાણે હળદર વાળું દૂધ ના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જોકે એક વાત યાદ રાખવી જોઈએ કે હળદરમાં કરક્યુમિન નામનું તત્વ મળી આવતું હોવાના કારણે તેને સીમિત માત્રામાં લેવું જોઈએ.
તજ વાળું દૂધ :
તજ વાળું દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, તેનાથી ત્વચાની અંદર બ્લડશુગરને કાબુમાં કરવા ના ગુણ રહેલા છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો રહેલા છે. જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
દૂધ અને તજમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન એથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં આલ્ફા કેરોટિન, બીટાકેરોટિન જેવા પોષક તત્ત્વો પણ રહેલાં છે જે શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં અને ડાયાબિટીસથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે.
બદામ વાળું દૂધ :
જો તમારે ડાયાબિટીસની સમસ્યા વારંવાર થતી હોય વધી જતી હોય તો, તમારે બદામ અને દૂધનું સેવન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે બદામ દૂધ બજારમાં તૈયાર મળે છે અથવા એને ઘરે પણ બનાવી શકાય છે.
ડૉક્ટર્સના મત પ્રમાણે ડાયાબિટિસ રોગીઓને સીમિત પ્રમાણમાં જ તેનું સેવન કરવું જોઈએ. તેમનું માનવુ છે કે, આ જ કરક્યૂમિન જો લોકોના શરીરમાં વધારે પ્રમાણમાં ચાલ્યા જાય તો સ્વાસ્થ્યને નેગેટિવ રૂપથી પ્રભાવિત કરી શકે છે. તેથી ડાયાબિટિસના દર્દીઓને દિવસભરમાં 2 વખતથી વધારે સમય હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવતી નથી.
કારેલાનો જ્યુસ
કારેલાનો જ્યુસ શર્કરા ની માત્રાને ઓછી કરે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવા માટે કારેલાના રસનું નિયમિત સેવન કરવું જોઈએ.
ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા પાંદડાવાળા શાકભાજી, આમળા, હળદળ, ડુંગળી, લસણ, ફણગાવેલા કઠોળ, પાતળી છાશ, સફરજન, દાડમ, સંતરા, નારિયેળ પાણી, મલાઈ વગરનું દૂધ કાચા ટામેટા, કાકડી, મૂળા, મોગરી વગેરે છૂટથી લઈ શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને કંટ્રોલ કરવો એક પડકાર છે, આ માટે તેમણે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે; સાથે જ તેઓએ સારી જીવનશૈલી અપનાવવાની પણ જરૂર છે. પરંતુ ઘણી વખત જાગૃતિના અભાવે ડાયાબિટીસના દર્દીઓ આ કરી શકતા નથી. તેઓ જાણતા નથી કે કયો આહાર તેમના માટે ફાયદાકારક છે અને કયો નુકસાનકારક છે.
ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે આહારમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. સાથે સારી જીવનશૈલી અપનાવી પણ ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણી વખત આ બધી વાતથી અજાણ હોવાના કારણે ડાયાબિટીસના દર્દીઓ એનું પાલન કરી શક્તા નથી. તેઓ જાણતા નથી હોતા કે તેમના માટે કયો ફાયદાકારક છે અને કયો નુકસાનકારક છે.
દિનચર્યા અને તણાવપૂર્ણ જીવનશૈલીના કારણે પણ બ્લડ સુગર અને અન્ય રોગોનું કારણ બને છે. નિષ્ણાંતો માને છે કે સક્રિય જીવન શૈલી અને યોગ્ય આહારની પસંદગીથી ડાયાબિટીસના દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે. અત્રેયા આયુર્વેદિક સેન્ટર કેરલના આયુર્વેદિક નિષ્ણાત ડૉ. એસ.પી. શ્રીજીથ જણાવે છે કે, ડાયાબિટીસના દર્દીએ આહાર અને વિહાર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો તેવો યોગ્ય આહાર અને નિયમિત કસરત કરે તો બ્લડ શુગરને નિયંત્રણમાં રહે છે..
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાંચો :- ગોઠણ ના દુખાવા ની દવા
આજના લેખ દ્વારા અમે ડાયાબિટીસના દર્દીઓ માટે ની મહત્વપૂર્ણ માહિતી આપના સુધી પહોંચાડી છે, તો અમને આશા છે કે આજની માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.