ગોળ ના ફાયદા Gol khavana Fayda
આપણાં ભારત દેશમાં ગોળનું સેવન ખાસા સારા પ્રમાણમાં જરુર કરવામાં આવે છે. એમાં પણ મોટાભાગના લોકો શેરડીના ગોળનું વધુ સેવન કરે છે. એ સિવાય મોટા ભાગની અને મીઠાઈઓમાં પણ આ જ ગોળનો ઉપયોગ થાય છે.
ગોળ માત્ર શેરડીમાંથી જ નહીં પરંતુ નાળિયેર અને ખજૂર માંથી પણ બનાવવામાં આવે છે.
તમે ગોળ ખાવાના ફાયદાઓ વિશે તો કદાચ જાણતા જ હશો પણ આજે અમે તમને ખજૂર માંથી બનતા ગોળ ના ફાયદાઓ વિશે જણાવીએ. જેમ તેડીને રસમાંથી ગોળ બનાવવામાં આવે છે એ જ રીતે ખજૂર ના રસ માંથી પણ બનાવવામાં આવે છે. આ ગોળ સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. એના સેવનથી અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે.
ખજૂરના રસમાંથી બને ખજૂરના ગોળના સ્વાસ્થ્ય માટે અનેક ફાયદા છે.અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે. ખજૂરના ગોળમા ફેટ, મિનરલ્સ, કેલ્શિયમ, પ્રોટીન, એનર્જી, ફોસ્ફરસ, આયરન, સુક્રોસ, ફ્રકટોસ અને ગ્લુકોઝ રહેલા છે તો ચાલો જાણીએ ખજૂરના ગોળ માંથી મળતા અનેક સ્વાસ્થ્યવર્ધક લાભો વિશે.
1) એનિમિયા અથવા શરીરમાં લોહીની ઉણપ રવાપર ખજૂરના ગોળનું સેવન ખૂબ જ લાભદાયી છે. લોહીની ઉણપ થાય ત્યારે ચિકિત્સક દ્વારા આયરનનું સેવન કરવાની સલાહ આપવમાં આવે છે અને ખજૂરના ગોળમાં પ્રચુર માત્રામાં આયરન રહેલું હોય છે. એ તમે પણ જો એનિમિયાની સમસ્યાથી પીડાતા હોવ તો તમે પણ ખજૂરના ગોળનું સેવન અવશ્ય કરો. ગોળમાં ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ પણ ઓછું હોય છે જેથી એનું સેવન સામાન્ય રૂપે પણ કરી શકો છો.
2) ખજૂરના ગોળનું સેવન કરવાથી કુદરત અને દર્દી ને પણ ઠીક કરી શકાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ખજૂરનું ગોળનું ઘરેલુ ઉપચાર તરીકે સેવન કરી શકાય.
શ્વાસ લેવાની સમસ્યામાં પણ ખજૂરના ગોળનું સેવન કરી શકાય છે. શરીરમાં રહેલા કંપની નિયંત્રિત કરવા માટે આ ખજૂર નો ગોળ ખૂબ જ લાભદાયી નીવડે છે. એથી શરદી અને ઉધરસની તકલીફ થવાની સેવન કરીને એ સમસ્યાનું નિવારણ કરી શકાય છે.
3) સફેદ ખાંડની સરખામણીમાં ખજૂરના ગોળ નું પાચન જલ્દી થઈ જાય છે, અને આ ગોળમાં અનેક પોષક તત્વો પણ સામેલ છે. એનર્જી બુસ્ટર કરવા માટે પણ ખજૂરના ગોળનું તમે સીમિત માત્રામાં સેવન કરી શકો છો. સરળતાથી પચી થતા પોષક તત્વો હોવાથી એ તમને તરત જ એનર્જી પ્રદાન કરે છે. ઠાકર અને એનર્જીની કમી વર્તાય એ સ્થિતિમાં તમે ખજૂરના ગોળનું સેવન કરી શકો છો. ખજૂરના ગોળ નિયમિત સીમિત માત્રામાં સેવન કરીને કલાકો સુધી ઉર્જાથી ભરપુર અને ફ્રેશ રહી શકો છો.
4) ખજૂરનામાં રહેલા પોષક તત્વો તમારા પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકાર છે. ગોળ નું સેવન કરવાથી તમારા પાચનતંત્રને મજબૂત કરીને એ મળત્યાગની ક્રિયાને વ્યવસ્થિત બનાવે છે માટે નિયમિત રૂપે ખજૂરના ગોળનું સેવન કરીને તમે પાચનતંત્રને વ્યવસ્થિત રાખી શકો છો. એમાંથી કાર્બોહાઈડ્રેટ મળે છે જે સરળતાથી પચી જાય છે અને ખજુર નો ગોળ આંતરડા માટે પણ ફાયદાકારક છે.
5) અર્થરાઈટિસના અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. આ સમસ્યા માટે પણ ખૂબ જ જૂનો ગોળ ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરના ગોળમાં આયરન અને કેલ્શિયમ જેવા પોષક તત્વ પ્રચુર માત્રામાં રહેલા હોવાથી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, અને હાડકા માટે કેલ્શિયમ તો ખૂબ જ જરૂરી છે. આર્થરાઇટિસ જેવી સમસ્યામાં તો આનાથી ફાયદો મળે જ છે પણ નિયમિત ખજૂરનું સેવન કરવાથી હાડકા પણ મજબુત બને છે. એ કારણે જ એક્સપર્ટ પણ ખજૂરના ગોળનું સેવન કરવાની સલાહ આપે છે.
6) આજની જીવનશૈલી અને ખાનપાનને કારણે પેટને લગતી સમસ્યાઓ મોટાભાગે લોકોને રોજ સામનો કરવો પડતો હોય છે. જેમાં સૌથી મોટી સમસ્યા કબજિયાતની છે, તો ખજૂર નો ગોળ આ સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ પણ કબજિયાતની તકલીફ માં ખજૂર નો ગોળ ખાવાની સલાહ આપી છે. ખજૂરના ગોળમાં રહેલ ફાયબર અપચો અને કબજિયાતની સમસ્યામાં ઘણી રાહત આપે છે. તરબૂચ ખજૂરનું સેવન કરવાથી મળત્યાગની ક્રિયા સરળ બને છે.
7) એવું કહેવામાં આવે છે કે વજન ઓછું કરવા માટે પણ ખજૂરના ગોળનું સેવન કરવામાં આવે છે. ખજૂરના ગોળ માં પોટેશિયમ પર્યાપ્ત માત્રામાં રહેલું છે, એના કારણે એ વજન ઓછું કરવામાં મદદ કરે છે.
ખજૂરનો ગોળ સ્વાથ્ય માટે ખૂબ જ ફાયદાકારક છ અને અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ પણ છે, પરંતુ એનું સેવન પણ નિયમિત માત્રામાં કરવો જોઈએ. તેમજ અન્ય રોગથી પીડાતી વ્યક્તિએ નું સેવન કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.
આશા રાખીએ છે કે આજના અમારા આર્ટિકલથી આપને ખજૂરના ગોળના ફાયદા વિશે અને એના સેવનથી દૂર થતી સમસ્યાઓ વિશે પણ જાણકારી મળી હશે, તો તમે પણ હવે ખજુરના ગોળનું સેવન સંતુલિત માત્રામાં કરવાનું શરૂ કરી દો અને હા, હેલ્થને લગતી કોઈપણ સમસ્યામા એક વાર વિશેષજ્ઞને પૂછીને, એમની સલાહ લીધા બાદ જ કોઈપણ વસ્તુનું સેવન કરવું.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.