om mantra
આજે આપણે જોઇશું, બ્રહ્માંડના સૌથી શક્તિશાળી એક શબ્દ વિષે જે શબ્દને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ધાર્મિક સ્થાન આપવામાં આવ્યું છે. એવા ૐ વિશે. ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિનું પ્રતીક, ઓમ વગર હિન્દુ ધર્મશાસ્ત્રમાં બધું જ અધૂરુ માનવામાં આવે છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી આજ દિવસ સુધી લગભગ દરેક ધર્મમાં ઓમકારનું પોતાનું મહત્વ દર્શાવવામાં આવ્યુ છે.
આપણા હિન્દુધર્મમાં કોઈપણ દેવી-દેવતાની પૂજા હોય તેમાં શબ્દનું ઉચ્ચારણ સૌથી પહેલાં કરવામાં આવે છે. ૐ એક માત્ર શબ્દ નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડનો સાર છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને અતિ પ્રિય શબ્દ માનવામાં આવ્યો છે, કહેવામાં આવ્યું છે કે, સંસારની રચના પહેલા જે કુદરતી ધ્વનિ ગુંજતો હતો તે ઓમકારનો છે અને સંસારના વિનાશ પછી પણ ઓમકારનો ઉચ્ચાર જ કાયમ ગુંજતા રહેશે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઓમ શબ્દના ઉચ્ચારણ થી નીકળતી ધ્વનિ આપણા મનને શાંત કરે છે. ૐ શબ્દના ઉચ્ચારણ થી શરીરના ઘણા બધા રોગ દૂર થાય છે. પરંતુ આ માટે ૐ શબ્દનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરવું ખૂબ જ જરૂરી છે. આપણા હિન્દુ બૌદ્ધ, શીખ અને જૈન ધર્મમાં શબ્દને ખૂબ જ પ્રભાવિત પવિત્ર પ્રતીક માનવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, આજનો વ્યક્તિ જ્યારે થાકી જાય છે અને બધા દુઃખોથી ઘેરાઈ જાય છે ત્યારે મનની શાંતિ માટે ધ્યાન અને પ્રાણાયામ જેવા રસ્તા નો આશરો લે છે.
જેમાં તે ઓમકારના જાપથી ખૂબ જ લાભ પ્રાપ્ત કરે છે. ઓમ્ શબ્દ ત્રણ અક્ષરોનો મળીને બનેલો છે જેવો કે ‘અ, ઉ, અને મ.’ જેમાં ‘અ’ એટલે ઉત્પન્ન થવું, ‘ઉ’એટલે ઊઠવું અને ઉડવું, અને ‘મ’એટલે મૌન થવું, મૌન થવું જેને બ્રહ્માંડમાં લીન થવું કહી શકાય છે.
આપણા ધર્મમાં કોઇપણ પ્રસંગની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવતી હોય છે. જેમાં શરૂઆતમાં ઓમકારનો ઉચ્ચાર કરવામાં આવે છે, ૐ ના ઉચ્ચારણ આપણા માનસિક આંતરિક, બૌદ્ધિક અને સર્વાંગી વિકાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તો આજે અમે તમને ઓમના જાપ કેવી રીતે કરવા અને એનાથી કયા ફાયદા પ્રાપ્ત થાય છે એના વિશે જણાવીશું.
ઓમકાર ના ફાયદા | om mantra | om namah shivaya | om mantra na fayda
1. ઓમકારના જાપ વહેલી તમારે પવિત્ર થઈને અથવા રાત્રે સુતા પહેલા કોઈપણ સમયે, કોઇપણ સ્થિતિમાં, શાંત જગ્યાએ બેસીને કરી શકાય છે.
2. ઓમકારના જાપ કરતી વખતે આસન પર પૂર્વાભિમુખ બેસીને જાપ કરવામાં આવે તો ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે.
3. ઓમકારના જાપ કરતી વખતે આંખ સંપૂર્ણ બંધ કરી, ઊંડો શ્વાસ લઇને, તે શ્વાસ છોડતાં બોલવાનું શરૂ કરવું. આ સાથે ધ્વનિ કંપનને અનુભવીને આ કંપન ઉપરની તરફ આગળ વધે છે, તેવું અનુભવવું જોઈએ. ત્યારબાદ ધીમેધીમે આ કંપન ગળા સુધી અનુભવો અને ગળામાં પહોંચતા ધ્વનિને મોઢા માં પરિવર્તિત કરવો.
4. ઓમકારના જાપ તમે પદ્માસન, સુખાસન, વજ્રાસન જેવા આસનમાં બેસીને પણ કરી શકો છો.
5. દિવસમાં સમયની અનુકૂળતા પ્રમાણે તમે 5,7,11 કે21 વખતે ઓમકારના જાપ કરી શકો છો.
6. આ જાપ કરતા સમયે હાથમાં માળા પણ ફેરવી શકાય છે.
હવે તમને ઓમકારના જાપ કરવાથી થતા આધ્યાત્મિક મહત્વ વિશે એટલે કે એના ફાયદા વિશે જણાવીશું.
1. દરરોજ ઓમકારના જાપ કે ઈશ્વરના સાનિધ્યનો અનુભવ થાય છે.
2. દરરોજ મંત્રનો જાપ કરવાથી તમારી ભગવાન પરની શ્રદ્ધા મજબૂત થાય છે, અને ભગવાન ની નિકટતા અનુભવી શકાય છે.
3. દરરોજ મંત્રનો જાપ કરવાથી અને ઓમકારને સારી રીતે જાણ્યા પછી વ્યક્તિ દુનિયાની બાબતો ભૂલીને પોતાના લક્ષ્ય તરફ વધુ ધ્યાન આપવા લાગે છે.
4 આ જાપ કરવાથી માણસને પોતાના મૃત્યુનો ડર દૂર થઈ જાય છે.
5. ઓમકારના જાપ કરવાથી વ્યક્તિ પોતાની અંદર છુપાયેલા ભયથી મુક્ત થાય છે.
6. ધાર્મિક બાબત જોવામાં આવે તો ઓમ શબ્દમાં ત્રણ દેવ નો વાસ રહેલો છે, માટે બધા જ મંત્ર ની શરૂઆત ૐ થી થાય છે. જેવાકે ૐ નમઃ શિવાય, ૐ નમો ભગવતે વાસુદેવાય વગેરે.
7. ઓમકાર જીવનને તંદુરસ્ત બનાવવા નો ઉત્તમ માર્ગ છે.
8. શરીરમાં રહેલી બીમારીઓ જેવી કે હૃદયરોગ, બ્લડપ્રેશર હૃદય સંબંધિત અન્ય બીમારીઓને નિયંત્રણમાં રાખે છે. ઓમકારના જાપ કરવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે સાથે આંખોમાં તેજ પણ વધે છે, ઓમકાર જાપ કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે.સાથે જ કંપનના લીધે કરોડરજ્જુ પણ મજબુત બને છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
આ પણ વાચો :- તુલસીજીના આ ઉપાય કરવાથી ઘરમાં આવશે અખૂટ ધન જાણો
અમને આશા છે કે, આજની દરેક વ્યક્તિને સંબંધિત એવી ઓમકાર વિશેની અતિ મહત્વની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે