મોટાભાગે લોકો પ્રોટીનની જરૂરિયાત ને પૂરી કરવા માટેની શરીરને વધુ શક્તિશાળી બનાવવા માટે ઈંડાનું સેવન કરતા હોય છે. જેના લીધે શરીર બળવાન અને પુષ્ટ બને છે. એવું કહેવામાં આવે છે. પરંતુ અહીં અમે એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે ઈંડા કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ વસ્તુ નું સેવન કરવાથી અનેક બીમારીઓ દુર થાય છે, તો ચાલો જાણીએ એ કઈ વસ્તુઓ છે જે ઈંડા કરતા પણ વધારે શક્તિ પૂરી પાડે છે.
સોયાબીન | સોયાબીન ના ફાયદા
સોયાબી વધુ પ્રોટીન ધરાવતી વનસ્પતિ એટલે કે કઠોળ છે. જેમાં મીટ અને ઈંડાથી પણ વધુ માત્રામાં પ્રોટીન રહેલું છે. આ સિવાય 100 ગ્રામ સોયાબીન ગ્રામ સોયાબીનમાં 50 ગ્રામ પ્રોટીન રહેલું છે. પ્રોટીન ઉપરાંત સોયાબીનમાં વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામીન ઇ અને ખનીજ પદાર્થો રહેલા હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં 50 ગ્રામ પ્રોટીન હોય છે.
જેના કારણે તે ઇંડા કરતાં પણ વધુ શક્તિશાળી માનવામાં આવે છે સોયાબીનમાં ફાઈબર અને પોટેશિયમ પણ સારી માત્રામાં રહેલું છે માટે તે પાચન મા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે સોયાબીન શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે છે સોયાબીનમાં ભરપૂર માત્રામાં લોહતત્વ રહેલું છે જેના કારણે સોયાબીનનું સેવન કરવાથી એનિમિયા જેવા રોગો સામે રક્ષણ મળે છે અને હિમોગ્લોબિન પણ વધે છે.
કોલેસ્ટ્રોલને ઘટાડીને લોહીના પરિભ્રમણને નિયંત્રણમાં રાખે છે. ઉપરાંત આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે, તેમાં વિટામિન ઇ રહેલું છે.
વજન ઘટાડવા માટે પણ સોયાબીનના તેલ નો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તે ખૂબ જ અસરકારક રહે છે. સોયાબીન માનસિક રોગો સામે પણ રક્ષણ આપે છે. હૃદય રોગના જોખમને ઓછું કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, હાડકાંને મજબૂત બનાવે છે, પેટના કૃમિનો નાશ કરે છે, ડાયાબિટીસ અને વાળની સમસ્યામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત મૂત્ર સંબંધિત અને પ્રજનન તંત્રના રોગોમાં ખુબ જ ફાયદાકારક છે.
કાજુ – કાજૂમાં ઘણા તત્વો રહેલા છે. તે વજન વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કાજૂમાં પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલું છે. 110 ગ્રામ કાજુ માં લગભગ 553 કેલરી અને 44 ગ્રામ ફેટ અને 18 ગ્રામ પ્રોટીન રહેલું છે. જેથી તે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
મગફળી – મગફળી માં પ્રોટીન, ફાઇબર અને મેગ્નીશિયમ વધારે માત્રામાં રહેલાં છે. સંશોધનમાં જાણવામાં આવ્યું છે કે, મગફળી થી વજન ઘટાડી શકાય છે. મગફળી ના બટર માં પણ પ્રોટીન વધુ માત્રામાં હોય છે. આ પ્રોટીનના પરિણામે શરીરને અનેક ઘણા ફાયદા મળે છે. 100 ગ્રામ મગફળી ખાવાથી 25 ગ્રામ પ્રોટીન મળે છે.
મગફળીના સેવનથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. મગફળી ખાવાથી વધતી ઉંમરના લક્ષણો અને કરચલીઓ પણ દૂર થાય છે. મગફળી માં રહેલા વિટામિન હાડકાને મજબૂત બનાવે છે. મગફળીનું સેવન કરવાથી સ્ત્રીઓના ગર્ભમાં વિકસી રહેલ બાળકનો વિકાસ સારો થાય છે. મગફળી પાચનતંત્ર સંબંધિત બધી સમસ્યાઓને પણ દૂર કરે છે.
મગની દાળ – શાકાહારી લોકો માટે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે મગની દાળ. મગની દાળમાં આયર્ન, પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલાં છે. દાળને ઉકળ્યા બાદ પણ તેમાં વિટામિન જળવાઈ રહે છે. દાળમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં છે. જેના પરિણામે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. અડધા કપ મગની દાળ માં માં 7.3 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. જેમાં 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન હોય છે.
મગની દાળ પોષક તત્વોથી ભરપૂર છે, માટે મગની દાળનું સેવન કરવાથી શરીરમાં જરૂરી એવા પોષક તત્વોની ઉણપ દૂર થાય છે. મગની દાળ પલાળી ને ગરમ કરીને પીવાથી શરીરને ખૂબ જ ઊર્જા મળે છે.
મગની દાળનું સેવન શરીરની વધતી ઉંમરના લક્ષણોને દૂર કરે છે. એટલે કે કરચલીઓ દૂર કરે છે મગની દાળ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે, બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે, વજન ઓછું કરે છે, કેન્સર સામે લડવામાં પણ મદદ રૂપ થાય છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પાચનતંત્ર મજબૂત બનાવે છે, આંખોના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે, વાળનું સ્વાસ્થ્ય સારું બનાવે છે.
દૂધ – દૂધનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ફાયદો મળે છે, દૂધ શરીરમાં લોહીની શુદ્ધિ કરે છે. માટે ત્વચાના રોગ દૂર થાય છે. પાચનતંત્રમાં પણ સુધારો થાય છે. સ્ત્રીઓ માં માસિક સંબંધિત સમસ્યાઓમાં દૂધ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સાંધાના દુખાવામાં પણ દૂધ ઉપયોગી છે. દૂધ ચહેરા પરના લોકોને વધારે છે. દૂધનું સેવન કરવાથી દમ કે અસ્થમાના રોગમાં રાહત મળે છે.
બદામ – બદામમાં ફાઈબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, થાયમિન અને ઘણા પોષક તત્વો રહેલા છે. બદામ માં ફેટની સાથે ભરપૂર માત્રામાં પ્રોટીન પણ રહેલું છે. લગભગ 100 ગ્રામ બદામ માં 21 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે.
બ્રોકલી, કોબીજ – બ્રોકલીમાં ખૂબ જ પોષક તત્વ રહેલા છે. તેમાં વિટામિન, ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. બીજી શાકભાજીની સરખામણીમાં એમાં પ્રોટીન વધુ માત્રામાં રહેલું હોય છે. 1 કપ બ્રોકલી માં 3 ગ્રામ પ્રોટીન હોય છે.
ચણા – ઈંડા ની સરખામણી માં ચણા વધુ ફાયદાકારક છે. શાકાહારી માટે પ્રોટીન નો સારો સ્ત્રોત છે. પ્રોટીન સિવાય પણ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા ન્યુટ્રિએન્ટ રહેલા છે. હૃદયની બીમારીમાં અને લોહીના દબાણને તે નિયંત્રણમાં રાખે છે. ચણા ખાવાથી પેશાબ સરળતાથી આવે છે અને બળતરા પણ થતી નથી. ચણા ખાતા પહેલા તેને પાણીમાં પલાળવામાં આવે તો તેની ગુણવત્તા વધે છે. પલાળેલા ચણા નું સેવન કરવાથી શરીરમાં શક્તિ પ્રાપ્ત થાય છે.
પનીર – પનીર માં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. તેમાં લગભગ 100 ગ્રામ પનીર માં 16 થી 20 ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં ફેટ પણ ખૂબ રહે લું છે 100 ગ્રામ પનીર ખાવાથી 400 ગ્રામ કેલરી મળે છે. સાથે કેલ્શિયમ અને વિટામિન પણ પનીરમાં વધુ માત્રામાં હોય છે. જે હાડકાં અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત મેગ્નેશિયમ અને આયર્ન પણ રહેલું છે. વજન વધારવા માંગતા હોય તે લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
કોળું – કોળા માં માં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. પ્રોટીનની સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખૂબ સારા એવા શરીરને ઉપયોગી તત્વો રહેલા છે.
કોળું ઉર્જાનો ભંડાર છે. કોળું ખાવાથી હાડકા મજબુત થાય છે. શરીરમાં તાકાત રહે છે, ઉપરાંત મગજ શાંત રહે છે, માનસિક રોગ માં પણ કોળું ખૂબ જ ઉપયોગી છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજના લેખ ની માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે.