કફ નો ઈલાજ ઠંડીની સીઝનમાં કફની તકલીફ રહેતી હોય છે અને અત્યારના સમયમાં વાતાવરણમાં ફેરફાર થવાને કારણે છાતીમાં કફ જમા થવાની સમસ્યા થતી હોય છે. જેના કારણે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. શ્વાસ લેવામાં તકલીફ થવી, છીંક આવવી, ગળામા ખરાશ રહેવી, નાક વહેવું, તાવ આવવો આ બધી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. આ ગળામાં જામેલા કફને દૂર કરવા કેટલાક ઘરેલુ ઉપચાર અસરકારક નીવડે છે તો એ માટેના ઉપચાર વિશે આજે જણાવીશું.
કફને દૂર કરવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એની ઘણી આડઅસર પણ છે.
આ ઉપાય ખૂબ જ સરળ છે અને આ ઉપાયો આપણા વડીલો અને પૂર્વજો પણ અજમાવતા હતા. આ ઉપચાર કરવાથી ગળામાં જામેલો જિદ્દી કફ દૂર થાય છે. જેથી કફથી થતી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
કફ નો ઈલાજ કફ ઉધરસ ની દવા
આદુ અને મધ :
સૌથી પહેલા 100 ગ્રામ આદુને પીસી એની પેસ્ટ તૈયાર કરવી ત્યારબાદ આદુ ની પેસ્ટ માં મધ મિક્ષ કરવું આ પેસ્ટને દિવસમાં બેથી ત્રણ વાર બે – બે ચમચી લેવું. તેનાથી સરળતાથી કફ છૂટો પડીને બહાર નીકળી જશે.
દ્રાક્ષનો રસ :
મધમાં બે ચમચી દ્રાક્ષનો રસ મિક્સ કરવો. આ બંને મિક્સ કરીને આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણ વાર પીવું. આવું કાઈ પણ જામેલા કફને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક છે.
લીંબુ અને ડુંગળી :
એક લીંબુ અને એક ડુંગળીનો રસ કાઢીને, એક ગ્લાસ પાણી ગરમ કરીને લીંબુ અને ડુંગળીના રસને એમાં મિક્સ કરી દો. આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણવાર પીવું.આવું કરવાથી કફ ની સમસ્યા દૂર થાય છે.
ગાજરનો રસ :
2 ગાજર ને ધોઈ ને એના ટુકડા કરવા, ત્યારબાદ તેમાં થોડું પાણી મિક્સ કરીને મિકસરમાં ક્રશ કરી લેવું. જ્યારે તેનો રસ તૈયાર થઈ જાય ત્યારે એને એક ગ્લાસમાં લઈને એમાં 3 ચમચી મધ ઉમેંરવું. આ રસને ત્રણ દિવસ સુધી દિવસમાં એક વાર પીવુ. આનાથી પણ છાતીમાં જમા થયેલો કફ દૂર થાય છે.
કાળા મરી :
અડધી ચમચી કાળા મરીને પીસીને તેનો પાવડર તૈયાર કરવો એમાં એક ચમચી મધ મિક્ષ કરવું. આ મિશ્રણને થોડું ગરમ કરીને રાત્રે સુતા પહેલા એને ખાઈ લેવું. આ ઉપાય બે થી ત્રણ દિવસ સુધી નિયમિત કરવાથી કફ બહાર નીકળી જાય છે.
હળદર અને કાળા મરી વાળું દૂધ :
એક કપ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર, ચપટી કાળા મરી નો પાવડર અને અડધી ચમચી મધ મિક્ષ કરવું. આ બધું મિક્સ કર્યા બાદ એને ગરમ કરવું, આ મિશ્રણને દિવસમાં બે વાર લેવું. આ ઉપાયથી બધો કફ છૂટો પડી જાય છે અને બહાર નીકળી જાય છે.
ગોળ :
ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેમકે ગોળની તાસીર ગરમ હોય છે. એને ખાવાથી કફ દૂર થાય છે અને બીજા પણ ઘણા ફાયદા થાય છે.
આદુ અને લસણ :
આદુ અને લસણ ખાવાથી પણ ગળામાં જામેલો કફ દૂર થાય છે. આદુને ચગળવાથી કે ચૂસવાથી ગળાની તકલીફમાં ઘણી રાહત મળે છે.
લીંબુ અને મધ :
ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્ષ કરીને પીવાથી પણ કફની સમસ્યામાં રાહત મળે છે. લીંબુ કફને દૂર કરે છે અને મધ થી ગળાને આરામ મળે છે.
જેઠીમધનું ચૂર્ણ :
પાંચ ગ્રામ જેટલું જેઠી મધના ચૂર્ણને ગરમ પાણીમાં નાખીને બરાબર ઉકાળવું અડધુ પાણી રહે ત્યારે આ પાણીને ગાળી લેવું, અને એને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. બે દિવસથી આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને નીકળી જાય છે.
દાડમનો રસ :
દાડમના રસ ને પણ ગરમ કરીને પીવાથી સતત આવતી ઉધરસમાં રાહત મળે છે અને કફ પણ દૂર થાય છે.
ગરમ પાણીમાં મીઠું નાખીને મિક્સ કરીને તેના કોગળા કરવાથી પણ ગળામાં રાહત મળે છે અને કફ દૂર થાય છ મરી ચુસવાથી પણ ઉધરસમાં આરામ મળે છે ડુંગળીના રસમાં ખાંડ નાખીને પીવાથી પણ કફની સમસ્યામાં આરામ મળે છે. આ સિવાય હળદરથી પણ ગળા માં રાહત મળે છે અને કફ દૂર થાય છે. આવી રીતે કફ નો ઈલાજ તમે ઘરે કરી શકો છો.
આ પણ જુવો :- પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવા માટેના સરળ ઉપાય
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની આ આ માહિતી આપને ચોક્કસથી પસંદ આવશે.