મગફળી ના ફાયદા મગફળી અજીનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે માટે ઉપવાસમાં નું સૌથી વધારે સેવન કરવામાં આવે છે. મગફળી ખાવાથી શરીરમાં સુગરની માત્રા નિયંત્રણમાં રહે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ કાર્બોહાઈડ્રેટ ખોરાક પછી થોડા દાણા મગફળીના ખાવામાં આવે તો સુગર નિયંત્રણમાં રહે છે.
પલાળેલી મગફળી ના 20 કે 25 દાણા નિયમિત ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. પલાળેલી મગફળીના દાણામાં ઓમેગા-6 ફેટી એસિડ રહેલું છે. જે ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરે છે. મગફળી અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે છે. રોજ સવારે જો એક મુઠી જેટલા પલાળેલા મગફળીના દાણા ગોળ સાથે ખાવામાં આવે તો શરીરમાં ક્યારેય ઊણપ વર્તાતી નથી. સાથે બીજી અનેક બીમારીઓથી પણ છુટકારો મળે છે.
મગફળીમાં વિટામિન ડી 3 ની માત્રા પણ સારા પ્રમાણમાં રહેલી છે જે મગજને સક્રિય રાખે છે. જેનાથી યાદશક્તિ સારી બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરીરની રોગ સામે લડવાની ક્ષમતા વધે છે.
મગફળીના દાણાને ગોળ સાથે ખાવામાં આવે તો તેના સ્વાદમાં વધારો થાય છે. મગફળીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલું હોવાથી તે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે. એક મુઠ્ઠી ચટણી મગફળી રાત્રે પાણીમાં પલાળીને સવારે બાફીને ગોળ સાથે ખાવામાં આવે તો તેના અદભુત ફાયદા મળે છે. તે અનેક રોગોથી છુટકારો અપાવે છે અને લોહીની માત્રા વધારે છે.
ઉપરાંત કોલેસ્ટ્રોલ નિયંત્રણ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. કોલેસ્ટરોલના પ્રમાણમાં 5.1 % નો ઘટાડો આવે છે. ઉપરાંત lipoprotein કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ 7.4 % વધે છે. મગફળીમાં ફાઈબરનુ પણ સારુ ના પ્રમાણ રહેલું હોવાથી પાચન શક્તિમાં પણ વધારો કરે છે. એનાથી કબજિયાતથી છૂટકારો મળે છે અને ગેસ અને એસીડીટીની સમસ્યામાં પણ રાહત મળે છે.
જો સવારમાં પલાળેલી મગફળીના દાણા બાળકોને ખવડાવવામાં આવે તો યાદશક્તિ તેજ બને છે અને આંખોની રોશની પણ વધે છે. સાથે જ લોહીની ઉણપ પણ દૂર થાય છે મગફળી થી શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા બની રહે છે કારણ કે મગફળીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, આયર્ન ના ગુણો ભરપૂર માત્રામાં રહેલાં છે.
ઉપરાંત મગફળી ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં ફોલિક એસિડ ખૂબ સારા પ્રમાણમાં રહેલું છે. ગર્ભાવસ્થામાં શિશુના વિકાસમાં મદદરૂપ થાય છે. અઠવાડિયામાં પાંચ દિવસ મગફળીના દાણા નિયમિત ખાવામાં આવે તો હ્રદય રોગમાં પણ રક્ષણ મળે છે. મગફળીમાં રહેલું ટેસ્ટોફેન મૂડ સારો રાખે છે. માટે જ જો ખારી સીંગ ખાવામાં આવે તો તરત મૂડ પણ સારો થઈ જાય છે.
મગફળી ખાવાથી ભૂખ દૂર થાય છે. જો તેને નિયમિત કરવામાં આવે તો કેન્સર સામે પણ રક્ષણ મળે છે. મહિલાઓએ મગફળીનું નિયમિત સેવન કરવું જોઈએ. મગફળી માં રહેલા આયર્ન, કેલ્શિયમ, ઝીંક, એન્ટી ઓક્સિડેન્ટ શરીરને કેન્સરના સેલ સામે લડવામાં સહાયક બને છે. ડાયાબિટીસની બીમારીમાં પણ રક્ષણ આપે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
ઉપરાંત લોહી માત્ર વધારવામાં અને હિમોગ્લોબિન વધારવા માટે ફાયદાકારક છે. મગફળીને ગોળ સાથે ખાવાથી શરીરમાં લોહીની માત્રા વધે છે. જેને લોહીને લગતી કોઈપણ સમસ્યા હોય તો મગફળી અને ગોળનું સેવન કરવું જોઈએ. મગફળી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ સારી માત્રામાં રહેલું છે. જો સારી ત્વચા માટે અને સ્વસ્થ કોશિકાઓ માટે જરૂરી છે.
મગફળીમાં રહેલું પ્રોટીન, ફાઇબર, ખનીજ, વિટામિન, એન્ટી ઓક્સિડેન્ટ પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. જેના કારણે ત્વચા હંમેશા સુંદર રહે છે. ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે મગફળી આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એમાં બીટાકેરોટિન રહેલું છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
મગફળીમાં ગુડ ફેટ રહેલું છે માટે તે વજન ઘટાડવામાં ઉપયોગી બને છે. મગફળી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં રાખે છે માટે નિષ્ણાંતો માખણ ની જગ્યાએ પીનટ બટર ખાવાની સલાહ આપે છે. બાળકોને નિયમિત ખવરાવામાં આવે તો યાદશક્તિમાં વધારો થાય છે. એટલું જ નહીં સ્નાયુ મજબૂત થાય છે. હૃદયની બીમારીથી છુટકારો અપાવે છે, લોહીના સર્ક્યુલેશનને પણ નિયમિત રાખે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતીને અપનાવીને તમે પણ ફાયદો મેળવશો..