ખરતા વાળ, ટાલ, બરછટ વાળ અને સફેદ વાળ જેવી અનેક સમસ્યાનું એક જ સમાધાન

સવાર સવારમાં આરોહી ચીસ પાડી ઉઠી તેનો અવાજ સાંભળીને મમ્મી અને દાદી બંને ગભરાઈ ગયા અને તેઓ એના રૂમમાં દોડી ગયા. ત્યાં જઈને જોયું તો આરોહી હાથમાં વાળની મોટી બે લટો લઈને ઉભી હતી. તેને જોઈને તેની મમ્મી પણ ગભરાઈ ગઈ કે અચાનક આરોહી આમ કેમ વાળની લટો હાથમાં લઈને ઉભી છે.

વાતની જાણ કરતા આરોહી રડવા લાગે છે અને રડતા રડતા જણાવે છે, “આજે મેં માથું ધોયું અને જેવી વાળની ઉલઝન દૂર કરવા માથામાં કાંસકો ફેરવ્યો કે તરત જ આવી રીતે તરત આટલી મોટી વાળની બે લટો મૂળિયાં સહીત મારા હાથમાં આવી ગયા.” આટલું કહેતા તો આરોહી હીબકા ભરીને રડવા લાગી. દીકરીની આવી પરિસ્થિતિ જોઈને તેની મમ્મી પણ ઢીલી પડી ગઈ. આ બધું પેલા દાદીની અનુભવી આંખો હસતા મોઢે જોઈ રહી હતી.

dadi maa

દાદીએ બંને મા દીકરીને શાંત કર્યા અને સમજાવવા લાગ્યા, “આ તમારા લોકોની આજકાલની જીવનશૈલી છે ને એ જ આમ થવાનું મુખ્ય કારણ છે. સમય વગર ખાવાનું ને આખો દિવસ બહાર કોરા વાળ લઈને જ્યાં ત્યાં ફરવાનું અને જે ને તે ખાવાનું, આ તમારા પીઝા, બર્ગર અને આ જે પાઉંના લોચા તમે આખો દિવસ આરોગતા હોવ છો ને એ જ આ તારા વાળ ઉતારવા પાછળનું કારણ છે.”

દાદી જે રીતે સમજાવી રહ્યા હતા એ બંને મા દીકરી ખુબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. દાદી આગળ જણાવે છે, “હજી કહું છું બહુ મોડું નથી થયું મારુ કહ્યું માન અને થોડી સાવચેતી રાખ નહિ તો એકદિવસ આ માથામાં દેખાય છે એ વાળ પણ ઉતરી જશે અને એક દિવસ ટકી થઇ જઈશ.” મજાક કરતા દાદી આરોહીને કહે છે. આરોહી દાદીને કહે છે, “દાદી મજાક ના કરશો હવેથી હું તમે જેમ કહેશો એવું જ કરીશ”

મિત્રો આ બનાવ જે અહીંયા ઉપર મેં તમને જણાવ્યો છે એ મારી જીવનમાં હકીકતમાં બન્યો છે. તમે પણ તમારી આસપાસ આવા અનેક લોકોને જોયા હશે કે જેવો વાળ ખરવાની કે સાથે સાથે ટાલિયાપણાનો શિકાર થયા હશે. આજે હું આ આરોહીના દાદીએ આરોહીને જે ઉપાય જણાવ્યો છે એ ઉપાય તમને અહીંયા જણાવીશ જેનાથી તમારા વાળ ખરતા ઓછા થશે અને સાથે સાથે તે સુંદર, સિલ્કી અને મજબૂત બનશે.

આજે અમે તમને આરોહીના દાદીએ એક તેલ બનાવી આપ્યું હતું જે આરોહીના વાળને બહુ જ ફાયદો આપ્યો હતો. તેના જડમુળથી નીકળી ગયેલ વાળ તો ફરી ઉગવા જ લાગ્યા સાથે સાથે તેના વાળ, લાંબા, કાળા અને રેશમી પણ બની ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે આરોહીએ હવે શેમ્પુ કર્યા પછી કંડીશનર વાપરવાનું બંધ કરી દીધું છે. કેમ બંધ કર્યું તે એટલા માટે કે દાદીએ તેને કંડીશનર ના વાપરવાની સલાહ આપી હતી.

ખરતા વાળ

તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ જાદુઈ તેલ બનાવવા માટેની ખાસ ટેક્નિક, આ પોસ્ટને તમારા મિત્રો અને જરૂરિયાત હોય એમની સાથે શેર જરૂર કરજો. આંગળી ચિંધ્યાનું પુણ્ય બીજું શું.

આ જાદુઈ માલિશ તેલ બનાવવા માટે તમારે સૌથી પહેલા બે મીડીયમ સાઈઝની ડુંગળી લેવાની છે. એ ડુંગળીને તમારે છોલીને મીક્ષરમાં પેસ્ટ બનાવી લેવાની છે. તમને માર્કેટમાં પણ તૈયાર ડુંગળીનું તેલ મળી રહેશે પણ એ અનેક કેમિકલ સાથે બનાવવામાં આવ્યું હોય છે એટલે આપણે આજે આપણી જાતે જ એ રીતે તેલ બનાવશું જે મેં અનુભવેલું અને જોયેલું છે.

હવે ડુંગળીની તૈયાર થયેલ પેસ્ટમાં આપણે પાંચ કળી લસણ ઉમેરીશું. લસણ એ તમારા વાળને યોગ્ય રીતે ઉગવાની જગ્યા મળશે અને તમારા વાળ કાળા થશે. હવે આ ડુંગળીની પેસ્ટમાં આપણે ફ્રેશ મીઠા લીમડાના 50 ગ્રામ જેટલા પાન ઉમેરીશું. મીઠા લીમડાના પાન તમારી પાસે ફ્રેશ ના હોય તો સૂકા પણ વાપરી શકો છો. મીઠો લીમડો એ વાળને વધવામાં મદદરૂપ થાય છે અને લસણની ગરમીથી થતી આડઅસર થતા બચાવે છે. મીઠા લીમડાના ઉપયોગથી તમારા વાળ સિલ્કી અને લચીલા થાય છે જો તમે પણ આરોહીની જેમ કંડીશનરની માયાજાળમાંથી મુક્ત થવા માંગો છો તો આ તેલમાં મીઠો લીમડો જરૂર ઉમેરજો.

હવે ડુંગળીની પેસ્ટ સાથે ફરીથી આ બધી વસ્તુઓની આપણે પેસ્ટ બનાવી લઈશું. હવે પેસ્ટ તૈયાર થઇ જાય પછી આપણે તેલ બનાવવા માટેની પ્રોસેસ શરુ કરીશું. સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કઢાઈ લઇ લો. યાદ રાખજો કઢાઈ હંમેશા જાડા તળિયા વાળી જ લેવાની છે આમ કરવાથી આપણે જે તેલ બનાવીએ છીએ એ બળશે નહિ અને એક પરફેક્ટ તેલ તૈયાર થશે.

સફેદ વાળ

હવે એ કઢાઈમાં આપણે 200 ગ્રામ સરસિયાનું તેલ લઈ લઈશું. સાથે સાથે આપણે તૈયાર કરેલ ડુંગળી, લસણ અને મીઠા લીમડાની પેસ્ટ ઉમેરી લઈશું. હવે તેમાં 100 ગ્રામ નારિયળનું તેલ એટલે કે કોપરેલ ઉમેરી લઈશું. જો તમે વાળ ઉતારવાની સમસ્યા સાથે તમારા પાતળા વાળને જાડા કરવા માંગો છો તો તમારે આ મિશ્રણમાં 50 ગ્રામ દિવેલ પણ ઉમેરવું.

હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું. હવે આ તૈયાર મિશ્રણએ એકદમ ધીમા ગેસ પર મુકો. અહીંયા એક્વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસ ધીમો જ રાખવાનો છે નહિ તો તેલમાં ઉમેરેલ પેસ્ટ બળવા લાગશે અને આપણું તેલ પરફેક્ટ બનશે નહિ. હવે ધીમે ધીમે તમે જોઈ શકશો કે તેલમાં નાના બબલ્સ આવવા લાગ્યા હશે. આ તેલ તમારે ગેસ પર ત્યાં સુધી રાખવાનું છે જ્યાં સુધી તેલમાં ઉમેરેલ ડુંગળીની પેસ્ટ ડાર્ક ના થઇ જાય. થોડીવારમાં તમે જોશો કે ડુંગળી તેનો રંગ બદલવા લાગશે. જેવો રંગ બદલાય એટલે તમે સમજો કે તમારું તેલ તૈયાર થઇ ગયું છે. આ તેલ ઠંડુ થાય એટલે તેને ગાળી લો.

સફેદ વાળ

દરેક સમયે તમે આટલું જ તેલ બનાવજો વધારે નહિ, થોડું થોડું બનાવીને વાપરવાનું રાખો. એકસાથે બનાવીને ક્યારેય વાપરવું નહિ. જેટલી અસર ફ્રેશ તેલ કરશે એટલી અસર સ્ટોર કરીને વાપરેલ તેલની થશે નહિ. ભલે દર  પડે પણ ફ્રેશ જ બનાવજો. આ તૈયાર થયેલ તેલને તમારે તમારી મમ્મી કે દાદી નાની પાસે માથામાં ઘસાવડાવું પડશે એજે પ્રેમથી તમારા વાળમાં તેલ લગાવશે ને એનો અનુભવ જ કાંઈક અલગ હોય છે.

નોંધ: મિત્રો આ એક દેશી ઉપચાર છે જેની કોઈ આડઅસર થતી નથી પરંતુ દરેક વ્યક્તિ ની તાશીર અલગ અલગ હોય છે. જેથી આપ આ ઔષધીનો ઉપયોગ કરતા પહેલા એકવાર આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવા વિનંતી.

 

તમને અમારી આ પોસ્ટ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ અનેક અવનવી ઉપયોગી ટિપ્સ માટે લાઈક કરો અમારું પેજ. અને હા આ માહિતીસભર પોસ્ટને બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ.

1 thought on “ખરતા વાળ, ટાલ, બરછટ વાળ અને સફેદ વાળ જેવી અનેક સમસ્યાનું એક જ સમાધાન”

Leave a Comment