વાતાવરણ બદલાવના કારણે આપણા શરીર પર પણ ઘણા બદલાવ આવતા હોય છે. જ્યારે પણ શરીરના ભાગમાં તમને ખંજવાળ આવે અને પછી ત્યાં ગોળ રિંગ જેવું બની જાય અને તેની ફરતે લાલ જીણી જીણી ફોડલીઓ થાય તો સમજો કે તમને ધાધર થઇ છે.
ધાધર ના લક્ષણો
ધાધર થવા માટે ફક્ત વાતાવરણ જ કારણ ભૂત છે એવું નથી. તેના માટે તમારી રહેણી કરણી પણ જવાબદાર છે. એકના એક કપડાં ધોયા વગર વધારે વખત પહેરવા. કોઈ બીજના કપડાં પહેરવા, બહારથી ઘરમાં આવીએ ત્યારે હાથ પગ અને મોઢું ધોવું નહિ. આ મુખ્ય કારણ હોઈ શકે છે. સ્કિન પર ચોટેલ અને નરી આંખે ના જોઈ શકાય એવા કીટાણુને લીધે આવું ઇન્ફેક્શન થતું હોય છે.
હવે તમને જણાવી દઈએ ધાધર નો ઘરેલુ ઉપચાર
કોપરેલ તેલ- સૌથી સરળ અને હાથવગો ઉપાય છે કોપરેલ તેલ. જ્યાં પણ તમને ધાધર થઇ હોય તે જગ્યાએ હળવા હાથે નારિયળ તેલ લગાવો. ફક્ત લગાવવાનું જ છે માલિશ કે મસાજ કરવાની નથી. મસાજ કરવાથી તે બીજી જગ્યાએ વધારે ફેલાઈ શકે છે એટલે કોપરેલ તેલ હળવા હાથે ફક્ત લગાવો.
જો તમારા ઘરમાં કોપરેલ નથી તો તમે તેની જગ્યાએ દેશી ઘી કે પછી ઘરે જ બનાવેલ ઘી નો ઉપયોગ કરી શકો છો. ઘીનું તેલ જેવું દેખાય એવું રાખવાનું છે. જો તમે ગરમ કરીને ઘી ઓગાળવાના હોવ તો ઘી સાવ ઠંડુ થઇ જાય પછી જ ધાધર પર લગાવો.
કાકડી- તમે સલાડમાં ખાતા જ હશો તો હવે તેનો ઉપયોગ ધાધર માટે પણ કરી શકશો. કાકડીના ટુકડા કરીને મિક્ષરમાં ક્રશ કરી લો એ તેમાંથી જે રસ નીકળે તેને તમે ધાધર પર લગાવશો તો પણ ધાધર જલ્દી મટી જશે.
લીમડો -જો તમારા ઘરની આસપાસ ક્યાંક કડવા લીમડાનું ઝાડ છે તો તેના પાન તોડી લાવો અને તે પાનને સાફ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ધાધર પર લગાવી લો. તેની કડવાશથી ઇન્ફેક્શન આગળ વધશે નહિ અને તેમાં રહેલ ઇન્ફેક્શન ફેલાવતા કીટાણુ નાશ પામશે અને બીજી કોઈપણ જગ્યાએ તમને ધાધર થશે નહિ અને જ્યાં થઇ છે તે મટી પણ જશે.
વિટામી ઈ- ભોજનમાં વિટામી ઈ મળતું હોય તેવો ખોરાક લેવાનું રાખો. જેમાં તમે બદામ, અખરોટ, તલ, મસૂરની દાળ, પાલક અને સૂર્યમુખીનું તેલ પણ સામેલ કરી શકો છો.
-ખાસ વાત ધ્યાનમાં રાખો કે જે જગ્યાએ ધાધર થઇ હોય ત્યાં પરસેવો થાય નહિ. પરસેવો થશે તો તે પરસેવો શરીર પર ફેલાશે અને તેના લીધે તમને થયેલ ધાધર શરીરના બીજા ભાગમાં પણ ફેલાશે અને ધાધર એ ભૂલથી તમારા ફેમિલીમાં પણ કોઈને થઈ શકે છે. આ એક ચેપી ફંગલ છે. એકબીજાની વાપરેલી વસ્તુ વાપરવાથી પણ આ થઇ શકે છે.
-જો તમે લાંબા સમયથી તમારા અંડરગાર્મેન્ટ્સ નવા નથી લીધા તો પણ તમને આ સમસ્યા થઇ શકે છે. એટલે સમયસર તમારે એ કપડાં નવા લાવવા અને વાપરવા જોઈએ.
હવે તમને જણાવી દઈએ કે ધાધર થઇ હોય ત્યારે શું ના કરવું જોઈએ.
1. જે જગ્યાએ ધાધર થઇ હોય ત્યાં વારંવાર ખંજવાળવું જોઈએ નહિ.
2. જ્યાં સુધી ધાધર મટી ના જાય ત્યાં સુધી મસાલેદાર જમવાનું, બહારનું જમવાનું, તળેલું જમવાનું, નશો કરવો, સોડા પીવી, ચોકલેટનું સેવન કરવું આવા કોઈપણ કામ કરવા નહિ.
3. ઘરમાં બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે તમારો અલગ હાથ રૂમાલ અને નેપકીન રાખો જેથી તમારી ધાધરનો ચેપ બીજા કોઈને લાગે નહિ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી. તમારા એક શેર કરવાથી ઘણા લોકોનું જીવન સુધારી શકાશે.