જ્યારથી કોરોના વાઇરસ આવ્યો છે ત્યારથી લોકો પોતાની અને પોતાના પરિવારની કેર કરતા થયા છે, આજકાલ કોઈપણ વ્યક્તિ પોતાના શરીરની ઇમ્યુનીટી વધારવા પાછળ લાગી પડ્યા છે. જયારે કોઈ કહે કે આ લીંબુ પાણીને આવી રીતે પીવાથી ઇમ્યુનીટી વધશે કે પછી કોઈ એમ કહે કે પેલા આયુર્વેદિક ડોક્ટર એ દવા આપે છે એનાથી શરદી, કફ અને ઉધરસમાં તરત રાહત થાય છે. આવું સાંભળીને તરત જ લોકો જે તે નુસખા અજમાવવા માટે લાગી જાય છે. ઘણીવાર એ નુસખા કામ કરે પણ છે અને ઘણીવાર કામ નથી કરતા.
પણ આજે અમે તમને એક એવી આયુર્વેદિક જડીબુટ્ટી વિષે જણાવીશું જેના વિષે તમે પહેલા ક્યારેય સાંભળ્યું ના હોય. આ આયુર્વેદિક જડીબુટ્ટીથી તમારા શરીરની મોટાભાગની દરેક તકલીફ દૂર થઇ જશે. હા આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય આપ્યા છે જે તમે જાતે અપનાવીને તમારા શરીરની મોટાભાગની મુશ્કેલીઓ દૂર કરી શકશો.
આ આયુર્વેદિક જડીબુટ્ટીનું નામ છે બહેડા જેને અંગ્રેજી માં Terminalia Bellirica કહેવામાં આવે છે. આપણા દેશના આ આયુર્વેદિક ઉપાય આજે ફક્ત આપણા દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ લોકો અપનાવતા થયા છે. આ બહેડા એ કોરોનાકાળમાં લોકોએ આનો ઉપયોગ કરીને પોતાની ઇમ્યુનીટી ઘણી મજબૂત કરી દીધી હતી. આજે અમે તમને આવી જ આ જડીબુટ્ટીના ઉપયોગ અને તેનાથી થતા અનોખા ફાયદા વિષે જણાવીશું. જો તમે અમારું પેજ હજી લાઈક નથી કર્યું તો એકવાર લાઈક જરૂર કરજો.
1. જે મિત્રો સતત કબજિયાતની તકલીફથી પરેશાન છે તેઓ માટે આ બહેડા એ આશીર્વાદ સમાન છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ત્રિફળા ચૂર્ણ બનાવવામાં એક મેઈન સામગ્રી છે આ બહેડા. જે મિત્રોને કબજિયાત કે પછી પેટ સંબંધિત બીજી તકલીફ હોય છે તેમના માટે આ એક બહુ ઉપયોગી જડીબુટ્ટી છે.
2. આજકાલ ઘણા નાના બાળકોને અને યુવાનોને પણ ડાયાબિટીસ થતો જોવા મળે છે. આના માટે બહેડાના ફળનો ગર વાપરવો જોઈએ. આ ઉપાય કરવાથી જે લોકોને અલ્સર જેવી પણ તકલીફ હોય છે તેમને ઘણો ફાયદો થાય છે.
3. આજકાલ બહુ નાની ઉંમરે લોકોના વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળે છે. એનું એક મુખ્ય કારણ છે તણાવ. વિદ્યાર્થીઓને ભણવાની ચિંતા, યુવાનોને તેમના રોજગારની ચિંતા, વેપારીઓને ધંધાની ચિંતા અને સ્ત્રી મિત્રોને તો ચિંતાનો પાર નહિ. એટલે સફેદ વાળ થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય તમારા લીવરને મજબૂત કરવા માટે અને સૌથી વધુ તો જે લોકોને મોતિયાની સમસ્યા હોય છે તેમના માટે ફાયદાકારક છે.
4. બહેડાનું આખું ફળ એ ખુબ ફાયદાકારક હોય છે. બહેડાની છાલના ઉપયોગથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે અને જેને પણ વારંવાર કમળાના રોગની બીમારી થતી હોય તેમના માટે બહેડાની છાલ બહુ ઉપયોગી છે.
5. આ બધા ફાયદા તો તમે જાણ્યા હવે આનો ઉપયોગ તમે કેવી રીતે કરશો એ પણ અમે તમને હવે જણાવીશું. બહેડાને પાણીમાં લેપ જેવું બનાવીને વાપરી શકાય છે અને તમે તેના ફળને ઘીમાં શેકીને પણ ઉપયોગમાં લઈ શકો છો. બહેડાની છાલને જો તમે વાપરવા માંગો છો તો તેને મધ સાથે લેશો તો તે વધારે અસરકારક થશે.
6. હવે તમને જણાવી દઈએ બહેડાનો સૌથી અકસીર અને સૌથી સામાન્ય બીમારીનો ઉપાય. શરદી, ઉધરસ અને કફ જેવી રોજિંદી તકલીફમાં બહેડાની છાલને રાત્રે સુતા પહેલા મોઢામાં રાખીને સુઈ જવાનું રહેશે આમ કરવાથી તમને થોડા જ સમયમાં રાહત મળશે. આ ઉપાયથી જો તમને લાંબા સમયથી કફની સમસ્યા છે તો તમને તેમાં રાહત મળશે. કફ તેની જાતે જ છૂટો પડશે અને શરીરમાં તમને ફરક તમને જાતે જ ખબર પડશે.
મિત્રો જો તમે આ માહિતી પહેલીવાર અહીંયા વાંચી છે તો પછી તમારા બીજા મિત્રો સાથે આ માહિતી જરૂર શેર કરજો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.