ચીકુ ના ફાયદા જાણો ચીકુ ખાવાથી તમારા સ્વાસ્થ માટે થતા ફાયદાઓ

ચીકુ ના ફાયદા ચીકુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ચીકૂમાં પ્રોટીન વિટામિન એ, સી કાર્બોહાઈડ્રેટ વગેરે પોષક તત્વો રહેલા છે. જો દૂધ સાથે લેવામાં આવે તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. ચીકુ ખાવાથી શરીરમાં કોઈ પણ બીમારી જલ્દી આવતી નથી. કાચાં ચીકુ સ્વાદ વગર ના પણ પાકા ચીકુ ખૂબ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે.

ચીકુના સ્વરૂપે ફળાહાર તરીકે ખવાય છે. ચીકુ ખાવા તરીકે ખૂબ જ ફાયદાકારક છે. ચીકૂ ખાવાથી શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ રહે છે. તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ હોય છે. જે લોહીમાં ભળીને તાજગી આપે છે. ચીકૂ ખાવાથી આંતરડાની શક્તિ વધે છે અને મજબૂત બને છે.

ચીકુના ઝાડ માંથી ‘ચિકન’ નામનો પદાર્થ નીકળે છે. ચીકુ ના ઝાડ ની છાલ માંથી ચીકણો રસ દૂધીયો રસચીકલ નામનો ગુંદર કાઢવામાં આવે છે. અને તે ચાવવાથી ગુંદર ચ્યુઈગમ બને છે. એ નાની નાની વસ્તુઓ સાંધવા માટે વપરાય છે. ઉપરાંત દંત વિજ્ઞાન સંબંધી વાઢકાપ માં ‘ટ્રાન્સમીશન બેટસ’ બનાવવામાં આવે છે. ચીકુ નું લાકડું ભુરું અને કઠણ તેમજ ટકાઉ હોય છે.

ચીકૂની છાલ શક્તિવર્ધક અને તાવનાશક છે. તેની છાલમાં ટેનિન રહેલું છે. તેના બીજ નું ધરું કરીને અથવા કલમ કરીને બંને રીતે તેનું વાવેતર કરવામાં આવે છે. ચીકુ ઠંડા, પિત્તશામક અને રુચિકર હોય છે. તેમાં સાકર નો અંશ વધારે હોય છે. પચવામાં ભારે હોય છે. ચીકુનો સ્વાદ રુચિકર હોય છે માટે, તાવના દર્દીઓ માટે પથ્યકર છે. જમ્યા પછી જો ચીકૂ ખાવામાં આવે તો ચોક્કસ ફાયદો મળે છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકાર છે.

ચીકુ ના ફાયદા

ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખીને સવારે ખાવાથી પિત્ત પ્રકોપ શાંત થાય છે. ચીકુ ને સાકર સાથે ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે. તેમજ પેશાબની બળતરા દૂર થાય છે. ચીકુની છાલનો ઉકાળો ડાયરિયા અને તાવમાં આપવામાં આવે છે. ચીકુ બરાબર પાકેલા જ ખાવા જોઈએ. કાચા ખાવા જોઈએ નહીં. કાચાં ચીકુ કબજિયાત કરે છે અને પેટમાં ભારે પડે છે. જેના કારણે દુખાવો પણ થઈ શકે છે. બરાબર ચાવ્યા સિવાય વધારે પડતા ચીકુ ખાવા જોઈએ નહીં કારણ કે, તે ભારે પડે છે.

ચીકુ

વૈજ્ઞાનિક મત મુજબ ચીકૂના ફળમાં જૂજ પ્રમાણમાં એપોટીન નામનું તત્ત્વ રહેલું છે. ચીકૂના બીજ મૃદુરેચક અને મૂત્ર કારક ગણાય છે. તેના બીજમાં ઓપોનીન અને ઓપીટીનન નામનું કડવું તત્વ રહેલું હોય છે. ચીકુના ફળમાં ઇકોતેર ટકા પાણી, દોઢ ટકા પ્રોટીન દોઢ ટકા ચરબી અને સાડા પચીસ ટકા કાર્બોહાઇડ્રેટ છે. ઉપરાંત તેમાં વિટામિન એ સારા પ્રમાણમાં રહેલું છે. અને વિટામિન-સી નહિવત પ્રમાણમાં છે. ઉપરાંત ચીકુના ફળમાં 14 ટકા શર્કરા હોય છે. તેમાં ફોસ્ફરસ અને લોહ તત્વ પણ સારા પ્રમાણમાં રહેલું છે ઉપરાંત ક્ષાર નો પણ થોડોક ભાગ હોય છે.

ચીકુમાં રહેલ કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે. ઉપરાંત તેમાંથી ગ્લુકોઝ મળે છે. જે શરીરને તરત જ ઉર્જા આપે છે. જે લોકો રોજ એક્સરસાઇઝ કરે છે તેમને ઊર્જાની ખૂબ જરૂર હોય છે, માટે તેઓ એ રોજ ચીકુ ખાવા જોઈએ. ચીકૂમાં વિટામિન ભરપૂર માત્રામાં રહેલાં છે અને તે આંખોને પણ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

ચીકુમાં ટેનિન સારી માત્રામાં હોય છે જેના કારણે તે એક એન્ટી ઇંફ્લેમેન્ટરી એજન્ટ છે. બીજા શબ્દોમાં કહું તો તે તમને કબજિયાત, ઝાડા અને એનિમિયા જેવી બિમારીઓથી બચાવે છે. સાથે જ આંતરડા પણ મજબૂત કરે છે.

ચીકુમાં વિટામીન એ અને સી સારી માત્રામાં હોય છે. વળી તેમાં એન્ટીઓક્સિડન્ટ, ફાઇબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે. જેનાથી તમે કેન્સરથી પણ બચી શકો છો. વળી વિટામિન એ ફેંફસા અને મોઢાના કેન્સરથી સામે પણ રક્ષણ આપે છે.

હૃદયને લગતા રોગો સામે પણ રક્ષણ આપે છે. ગર્ભવતી મહિલાઓએ ખાસ ચીકુ ખાવા જોઈએ. કારણ કે તેમાંથી નબળાઇ ઉલટી કે પછી ચક્કર જેવી તકલીફો ઉત્પન્ન થતી નથી. તેનું કારણ છે તેમાં વધુ પ્રમાણમાં પોષક તત્વ અને કાર્બોહાઇડ્રેટ રહેલા છે. જે ત્વચા માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી ત્વચામાં ચમક બની રહે છે. તેમ જ કરચલીઓ ઓછી થાય છે. વજન ઓછું કરવામાં અને સ્ફૂર્તિ બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખ ની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment