આપણે બધા જ શાક બનાવવા માટે પોતાની અંગત રેસિપી ફોલો કરતા હોય છે. અને એટલે જ ક્યારેક શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે ઘણીવાર યુટ્યુબ પર પણ નવી નવી રીતો શોધીએ છીએ જેથી આપણે એક રોટલીનો બદલે બે રોટલી ખાઈ શકીએ.
કોઈપણ શાકને સ્વાદિષ્ટ બનાવવામાં મસાલા મહત્વનો રોલ ભજવે છે, અમુક મસાલા એવા હોય છે જે શાકના સ્વાદને બમણો કરી દે છે. તો ચાલો આજે અમે તમને આવા જ એક મસાલાની રેસિપી જણાવી દઈએ. અને આ મસાલો છે ચણા મસાલા.
શાકના સ્વાદ અને સુગંધને વધારવા માટે આ મસાલો ખૂબ જ ઉપયોગી છે. અને ખુશીની વાત એ છે કે આ મસાલો ખરીદવા તમારે ક્યાંય જવાની જરૂર નથી, આ મસાલો તમે ઘરે જ નજીવા સમયમાં તૈયાર કરી શકો છો.
ચણા મસાલા બનાવવા માટે સામગ્રી :
2 થી 3 લાલ સૂકા મરચાં,
1 ચમચી જીરું,
1 ચમચી શાહ જીરા,
1/4 ચમચી ધાણાજીરું,
1/4 ચમચી અજમો,
1 ચમચી કસૂરી મેથી,
2 તમાલપત્ર,
3 મોટી ઈલાયચી,
5 નાની ઇલાઇચી,
2 તજના ટુકડા,
5 લવિંગ.
મસાલો બનાવવાની રીત :
ચણા મસાલા બનાવવા માટે તમારે સૌપ્રથમ એક પેન લેવાનું છે . એમાં તમારે તમાલપત્ર, નાની ઈલાયચી, મોટી ઈલાયચી, લવિંગ, જીરું, લાલ મરચું, ધાણા જીરું નાખો અને આ બધી જ સામગ્રીને પેનમાં ધીમા તાપે શેકો. યાદ રાખો કે મસાલામાંથી સુગંધ આવે ત્યાં સુધી તમારે એને શેકવાના છે.
જ્યારે મસાલામાંથી સરસ સુવાસ આવવા લાગે એટલે.તમારે ગેસ બંધ કરી દેવાનો છે, એ બાદ આ મિશ્રણમાં એક ચપટી અજમો નાખી દો. અજમો નાખો એની સાથે સાથે એક ચમચી કસૂરી મેથી નાખી દો. યાદ રાખો કે મેથી અને અજમો તમારે ગેસ બંધ કર્યા પછી નાખવાનો છે.
હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધી એમ જ રહેવા દો અને એ ઠંડો થઈ જાય પછી એને મિક્સરમાં નાખીને એનો એકદમ બારીક પાઉડર બનાવી લો. તૈયાર છે તમારો ચણા મસાલો. જેનો ઉપયોગ તમે ગમે તે શાક બનાવતી વખતે કરી શકો છો.
તમારા શાકને આ ચણા મસાલો એકદમ અલગ જ સ્વાદ આપે છે. પણ યાદ રાખો કે જ્યારે તમે શાકમાં આ મસાલો નાખો છો તો એ પછી તમારે બીજો કોઈ મસાલો નાખવાનો નથી. તમે આ મસાલાને કઈ રીતે સ્ટોર કરી શકશો ચાલો હવે એ પણ જાણી લઈએ
તમે આ મસાલો બનાવી લો પછી તરત એને સ્ટોર ન કરો. પહેલા આ મસાલાને રૂમ ટેમ્પરેચર પર આવવા દો અને એ બાદ એને કાચની બરણીમાં ભરી સ્ટોર કરો. જો તમે વધારે મસાલો બનાવ્યો હોય તો તમે એને ફ્રિજમાં પણ સ્ટોર કરી શકો છો. આમ કરવાથી મસાલો લાંબા સમય સુધી તાજો રહેશે.
ધ્યાન રાખો કે આ મસાલો ગેસની નજીક નથી રાખવાનો કારણ કે ગરમીના કારણે આ મસાલો બગડી જાય છે.તો હવે તમે પણ આ મસાલો બનાવીને તમારા શાકને વધુ સ્વાદિષ્ટ બનાવી દેજો જેથી કરીને તમારા પરિવારના સભ્યો પણ એમના આંગળા ચાટતા રહી જાય.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે