છેલ્લા ઘણા દિવસોથી હું એક સમસ્યાથી પરેશાન હતી. ધાધર, ઘણી બહારની ટ્યુબ લાવીને વાપરી ઘણીવાર દવાઓ લીધી પણ કોઈ ફરક પડ્યો નહિ. પહેલા પહેલા થોડીવાસ સારું લાગતું પણ પછી હતી એ ની એ જ પરિસ્થિતિ. ઘણું કરવા છતાં પણ ધાધર મટતી નહોતી. પછી સાસુમા એ બતાવ્યા એવા ઉપાય કે થોડા જ દિવસમાં ધાધર ગાયબ થઇ ગઈ અને ચામડી પર તેનું કોઈ નિશાન પણ જોવા મળ્યું નહિ. બસ તો આજે હું પણ તમને એવા જ અમુક ઉપાય જણાવીશ જે તમે અજમાવીને ધાધર મટાડી શકશો. અહીંયા અમે તમને 3 ઉપાય જણાવીશું એમાંથી તમે કોઈપણ ઉપાય અપનાવી શકશો.
પહેલા તો ઘણા લોકોને એ જ કન્ફ્યુઝન હોય છે કે ધાધર કોને કહેવાય અને ખરજવું કોને કહેવાય. શરીર પર જયારે ખંજવાળ આવે અને પછી જે તે જગ્યાએ ગોળ ગોળ ચકામા થઇ જાય તેને ધાધર કહે છે. તો જયારે તમને સ્કિન પર ખંજવાળ અને થોડીવારમાં જે તે જગ્યાએ થોડો સોજો આવી જાય અને આવેલ સોજાની કિનારીઓ લાલ રંગની થઇ જાય અને ત્યાંથી થોડી થોડી ચામડી ઉખડતી હોય આને ખરજવું કહેવામાં આવે છે. ખરજવું એક જગ્યાએ સતત વધી શકે છે જયારે ધાધર એ શરીરના એક અંગ પરથી બીજા અંગ પર થઇ શકે છે. આ બંને સમસ્યામાં એક વાત ખાસ ધ્યાન રાખવી. ક્યારેય પણ નખથી ખંજવાળશો નહિ. તમે ઈચ્છો અને ના રહેવાય તો કોઈ ચોખ્ખા કપડાને તેની પાર હળવા હાથે ફેરવો. આમ કરવાથી થોડીવાર તમને રાહત લાગશે અને ખંજવાળ આવતી ઓછી થશે.
ચાલો હવે જોઈ લઈએ ધાધર મટાડવા માટેના કેટલાક ઘરગથ્થુ ઉપચાર.
1. નારિયળ તેલ :
કોપરેલ એ ચામડી સંબંધિત કોઈપણ પ્રોબ્લેમ માટે એક સચોટ અને સસ્તો ઉપાય છે. પણ ઘણા મિત્રો હશે જેમને તેલની ચિકાસ પસંદ નથી અને તેઓ આ ઉપાય અજમાવતા નથી પણ તમને જણાવી દઈએ કે ભલે તમને ગમે કે ના ગમે એકવાર નિયમિત આ ઉપાય કરજો તમારી ચામડીની તકલીફ દૂર થઇ જશે. નારિયળ તેલનો ઉપાય કરવામાં દરરોજ દિવસમાં અનેક વાર તેલને જે તે જગ્યાએ હલકા હાથે લગાવો. બહુ વધારે પડતું તેલ નથી લેવાનું થોડું જ લેવાનું છે અને જયારે પણ તેલ ઉડી જાય કે કોરું પડી જાય ત્યારે ફરીથી તેની પર કોપરેલ લગાવો.
2. એલોવેરા :
આજકાલ ઘરે ઘરે એલોવેરા પ્લાન્ટ લોકો રાખતા થયા છે. તો પ્લાન્ટમાંથી સૌથી વધુ ભરેલું હોય એવું એલોવેરાનું પાન તોડી લો. હવે ચપ્પાની મદદથી એલોવેરાની સાઈડ પર રહેલ કાંટાને દૂર કરી લો. હવે વચ્ચેથી કટ કરીને વચ્ચેનો જેલી જેવો ભાગ હોય એને અલગ કરી લો. હવે એ જેલને હળવા હાથે ધાધર કે ખરજવા પર લગાવો. આ ઉપાય દિવસમાં બે વાર કરો. આ ખરેખર એક અકસીર ઉપાય છે મારા સસરાને આ તકલીફ હતી જ ઘણા સમય બહારથી મોંઘી દવાઓથી પણ ફરક નહોતો થયો પણ આ એલોવેરાથી ફરક પડ્યો હતો.
3. લીમડાના પાન :
કડવો લીમડો એ આપણા ઘરની આસપાસ કે આવવા જવાના રસ્તામાં જોવા મળતો જ હોય છે તો હવે જયારે તમને લીમડો દેખાય કે અમુક તોડી લો. દરરોજ સવારે નાહવાના સમય પહેલા એ લીમડાના પાનને પાણીમાં ઉમેરીને બરાબર ઉકાળી લો. પછી એ ઉકળેલા પાણીમાં ઠંડુ કે તમે નાહી શકો એવું હૂંફાળું બનાવીને એ પાણીથી નાહી લો. આમ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી સમસ્યાનું સમાધાન આવી જશે અને સાથે સાથે જે તે જગ્યાએથી બીજે ફેલાશે પણ નહિ.
નોંધ: મિત્રો ઉપર દર્શાવેલા બધા એક દેશી ઉપચાર છે જેની કોઈ આડઅસર થતી નથી પરંતુ દરેક વ્યક્તિ ની તાશીર અલગ અલગ હોય છે. જેથી આપ આ ઔષધીનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ લેવા વિનંતી. અમે આ માહિતી પુસ્તકો અને અમુક અનુભવી વૈધ પાસેથી મેળવીને લખી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
જો તમે પણ આવો કોઈ ઘરગથ્થુ ઉપાય કર્યો હોય અને તમને ફેર પડ્યો હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. જો અમારું પેજ હજી લાઈક નથી કર્યું તો એકવાર જરૂર કરજો. ફરી મળીશું આવી જ નવી ટિપ્સ અને અકસીર ઉપાય સાથે. એટલે સુધી આર્ટિકલ વાંસવા બદલ આભાર આવજો.