લીલા મરચા ખાવાના ફાયદા ઘણા લોકો ની તીખી વાનગીઓ ખાવી પસંદ હોય છે. પરંતુ અમુક લોકો એકદમ સાદો ખોરાક લેવાનું પસંદ કરતા હોય છે. મરચાની હંમેશા મસાલા તરીકે ગણવામાં આવે છે. પરંતુ મરચાના બીજા અનેક ઘણા ફાયદા પણ છે.
માટે જો તમે પણ સાદો ખોરાક ખાવ છો તો હવેથી પોતાના આહારમાં લીલા મરચાં પણ સામેલ કરો. લીલા મરચા ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સાથે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ બને છે.
નિષ્ણાતોનું માનવું છે કે લીલા મરચા સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને માટે ફાયદાકારક છે. લીલા મરચાં જેવા ગુણો રહેલા છે જે ડાયાબિટીસથી લઈને વજન નિયંત્રણ કરે છે.
લીલા મરચાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. વિટામીન એ, બી 6, વિટામિન સી, આયર્ન, કોપર, કાર્બોહાઈડ્રેટ, કેરોટીન, લુટેન, જેક્સનથીન જેવા ગુણો પણ રહેલા છે.
લીલા મરચા ખાવાના ફાયદા :
શરદી અને તાવમાં રાહત :
લીલા મરચામાં કેપ્સેસીન નામનો પદાર્થ રહેલો છે. જે નાકમાં લોહીના પ્રવાહને ઝડપથી પહોંચાડે છે. એ જ કારણથી મરચું ખાવાથી સાઇનસ અને શરદી જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી પણ સારી માત્રામાં રહેલું છે. જે શરદી અને ઠંડી સામે રક્ષણ આપે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક :
લીલા મરચા એ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે લોહીમાં શર્કરા ની માત્રા નિયંત્રણમાં રાખે છે. એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે મરચામાં વિટામીન સી રહેલું છે. માટે એને તડકામાં અથવા ગરમ જગ્યામાં રાખવા જોઇએ નહીં.
પેઈન કિલર તરીકે મદદ કરે છે :
લીલા મરચાનું સેવન કરવાથી શરીરનું તાપમાન વધે છે. શરીરમાં આ રીતે ગરમી ઉત્પન્ન થવાને લીધે શરીરના દુખાવામાં રાહત મળે છે. ઉપરાંત મહત્વની વાત એ છે કે મરચાનું સેવન કરવાથી શરીરના કોઈપણ ભાગમાં ઇજા થઇ હોય અને લોહી વહી રહ્યું હોય તો લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે.
આયર્નની માત્રા માં વધારો કરે છે :
લીલા મરચાને આયરનો પણ મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે. તેનાથી આંખોની રોશની વધે છે. એટલું જ નહીં પરંતુ ત્વચાના ચેપને પણ એ દૂર કરે છે. ઉપરાંત હૃદયને પણ સ્વસ્થ રાખે છે. હૃદયના સારા સ્વાસ્થ્ય માટે મરચા ઉત્તમ વિકલ્પ છે.
મૂડ સારું કરવા માટે ફાયદાકારક :
મરચા ખાવાથી એન્ડોર્ફિન નામનું રસાયણ પ્રાપ્ત થાય છે. જેમ મૂડ સ્વિંગ માં મદદ કરે છે. જો તમને પણ મૂડ સ્વિંગની સમસ્યા હોય તો તમારે પણ આહારમાં લીલા મરચાને સમાવેશ કરવો જોઈએ.
બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખે છે :
રાત્રે એક ગ્લાસ પાણીમાં બે લીલા મરચા કાપીને પલાળી દેવા. ત્યારબાદ સવારમાં એ પાણી પીવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રહે છે.
કેન્સર સામે રક્ષણ આપે છે :
લીલા મરચા ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. જે શરીરની આંતરિક સફાઈ પણ કરે છે. સાથે કેન્સરના ખતરાને પણ ઘટાડે છે.
ત્વચાની સુરક્ષા :
લીલા મરચાં ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલા છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો નિયમિત મરચા ખાવામાં આવે તો ત્વચામાં નિખાર આવે છે.
અસ્થમા સામે રક્ષણ મળે છે :
લીલા મરચા ને મધ સાથે ખાવાથી દમના રોગીને ફાયદો થાય છે. તેમાં કેપ્સેઇસીન રહેલું છે. જેની આંખમાં રક્તના પ્રવાહને સામાન્ય અને વ્યવસ્થિત રાખે છે. જેનાથી શરદીમાં રાહત થાય છે.
આંખ માટે ફાયદાકારક :
લીલા મરચાં આંખ માટે પણ ફાયદાકારક છે. મરચા વિટામિન સી અને બીટા કેરોટીન આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે મરચાને હંમેશાં અંધારા વાળી જગ્યાએ મૂકવા જોઈએ. કારણ કે તે જો પ્રકાશના સંપર્કમાં આવે છે તો તેમાં રહેલું વિટામિન સી નાશ પામે છે.
પુરૂષો માટે ફાયદાકારક :
પુરુષોએ નિયમિત લીલા મરચાં સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઘટે છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે લીલા મરચાં ખાવાથી પ્રોસ્ટેટની સમસ્યા દૂર થઈ જાય છે.
બૅક્ટેરિયલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે :
લીલા મરચાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે જે સંક્રમણ સામે રક્ષણ આપે છે. સંક્રમણના કારણે થનારા ત્વચાના રોગોમાં પણ રક્ષણ મળે છે. માટે જ ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોમાં ઘર આંગણે લીંબુ મરચા બાંધવાની પ્રથા છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની ઉપયોગી માહિતી આપને જરૂર થી પસંદ આવશે.