સફેદ વાળ ને કાળા કરવા અજમાવો આ ઘરગથ્થું અસરકારક ઘરેલું ઉપાય

સફેદ વાળ

વાળ દરેક વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે. માથા પર વાળ ઓછા હોય, કે ના હોય અથવા સફેદ હોય તો ચહેરાની સુંદરતા આપોઆપ ઘટી જાય છે. એવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે, તેના વાળ કાળા, જાડા, સુંદર અને લાંબા હોય પરંતુ આ પ્રકારના હેલ્ધી રાખવા સરળ વાત નથી. અત્યારના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને વાળ ખરવાની, પાતળા થવાની અને વાળ અકાળે સફેદ થવાની સમસ્યા થઈ રહી છે.

જો તમને પણ વાળની આ સમસ્યાઓ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજના લેખમાં અમે તમને વાળને કાળા, ઘટ્ટ અને લાંબા બનાવવા ના ઉપાય વિશે જણાવીશું. આ પદ્ધતિ અપનાવીને તમે સુંદર, લાંબા વાળ મેળવી શકશો. આ ઉપાય સંપૂર્ણપણે કુદરતી છે.

બજારમાં ઘણા પ્રકારના હેર પ્રોડક્ટ્સ મળે છે. જે વાળને સુંદર કરવાનો મને સુધારવાનો દાવો કર્યો છે. પરંતુ આ ઉત્પાદનોમાં ઘણા પ્રકારના હાનિકારક રસાયણો રહેલા હોય છે. જે તમારા વાળ અને માથાની ચામડી ને નુકશાન પહોંચાડે છે. આ માર્કેટેબલ પ્રોડક્ટ્સનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી હાનિ પણ પહોંચે છે. ઉપરાંત તે ખૂબ મોંઘા હોય છે. જેના કારણે સામાન્ય માણસને પણ મળી શકતા નથી.

આવી ઘણી બધી બાબતને ધ્યાનમાં રાખીને, આજે અમે તમને ખરાબ થઈ ગયેલા વાળને રીપેર કરવા માટે સસ્તા અને અસરકારક ઉપાય વિશે જણાવીશું. જેના ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો, ચાલો તેના વિશે જાણીએ.

સફેદ વાળ નો ઉપાય | વાળને લાંબા અને કાળા બનાવવાના ઘરગથ્થુ ઉપચાર

પાલકના પાન – પાલકમાં આયર્ન ને સારી માત્રામાં રહેલું હોય છે. જે તમારા વાળને કાળા, ઘટ્ટ કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ વાળને જરૂરી પોષક તત્વો પણ મળી રહે છે. જેના કારણે તે ઝડપથી લાંબા થાય છે. પાલકના કેટલાંક તાજા પાંદડા લેવા, તેને પીસીને તેની પેસ્ટ તૈયાર કરવી.

સફેદ વાળ

અડદની દાળ – અડદ ની દાળ ની આખી રાત પાણીમાં પલાળી રાખવી. ત્યાર પછી બીજા દિવસે તેને પીસીને પેસ્ટ તૈયાર કરવી.

નારીયલ તેલ – બજારમાંથી શુદ્ધ નારિયેળ તેલ લાવવું. તેનાથી વાળ મજબૂત બને છે.

લીંબુનો રસ – તાજા લીંબુનો રસ લેવો. તેનાથી માથાની ચામડી બરાબર સાફ થઈ જશે અને વાળ ખરતા નથી.

ઉપયોગમાં લેવાની રીત 

હવે આ બધી સામગ્રીને એક વાસણમાં સરખી રીતે મિક્સ કરવી. એમાં તમારે પાલક પેસ્ટ, અડદ ની દાળની પેસ્ટ મિક્ષ કરવી. સાથે જ તેમાં બે ચમચી નારિયેળ તેલ અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. તમે એને બ્રશ અથવા આંગળીની મદદથી વાળમાં લગાવી શકો છો. લગભગ અડધા કલાક સુધી તેને વાળમાં લગાવીને રાખવું. ત્યાર બાદ વાળને શેમ્પૂથી ધોઈ લેવા. અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરવો જોઈએ. એનાથી ફાયદો જોવા મળશે.

આ અસરકારક ઉપાય સિવાય અન્ય પણ એવા ઘણા ઉપાય છે, જેને તમે સરળતાથી કરી શકો છો અને તમારા વાળને સુંદર અને હેલ્ધી રાખી શકો છો. જે આ મુજબ છે.

આમળા અને મેથી :

આ ઉપાય સફેદ વાળને કાળા કરી શકે છે.તમારે પેહલા થોડા સૂકા આમળાં લઈ તેનો પાઉડર બનાવી લેવો. તમને બજારમાંથી પણ આમળાં પાવડર સરળતાથી મળી રહે છે. પછી કેટલાક મેથીના દાણા લો અને તેને ગ્રાઇન્ડરમાં પીસી લેવા. પેસ્ટ બનાવવા માટે બે ચમચી પાણી ઉમેરો. પછી વાળમાં લગાવો અને તેને આખી રાત એમ જ રહેવા દેવું. બીજા દિવસે સવારે તેને હળવા પાણી અને શેમ્પૂથી ધોઈ લો. આ આમળા એ વિટામિન સીનો એક ભરપૂર સ્રોત છે, જ્યારે મેથીના દાણા વાળની ગુણવત્તા સુધારવા માટે ઘણા ફાયદાકારક પોષક તત્વો તેમાં ખાસ ભરેલા હોય છે. બંને એક સાથે વાળનો વિકાસ સારો કરે છે. જે તમારા વાળનું અકાળ સફેદ થવાનું પણ અટકાવી શકે છે.

બદામ તેલ અને લીંબુનો રસ :

આ મિશ્રણને મિક્સ કરી વાળમાં લગાવવું 2: 3 ના ચમચીના પ્રમાણમાં બદામ તેલ અને લીંબુનો રસ મિક્સ કરવો. આ મિશ્રણને તમારા માથાની ચામડી એટલે કે વાળના મૂળિયામાં લગાવીને માલિશ કરો. આને 30 મિનિટ માટે રહેવા દેવું અને પછી તેને હળવા પાણી અને શેમ્પૂથી ધોઈ લેવું. બદામના તેલમાં વિટામિન ઇ હોય છે. જે વાળના મૂળને પોષણ આપી અને તેને અકાળ સફેદ થવાથી બચાવે છે. લીંબુનો રસ વિટામિન સીથી ભરપુર હોય છે, જે કાળા વાળના વિકાસમાં મદદ કરે છે.

આ પણ વાચો :- ખરતા વાળ, ટાલ, બરછટ વાળ અને સફેદ વાળ જેવી અનેક સમસ્યાનું એક જ સમાધાન

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આજના લેખમાં અમે વાળની સમસ્યાઓથી છુટકારો મેળવવાના અસરકારક અને સરળ ઉપાય વિશે તમને જણાવ્યું. અમને આશા છે કે આ માહિતી તમને ઝડપી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment