રાગી ના ફાયદા રાગી એટલે કે નાગલી તરીકે ઓળખાતી આ ધાન્ય વનસ્પતિ 100 થી પણ વધારે રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. રાગી સૌથી પ્રાચીન અનાજ છે. તે એક એવું પહેલું અનાજ છે જે લગભગ 4000 વર્ષ પહેલાં લાવવામાં આવ્યું હતું. રાગી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. રાગીનો પાકએક એવો પાક છે જે આખા વર્ષમાં ગમે ત્યારે ઉગાડી શકાય છે. આ અનાજ વાવવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. આ અનાજ, પાકને ઉત્પન્ન થતા ખૂબ જ ઓછો સમય લાગે છે.
આ ધાન્યનો છોડ ખાસ કરીને ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં પહાડી વિસ્તારોમાં જ ઉગે છે, માટે તેની નેપાળ તથા ભારતના હિમાલય ક્ષેત્રોમાં 2000 મીટર ની ઊંચાઈવાળા વિસ્તારમાં વાવણી કરવામાં આવે છે. આ પાકનું ધાન્ય અનેક ખોરાક બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને એશિયા તથા આફ્રિકા ખંડમાં ઉગાડવામાં આવતો આ ધાન્ય હલકો છે. ગુજરાતમાં પણ આદિવાસી જિલ્લાઓમાં ડાંગ વલસાડ, નવસારી અને તાપી તેમજ સુરત જિલ્લામાં આદિવાસીઓ તેની ખેતી કરે છે. તેનો ખોરાક તરીકે ઉપયોગ પણ કરે છે. આ અનાજ મુખ્યત્વે વિશ્વમાં એથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાં થાય છે.
રાગીનો છોડ એક મીટર ની ઊંચાઈનો હોય છે. તેના ફળ ગોળાકાર, ચપટા અને લીટાવાળા હોય છે. તેના બીજ ગોળાકાર અને ઘેરા ભૂરા રંગના તથા ચીકણા હોય છે. આ ધાન્યનું વાનસ્પતિક નામ Eleusine coracana છે.
રાગીના લોટને પીસીને તેને ઘઉંના લોટમાં 7:3 ના ગુણોત્તરમાં ભેળવીને ઉપયોગમાં લેવી જોઈએ. જે તમારા માટે ખૂબ જ લાભદાયી છે. રાગીને અંકુરિત થયા બાદ પણ ખાઈ શકાય છે. પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ, ફાયબર, કાર્બોહાઇડ્રેટ ઉપરાંત ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. રાગીલાલ કલરની બોરના આકારની હોય છે. જે બજારમાંથી સરળતાથી મળી રહે છે. આજે અમે તમને રાગીના ઔષધીય ગુણ વિશે જણાવીશું.
રાગી ના ફાયદા
વજન ઘટાડવા :-
વધારે ચરબીવાળા કે ફેટ ધરાવતા ખોરાક આરોગવાથી વજન વધી જાય છે, માટે તેનાથી બચવા માટે આરોગ્યપ્રદ ચીજોમાં રાગીનો સમાવેશ કરી શકાય છે. તેમાં રહેલા ઔષધીય ગુણ ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. માટે વધારાના વજનથી પરેશાન લોકોએ પોતાના આહારમાં રાગીનો સમાવેશ કરવો જોઈએ. રાગીમાં નામનું એમિનો એસિડ હોય છે. જેના કારણે ભૂખ પણ ઓછી લાગે છે.
હાડકા નો વા :-
રાગીમાં આવેલ તત્વ હાડકાને કમજોર થતા રોકે છે અને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. માટે રાખીનું સેવન કરવાથી હાડકાના વા ની સંભાવના પણ ઘટી જાય છે. જો તમે વાના રોગથી પીડાતા હો તો રાગીનું સેવન કરવું જોઈએ.
ખાંસીનો ઈલાજ :-
રાગીના વિધિપૂર્વક પકાવવામાં આવેલા ઘીનું સેવન કરવાથી ખાંસીનો રોગ માટે છે. આ માટે તમારે ઘી અને રાગીની રાત્રે પલાળી રાખો સવારે બારીક વાટી લેવું. એનાથી દૂધ જેવું પાણી નીકળશે. તેને કપડાથી ગાડી લેવું અને પછી કલાઈ કરેલા વાસણમાં બે ચાર ઘડી રાખી મૂકવાથી તેનું સત્વ વાસણને તળિયે જામી જશે. આ પછીથી ઉપરનું પાણી કાઢી નાખવું અને નીચેના તત્વને સ્વચ્છ કાપડની મદદથી ગાળીને તેના ઉપર પાથરવું. પાંચથી છ કલાક પછી તે માટી જેવું ઘટ્ટ થઈ જશે. તેનું સેવન કરવાથી ખાંસી મટે છે.
કોઢનો રોગ મટે છે :-
રાગીનું સફેદ ચિત્રક સાથે સેવન કરવાથી કોઢનો રોગ મટે છે. મહુડો, હાઉબેર, નીલકમળ તથા રાગીનું ચૂર્ણ ઘી તથા મધ સાથે લેવાથી ઉલટી કોઢ નો રોગ હેડકી અને શ્વાસની બીમારીમાં ફાયદો મળે છે.
ઉલટી રોકવા :-
ઘણા લોકોને ઉલટી ની સમસ્યા રહેતી હોય છે. ત્યારે એના ઈલાજ માટે મહુડો, હાઉભેર, નીલકમળ તથા રાગીના ચૂર્ણને ઘી તથા મધ સાથે લેવાથી ઉલટી બંધ થઈ જાય છે. આ ઉપચારમાં તે ઉલટી ને રોકવામાં આ બધી જ ઔષધીઓના ગુણ ઉપયોગી છે.
ડાયાબિટીસ નિયંત્રણમાં રાખે છે :-
રાગીના લોટમાં ચોખા, મકાઈ અને ઘઉંની સરખામણીએ વધુ માત્રામાં પોલિફેનોલ્સ હોય છે જે પાચનતંત્ર વધુ મજબૂત બનાવે છે. તેને કારણે ફૂડ ક્રેવિંગ ઓછું થાય છે, ઓછી ભૂખ લાગે છે અને શુગર કંટ્રોલમાં રહે છે. સવારે જમવામાં જો રાગી લો તો આખો દિવસ તમારી સિસ્ટમ ટ્રેક પર રહે છે.
ત્વચા સુંદર બને છે :-
રાગી નિયમિત ખાવાથી ત્વચા યુવાન અને ચમકીલી બને છે. તેમાં મેથિઓનાઈન અને લાઈસિન નામના એમિનો એસિડ્સ હોય છે. આ તત્વો ત્વચા પર કરચલીઓ પડતા અને ત્વચા લબડી પડતા અટકાવે છે. રાગી એકમાત્ર એવું અનાજ છે જેમાં વિટામિન ડી રહેલું હોય છે. સામાન્ય રીતે આ વિટામિન સૂર્યપ્રકાશમાંથી જ મળે છે. વિટામિન ડીને કારણે શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ બને છે. આ રીતે પણ રાગી તમને લાંબો સમય યુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે.
લોહીની ઉણપ દૂર થાય છે :-
રાગીમાં કુદરતી રીતે ભરપૂર પ્રમાણમાં આયર્ન રહેલા હોય છે. આથી હિમોગ્લોબિન ઓછું હોય તેવા દર્દીઓ માટે રાગી આશીર્વાદરૂપ છે. રાગીમાં ફણગા ફૂટે એટલે તેમાં વિટામિન સીનું પ્રમાણ વધી જાય છે. જેને કારણે શરીરમાં લોહતત્વ વધુ આસાનીથી શોષાઈને લોહીમાં ભળી શકે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે આજના લેખની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.