ક્યારેય દવાખાને જવું નઈ પડે જાણી લો મેથીના આ આયુર્વેદિક ફાયદા

મેથી દાણા ના ફાયદા- ભારતમાં સદીઓથી આયુર્વેદ દ્વારા અનેક રોગોનો ઉપચાર કરવામાં આવે છે. એવી જ એક વસ્તુ છે મેથી જે મેથી દાણા સ્વરૂપે દરેક ઘરમાં રસોડામાં ઉપલબ્ધ હોય છે. જે વાનગીઓ બનાવવામાં વપરાય છે અને એને અનેક રોગો ના ઉપચાર માં પણ ઉપયોગ થાય છે. મેથીદાણા એ એક પ્રકારની જડીબુટ્ટી છે બીમારીના ઉપચારમાં વપરાય છે. મેથીદાણા માં અનેક પોષક તત્વો રહેલા છે. મેથી દાણાના ઘણા ઉપયોગ છે તેને રોગોના ઉપચાર માટે, ત્વચા માટે અને વાળને સુંદર બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. મેથી નો ઉપયોગ સાબુ અને શેમ્પૂ બનાવવામાં પણ કરવામાં આવે છે. મેથીમાં રહેલું એક પ્રકારનું તેલ અને ફોસ્ફરિક એસિડ આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

મેથી દાણા ના ફાયદા

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એક ચમચી મેથી દાણા માં છ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ત્રણ ગ્રામ, ફાઈબર, ત્રણ ગ્રામ પ્રોટીન અને એક ગ્રામ ચરબી હોય છે.

આ ઉપરાંત મેથીમાં આયર્ન, મેંગેનીઝ, મેગ્નેશિયમ જેવા તત્ત્વો પણ રહેલાં છે. મેથી ની તાસીર ગરમ હોવાથી તેનો ઠંડીની સીઝનમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. મેથીનું સેવન કરવાથી પાચન ક્રિયા સરળ બને છે, તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર રહેલું છે. એમાં રહેલું ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ કબજિયાતને દૂર કરે છે અને પાચન સંબંધી સમસ્યાઓથી બચાવે છે.

મેથીની ભાજીનું સેવન કરવું પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. મેથી નો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર અને મુલાયમ બને છે, અને વાળ પણ મજબૂત અને મુલાયમ બને છે. ત્વચા પરના ડાઘ દૂર કરવા માટે મેથી  ખૂબ જ અસરકારક નીવડે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે નાની ઉંમરમાં 500 મિલિગ્રામ મેથીનું સેવન કરવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોન સ્તર વધી જાય છે, જેના કારણે વાળ જાડા આવે છે.

મેથી દાણા ના ફાયદાઓ

મેથીના પાનનો ઉપયોગ વાળ ને કાળા અને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. મેથીની ભાજી ખાવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. મેથીની ભાજી ખાવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન સ્તર વધે છે.

મેથીના અનેક ગણા રોગોમાં ઉપયોગમાં લેવાઇ છે. મેથી દાણા ના ફાયદા એના ફાયદા આ પ્રમાણે છે.

મેથી ના ફાયદા :

ડાયાબિટીઝ :

ડાયાબિટીઝ ના દર્દીઓ માટેના ઉપચાર માં રોજ રાત્રે બે ચમચી મેથી દાણાને પલાળવા, સવારમાં પલાળેલા મેથી દાણાને મસળી ને પછી એ પાણીને ગાળી લેવું, અને એ પાણી પીવું એક મહિના સુધી નિયમિત આ ઉપાય કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો મળે છે, પેશાબમાં જતી સુગર ઓછી થઈ જાય છે.

સંધિવામાં  : 

મેથીના દાણાને દળીને તેનો લોટ ઘી માં શેકવો, પછી ગોળ ઘી નો પાક કરીને એને સુખડી ની જેમ તૈયાર કરીને એના લાડુ બનાવી લેવા. એનાથી જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે એના માટે  રોજ સવારે એક લાડુ ખાવો. એનાથી વા કરવાના કારણે જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે, અને વા ના કારણે થતા દુખાવામાં પણ રાહત મળે છે. મેથીદાણા એ સંધિ વા માટે શ્રેષ્ઠ ઉપાય છે.

માસિક સંબંધી સમસ્યાઓમાં : 

ઘણી મહિલાઓ માસિક સંબંધી થતી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન હોય છે. ઋતુસ્ત્રાવ ને એસ્ટ્રોજન નામનું એક હોર્મોન નિયંત્રિત કરે છે, માટે જ મીથી એમાં ખૂબ જ ફાયદાકારક છે કારણ કે મેથીમા એસ્ટ્રોજનનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં રહેલું છે.

ઋતુસ્ત્રાવ સમયની સમસ્યાઓને દૂર કરવા માટે સવારે નરણા કોઠે એકથી બે ગ્રામ જેટલા મેથી દાણા ખાવા જોઈએ. એનાથી ખૂબ જ ફાયદો મળે છે.

ત્વચા સંબંધિત રોગોમાં ઉપયોગી  : 

ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે મેથી દાણા નો લેપ બનાવીને લગાવવો જોઈએ. એનાથી દાદર, ખંજવાળ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે  : 

જો તમને પણ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમે પણ મેથી દાણાનો ઉપયોગ ચોક્કસ કરો. મેથી એ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે, એના માટે દરરોજ એકથી બે ગ્રામ મેથીના દાણા ચાવીને પછી પાણી પી જવાનું રાખો આ ઉપાય નિયમિત કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપાયથી થોડા જ દિવસમાં તમને ફાયદો જણાશે.

સ્ત્રીઓ માટે ઉપયોગી  : 

મેથીદાણા એ પ્રસુતા સ્ત્રીઓ માટે પણ એક ઉત્તમ ઔષધ છે. એના માટે એક વાટકી મેથી ના લોટ ને રાત્રે દૂધમાં પલાળી રાખવો. ત્યારબાદ સવારમાં એક વાસણમાં ઘી ગરમ કરીને તેમાં દૂધમાં પલાળી લો મેથીનો લોટ નાખી ને હલાવીને મિક્સ કરીને ગેસ બંધ કરી લેવો. ત્યાર પછી તેમાં ગોળ મિક્સ કરીને પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવું, એનાથી ધાવણ સારા પ્રમાણમાં આવે છે.

ખરતા વાળ રોકવા માટે :

એકથી બે ચમચી મેથી દાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારમાં તેને ક્રશ કરી લેવું, ત્યાર બાદ એમાં ઑલિવ ઑઇલ અને દહીં મિક્સ કરવું. આ પેસ્ટને વાળના મૂળમાં લગાવી ત્યારબાદ ૩૦ મિનિટ સુધી રહેવા દેવું. ત્રીસ મિનિટ બાદ શેમ્પૂથી વાળ ધોઈ લેવા, જો આ અઠવાડિયામાં એક વાર આ પ્રયોગ કરવામાં આવે તો અચૂક ફાયદો મળે છે.

એક વાત ધ્યાનમાં રાખવી કે જેને દહીં માફક ન આવતું હોય એ વ્યક્તિએ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ હતા મેથી દાણા ના ફાયદા અનેક  ઉપયોગ અને ફાયદા અમને આશા છે કે આજની માહિતી આપની જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી નીવડશે.

Leave a Comment