ફટકડીના ટુકડાને ઉપયોગ કરવાથી વાળ થશે કાળા લાંબા અને સિલ્કી જાણો

સફેદ વાળ કાળા કરવાની દવા અત્યારના સમયની જીવનશૈલી અને પ્રદૂષણના કારણે લોકોના વાળ સમય પહેલા સફેદ થવા લાગ્યા છે. જ્યારે ઉમર વધવા લાગે છે ત્યારે સફેદ વાળ આવવાનું શરૂ થાય છે. પરંતુ અત્યારે યુવાનોના વાળ પણ સમય પેહલાં સફેદ જોવા મળે છે. તેમ જ પ્રદૂષણને સંપર્કમાં આવતા વાળ બરછટ થઇ જાય છે. તેમ જ વાળનો ગ્રોથ પણ અટકી જતો હોય છે. એવા સમયે વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે લોકો મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરતાં હોય છે. આ પ્રોડક્ટમાં રહેલા કેમિકલ વાળને વધુ ખરાબ કરે છે.
જેના કારણે વાળ ખરવાની અને થઇ જવાની સમસ્યા વધી જાય છે. પરંતુ આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના માત્ર એક ટુકડાનો ઉપયોગ કરવાથી તમારા વાળને લાંબા અને કાળા બનશે.

અહીં વાત છે ફટકડીની જે બજારમાં માત્ર 10થી 20 રૂપિયામાં ખૂબ જ સરળતાથી મળી રહે છે. પરંતુ મહત્વની વાત એ છે કે, નો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે તમે આ લેખ ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે,.એનો ઉપયોગ કઈ રીતે કરવો જેનાથી વાળ મજબૂત અને લાંબા અને કાળા બને.

સફેદ વાળ કાળા કરવાની દવા ઉપાય

ઉપાય 1 – વાળને સુંદર અને કાળા બનાવવા માટે ફટકડી નું એક નાનો ટુકડો લેવો ત્યારબાદ તેને પીસીને તેનો પાવડર તૈયાર કરી લેવો ત્યાર પછી એક ચમચી ગુલાબજળ એવું આ ગુલાબ જળમાં ફટકડીનો પાઉડર મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી લેવી ત્યાર પછી આ પેસ્ટને વાળમાં લગાવવી ખાસ કરીને વાળના મૂળમાં લગાવવી જોઈએ.

ત્યાર પછી પાંચ મિનિટ સુધી હળવા હાથે વાળમાં મસાજ કરતા રહેવું. ત્યાર પછી આ પેસ્ટને એક કલાક સુધી વાળમાં લગાવીને રાખવી. એક કલાક પછી ગરમ પાણીથી વાળને ધોઈ લેવા. નિયમિત રીતે જ્યારે તમે વાળને ધોવો છો, ત્યારે આ પ્રયોગ કરવો જોઇએ. થોડા સમયમાં જ સફેદ વાળ કાળા થઇ જશે અને વાળ પણ મજબૂત અને સિલ્કી બની જશે.

ફટકડી

ઉપાય 2 – આ પ્રયોગ કરવા માટે એક ચમચી ફટકડીનો પાઉડર, એક ચમચી આમળાનું તેલ અને વિટામિન ઈ કેપ્સુલ લેવી. સૌ પ્રથમ એક વાસણમાં ત્રણ વસ્તુ મિક્સ કરી લેવી. તે સાથે ફટકડીને બરાબર મિક્સ કરીને કાંસકાની મદદથી વાળમાં બરાબર ગૂંચ કાઢી લેવી. ત્યાર પછી વાળના અલગ-અલગ ભાગ કરીને રૂની મદદથી વડે આ મિશ્રણને વાળના મૂળમાં લગાવવું. આ મિશ્રણ લગાવ્યા બાદ દસ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવો. ત્યારબાદ 30 મિનિટ સુધી આ મિશ્રણને વાળમાં લગાવી રાખો. ત્યાર પછી શેમ્પૂની મદદથી વાળ ધોઈ લેવા જોઈએ.

આમળાનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી બને છે. વાળનો ગ્રોથ પણ વધે છે અને ફટકડી વાળને લાંબા અને કાળા બનાવે છે. એવામાં જ્યારે આ બન્ને વસ્તુઓ એકસાથે પ્રયોગ કરવામાં આવે તો એના ફાયદા બમણાં થઈ જાય છે. માટે આ પ્રયોગ કરવાથી વાળને પ્રાકૃતિક સુંદરતા મળે છે. અને કાળા લાંબા સિલ્કી અને મજબૂત બને છે.

ઉપાય 3 – જો તમને વધુ સમય ન મળતો હોય તો, તમે એક આ સરળ પ્રયોગ પણ અપનાવી શકો છો. આ પ્રયોગ કરવા માટે તમારે ગરમ પાણી લેવાનું છે. પાણી હળવું ગરમ હોવું જોઈએ. વધુ પડતું ગરમ પાણી લેવાનું નથી. ત્યારબાદ તેમાં બરાબર માત્રામાં ફટકડી અને કંડિશનર બંને મિક્સ કરવું. ત્યારબાદ તેને વાળમાં કંડીશનર ની જેમ લગાવવું. 15થી 20 મિનિટ સુધી લગાવીને રહેવા દેવું. ત્યાર પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરવો જોઈએ. તેનાથી વાળ કાળા લાંબા અને સુંદર બને છે.

ફટકડીમાં હીલિંગ ગુણધર્મો હોય છે. આયુર્વેદમાં પણ તેને મહત્વ આપવામાં આવ્યું છે. ફટકડીમાં નરમ તત્વો રહેલા હોય છે. ફટકડી વાળને લાભ કરે છે. આ માટે, રાત્રે ડોલમાં ફટકડીનો બદામ જેટલો નાનો ટૂકડો નાંખીને રાખો. બીજા દિવસે એ પાણીથી વાળ ધોઈ લેવા. એવું કહેવામાં આવે છે કે, ફટકડીથી વાળ ધોવાથી વાળ ખરતા નથી. ફટકડીના પાણીથી વાળ ધોવાથી માથાની ચામડીમાં ડાઘ પણ પડતા નથી.

આમલા, બ્રાહ્મી, લીમડાના કળી પાંદડા, નાળિયેર તેલ, વગેરે એવા કેટલાક પદાર્થો છે. જે વાળને ઉંમર પહેલાં જ સફેદ થવામાં રોકે છે. શક્ય છે કે ફટકડી વાળને સફેદ થવાથી પણ રોકે છે. ફટકડીને ગુલાબજળ ભેળવીને લગાવવાથી સફેદ વાળ માટે ફાયદાકારક છે.

ઉપરાંત ઉપરના બધા જ ઉપાયો એક સાથે કરવાના નથી. કોઇ 1 ઉપાય નિયમિત કરવાનો છે. એ સિવાયની કોઇ સમસ્યા એલર્જી જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની માહિતી અને ઉપાય તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment