વજન ઓછુ કરવા માટે કરો આ ઉપાય જાણો રોજ નિયમિત ચાલવાથી થતાં ફાયદા

ચાલવાથી થતાં ફાયદા : તમે સાંભળી હોય અથવા વાંચ્યું હશે કે વજનને નિયંત્રણમાં કરવા માટે અથવા નિયંત્રણમાં રાખવા માટે ચાલવુ ખૂબ જ જરૂરી છે વોકિંગ ને એટલા બધા ફાયદા છે કે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. કારણ કે ઘણી બધી શારીરિક સમસ્યાઓ ફક્ત ચાલવાથી દૂર થઈ શકે છે. માટે આજે અમે આ લેખમાં તમને જણાવીશું કે ચાલવાથી કેટલા ફાયદા થાય છે અને કઈ બીમારીમાં રક્ષણ મળે છે.

આપણી જવાની ગતી આપનાર વ્યક્તિ પર આધાર રાખે છે. ઝડપથી કે ધીમું બંને રીતે ચાલવા થી આપણા સ્વાસ્થ્યને ફાયદો જ થાય છે. જો તમે જમી ને ચાલવા નીકળ્યો તો એકદમ ધીમે ધીમે ચાલવું જોઈએ. જો તમે સાંજના સમયે એટલે કે સંધ્યા સમયે ચાલવા નીકળો તો ઘણી બધી તમારી સ્વાસ્થની સમસ્યાઓનો હલ આવી જાય છે. માનસિક તણાવમાંથી પણ મુક્તિ મળે છે. રાત્રે જમીને ચાલવામાં આવે તો ઊંઘ સારી આવે છે. આ સિવાય પણ ઘણા બધા અન્ય ફાયદા છે જે નીચે પ્રમાણે છે.

ચાલવાથી થતાં ફાયદા

ચાલવાથી થતાં ફાયદા

હૃદયને ફાયદો 

ચાલવાથી સૌથી પહેલો ફાયદો હૃદયને થાય છે. વોકિંગ થી હૃદય સાથે જોડાયેલી બધી સમસ્યાઓ દૂર થાય છે. જો તમને ચાલવા માટે કોઈ યોગ્ય નિયમિત સમય ન મળતો હોય તો અઠવાડિયામાં અમુક દિવસ ઓછામાં ઓછું 4 કલાક તો ચાલવું જ જોઈએ. એનાથી હૃદય સંબંધિત કોઈપણ સમસ્યામાંથી છુટકારો મળે છે. જો તમે દરરોજ નિયમિત નિશ્ચિત સમય નક્કી કરીને વોકિંગ કરો તો એના ખૂબ જ ફાયદો થાય છે.

વજન ઓછું થાય છે

જો તમે ખૂબ વ્યસ્ત રહેતા અને સમય ન મળતો હોય તો તમારી દિવસમાં એકવાર વોકિંગ  કરવાનું રાખવું જોઈએ. કારણ કે આપણે ખૂબ જ સારી કસરત છે. જે વજન ઓછું કરવામાં અને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. સાથે જ મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. જે લોકો આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરતા હોય એમણે ઓછામાં ઓછું દરરોજ નિયમિત બે કિમિ. વોકિંગ કરવું જોઈએ.

દિમાગ તેજ બને છે

ચાલવાથી બુદ્ધિનો વિકાસ થાય છે, આપણી શરીરની નસો તેજ થાય છે. વોકિંગ કરવાથી આપણા મગજની જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન અને ગ્લુકોઝ પહોંચ્યા છે. તે આપણા મગજને ખૂબ જ સારી રીતે કાર્યરત રહીને કામ કરવામાં મદદરૂપ થાય છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ થાય છે.

human body

રોજ નિયમિત ચાલવાથી હાડકા મજબુત થાય છે.

જો તમારા હાડકા કમજોર થવા લાગ્યા હોય તો એના માટે તમારે બાઈક કે કારનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એની જગ્યાએ નજીકની કોઈ જગ્યા પર જવું હોય તો ચાલીને જવું જોઈએ. જે લોકોને ઘુંટણના દુખાવાની કે પોતાની સમસ્યા હોય એ લોકો એ દવા બંધ કરીને દિવસમાં સવાર-સાંજ બે ટાઈમ નિયમિત ચાલવાનું રાખવું જોઈએ. નિયમિત આવું કરવાથી માત્ર પંદર દિવસમાં જ ઘૂંટણની સમસ્યામાંથી છુટકારો મળે છે.

બ્લડ સરકયુલેશન સારુ થાય છે 

રક્તનું પરિભ્રમણ પણ ખૂબ સરળતાથી અને સારી રીતે થાય છે. આપણું મગજ ને કામ કરવા માટે ઉત્સાહિત કરે છે. અને આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવા લાગે છે.

ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીએ રોજ નિયમિત ચાલવું જોઈએ.જેને ડાયાબિટીસ હોય એવા વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું બે કિલોમીટર ચાલવું જોઈએ. નિયમિત ચાલવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તો ન ચાલતા હોય તો હવેથી નિયમિત ચાલવાનું  શરૂ કરી દેવું જોઈએ.

પાચનતંત્રમાં સુધારો થાય છે

પાચનતંત્ર

જે લોકો ની એસીડીટી, કફ જેવી સમસ્યાઓ રહેતી હોય અથવા પેટની કોઈપણ સમસ્યા હોય તો વ્યક્તિએ જમ્યા બાદ ફક્ત 20 મિનીટ જેટલું ચાલવું જોઈએ. તેનાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. પરંતુ જમીને ઝડપથી ચાલવું જોઈએ નહીં, ધીમે ધીમે ચાલવું જોઈએ. તે આપણા શરીરમાં વજન નિયંત્રણ માટે પણ મદદરૂપ થાય છે, અને જે ભોજન લીધું હોય તે સરળતાથી પચે છે.

ફેફસાની ક્ષમતામાં સુધારો થાય છે

ચાલવાથી ફેફસાને વધુ માત્રામાં ઑક્સિજન પ્રાપ્ત થાય છે. જેનાથી ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે.

વહેલી સવારે ઘાસમાં ચાલવાથી આંખોની રોશની વધે છે, જો ચશ્માના નંબર હોય તો વહેલી સવારે ઝાકળ ના ટીપાં પડેલા હોય એ ઘાસ પર ચાલવાથી આંખ ના નંબર ઓછા થાય છે.

તો આજે અમે તમને આ લેખ દ્વારા વોકિંગ ના ફાયદા વિશે જણાવ્યું. અમને આશા છે કે, તમને આ માહિતી જરુર પસંદ આવશે, કને ઉપયોગી થશે.

Leave a Comment