ગોળ ખાવાના ફાયદા સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે આપણે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવતા રહીએ છીએ. એ ઉપચાર આપણને આપણા ઘરના રસોડામાંથી જ મળતા હોય છે. એમાંની એક વસ્તુ છે ગોળ. ગળપણ માટે ખાંડ અને ગોળ બંને વપરાય છે. આપણા વડીલો પણ શિરા, ચીક્કી અને મીઠાઈમાં વધુ ગોળનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હતા. એ સમયે ખાંડ ખુબ જ નહીવત પ્રમાણમાં વપરાતી હતી અને માટે જ એ લોકો નિરોગી રહેતા હતા. જો આપણે ખાવામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. ખાસ કરીને શિયાળામાં વધુ ખાવામાં આવે છે અને શિયાળામાં બનતા વસાણામાં પણ ગોળનો ઉપયોગ વધુ પડતો કરવામાં આવે છે.
ગોળમાં વિવિધ પોષક તત્વો રહેલા છે જેવા કે આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ જે આપણા સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને રક્ષણ કરે છે. પણ આજે અહીં વાત થઈ રહી છે રાત્રે સુતા પહેલા ગોળ ખાવાની વાતની અને ફાયદાની. આજે અમે તમને જણાવીશું કે રાત્રે સુતા પહેલા ગોળ ખાવાના કેટલા વિશેષ ફાયદા થાય છે. રાત્રે સુતા પહેલા ગોળ ખાવાના ઘણા બધા ફાયદા છે.
ગોળ ખાવાના ફાયદા :-
અનિંદ્રાની સમસ્યા માટે :
જેને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય એમણે દૂધની સાથે ગોળ લેવો જોઈએ. અનિદ્રાની સમસ્યામાં ગોળ ખૂબ જ ફાયદાકારક છે. જો રાત્રે ઊંઘ પૂરી થાય અને ઊંઘ સારી આવે તો સ્ફૂર્તિ રહે છે. એના માટે રાત્રે સારી ઊંઘ લેવા માટે ગોળ ખાવો જોઈએ.
પાચનક્રિયા માટે :
ગોળે ડાયજેસ્ટીવ એજન્ટનું કામ કરે છે. એનાથી પાચનક્રિયા ખૂબ સારી બને છે. માટે જ પાચનક્રિયાને તંદુરસ્ત બનાવવા માટે ગોળ ખૂબ જ ઉપયોગી છે. પાચન સંબંધી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે જો રાત્રે ગોળ ખાવામાં આવે તો ખૂબ જ ફાયદો મળે છે.
બ્લડ પ્રેશર :
બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા માટે પણ ગોળ એ ખૂબ જ મહત્વનો છે. ગોળ ની અંદર આયર્ન રહેલો છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં ખૂબ જ મદદરૂપ બની રહે છે. એટલું જ નહીં એનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે. ગોળમાં રહેલ પોટેશિયમ અને સોડિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
ત્વચાને સુરક્ષિત રાખે છે :
આજના સમયમાં લોકોની ત્વચા સંબંધી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એના માટે જ રાત્રે સુતા પહેલા ગોળ ખાવામાં આવે તો ત્વચા સંબંધિત ઘણી બધી તકલીફો દૂર થાય છે. ગોળમાં રહેલ એન્ટીમઇક્રોબ્રિઅલ ગુણ જે ત્વચા સંબંધિત સમસ્યા જેવી કે ત્વચા પર થઇ ગયેલા લાલ નિશાન દૂર કરે છે. એ સાથે જ ત્વચાના સોજા ને પણ દૂર કરે છે. માટે જ રાત્રે સુતા પહેલા ગોળનું સેવન કરવું એ ખૂબ જ ફાયદાકારક છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે :
જે રાત્રે સુતા પહેલા ગોળ ખાય છે તેની રોગપ્રતિકારક શક્તિ વધે છે. એનું કારણ એ છે કે ગોળ અને બનાવવા માટે આમળા પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. એ જ રીતે ગોળમાં પણ વિટામીન-સી ભરપૂર માત્રામાં છે. વિટામીન સી પ્રતિકારક શક્તિ વધારે છે.
એનિમિયાની સમસ્યામાં પણ રાહત આપે છે :
એનીમિયા એટલે કે આયર્નની ઉણપ. જે વ્યક્તિને આયર્નની ઉણપ હોય ત્યારે એમના શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ઓછી થઈ જાય છે. એના લક્ષણો રૂપે થાક અને કમજોરી અનુભવાય છે. ગોળ ની અંદર આયન રહેલો છે. જેના કારણે એનિમિયાની સમસ્યાથી પણ બચી શકાય છે. શરીરમાં આયર્નની ઉણપને ગોળ પૂરી કરે છે.
આ સિવાય શેરડીમાંથી તૈયાર થયેલા પ્યોર ગોળનું સેવન કરવામાં આવે તો માઈગ્રેન માટે ખૂબ જ ફાયદાકારક છે. એનાથી મગજ સ્વસ્થ અને ફાયદાકારક રહે છે.
ઉપરના ઉપાયો દ્વારા જાણવા મળે છે કે રાત્રે ગોળ ખાવાથી અનેક ઘણા ફાયદા મળે છે. પરંતુ આ ફાયદા દિવસે ગોળ ખાવાથી પણ થાય છે. પણ નિષ્ણાતોના કહેવા મુજબ રાતના 8.00 થી સવારના 8.00 આપણા શરીરમાં કફ નો વધારો થતો હોય છે. માટે એ સમયમાં જ વ્યક્તિ ગોળ ખાય તો અનેક ઘણો લાભ મળે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની ઉપયોગી માહિતી આપને અવશ્ય પસંદ આવશે.