ડુંગળી કાપતી વખતે આંસુ કેમ નીકળે છે ડુંગળી ખાવાના અનેક ઘણા ફાયદા છે. પરંતુ જ્યારે એને સમારીએ ત્યારે બળતરા થાય છે, આંસુ નીકળે છે. જેના કારણે હાલત ખરાબ થઈ જતી હોય છે. ઘણી ડુંગળી ખૂબ કડવી પણ હોય છે. ડુંગળીનો ઉપયોગ કરવાથી વાનગીનો સ્વાદ વધી જાય છે. દાળ અને શાકનો વઘાર કરવા માટે ડુંગળીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ડુંગળીના ભાવમાં વધારો થાય તો પણ ડુંગળીનો ઉપયોગ થતો નથી. સલાડ તરીકે પણ ડુંગળીને લોકો ખૂબ જ પસંદ કરે છે. પરંતુ એને સમારવામાં આવે ત્યારે ખૂબ જ આંસુ નીકળે છે.
પુરુષો મોટાભાગે ડુંગળી સમારવાથી બચતા હોય છે. પરંતુ મહિલાઓને તો રસોઈ બનાવવા માટે ડુંગળી સમારવી જ પડતી હોય છે. ડુંગળી સમારતી વખતે તમને પણ બળતરા થતી હોય આંસુ નીકળતા હોય તો આજે અમે જે ઉપાય જણાવી એને અજમાવી જુઓ. આ ઉપાય તમને ખૂબ જ ઉપયોગી થશે.
ડુંગળી સમારતી વખતે આંસુ કેમ નીકળે છે ?
વાસ્તવિક રીતે ડુંગળીમાં સિન્થેસ નામના એન્ઝાઈમ રહેલા છે. જ્યારે ડુંગળી સમાવવામાં આવે છે ત્યારે આઇન્સ્ટાઇનના કારણે આંખમાંથી આંસુ નીકળતા હોય છે. એના કારણે આંખોમાં બળતરા પણ થાય છે અને આંસુ નીકળે છે.
ડુંગળી અનેક લેયરની બનેલી હોય છે. તેમાં એક સાઈન-પ્રોપેંથિયલ-એસ-ઓક્સાઈડ નામનું રસાયણ હોય છે. આ કેમિકલને કારણે ડુંગળી કાપતી વખતે આંખોની લેક્રાઈમલ ગ્લેંડ ઉત્તેજીત થાય છે અને તેનાથી આંસુ આવે છે.
આ પહેલા વૈજ્ઞાનિકોને લાગતુ હતું કે ડુંગળીમાં રહેલા એલીનેસ નામના એન્ઝાઈમના કારણે આંસુ આવે છે પણ એક રિસર્ચમાં સામે આવ્યું કે તેમાં લેક્રાઈમેટ્રી-ફેક્ટર સિન્થેસ નામનું એન્ઝાઈમ હોય છે. આ દ્રવ્ય ડુંગળીના એમિનો એસિડને સલ્ફેનિક એસિડમાં ફેરવી નાખે છે.
સાથે જ સલ્ફેનિક એસિડ, સાઈન- પ્રોપેંથિયલ-એસ-ઓક્સાઈડમાં બદલાઈ જાય છે. આ સાઈન-પ્રોપેંથિયલ-એસ-ઓક્સાઈડ હવાના માધ્યમથી આપણી આંખના સંપર્કમાં આવે છે. ત્યારે આપણી આંખમાં બળતરા થાય છે અને આંસુ પણ નીકળે છે.
ડુંગળી સમારતી વખતે અપનાવો આ ઘરેલુ ઉપાયો
1. ડુંગળીને પાણીમાં નાખીને સમારતી જોઇએ.
જ્યારે તમે ડુંગળીને પાણીમાં નાખીને કાપો છો ત્યારે એની બાષ્પ બનવાની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. જેનાથી ડુંગળી માં રહેલા સિન્થેસ નામના એન્જાઇમ પણ નાશ પામે છે. એવા સમયે આંસુ નીકળતા નથી.
2. ડુંગળી સમારતા પહેલાં પાણીમાં પલાળી લેવી .
ડુંગળી ના છોતરા કાઢી ને પાંચ મિનિટ સુધી અને પાણીમાં પલાળી રાખવી જોઈએ. જેના કારણે ડુંગળી માંથી એસિડિક એન્ઝાઇમ રિલીઝ થતા નથી. એના પછી જ્યારે ડુંગળી સાંભળવામાં આવે છે ત્યારે બળતરા થતી નથી અને આંસુ પણ નીકળતા નથી.
3. ગરમ પાણીમાં ડુંગળી નાંખીને સમારવી જોઈએ.
એક મોટા બાઉલમાં ગરમ પાણી લેવું. તેમાં ડુંગળી નાખીને સમાવવી જોઇએ. જેના કારણે એન્જાઈમ બાષ્પ બનીને નીકળતી નથી. માટે આંખો સુધી પણ પહોંચી નથી. જેના કારણે આંખોની બળતરા પણ ઓછી થાય છે, અને આંસુ પણ નીકળતા નથી.
4. ચ્યુઈંગમ ચાવતા-ચાવતા ડુંગળી સમારવી જોઈએ.
આ ઉપાય તમને થોડો અજીબ લાગશે પરંતુ, મોઢામાં એક ચ્યુઈંગમ રાખીને ચાવવી જોઈએ. સાથે મોઢાથી શ્વાસ લેવો. જેના કારણે નીકળતી બાદ નાક દ્વારા ઓછા પ્રમાણમાં અંદર જાય છે. જ્યારે તમે આ ઉપાયો અજમાવો છો ત્યારે એન્ઝાઈમ નું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય છે.
5. ડુંગળી સમારતી વખતે મીણબત્તી સળગાવી લેવી જોઈએ
જ્યારે તમે ડુંગળી તમારો ત્યારે એક મીણબત્તી સળગાવી લેવી જોઈએ. તેમાંથી નીકળતી ગરમી ના કારણે ડુંગળીમાં રહેલા એન્જાઇમ એસિડ આંખોના લેક્રીમલલેન્ડ સુધી પહોચી શકતા નથી. એનાથી આંખોમાં બળતરા પણ થતી નથી અને આંખો પણ નીકળતા નથી.
6. વિનેગર નો ઉપયોગ કરવો
જ્યારે પણ તમારી ડુંગળી કાપવી હોય ત્યારે, એક વાસણમાં પાણી ભરીને રાખી દેવું. જેમાં તમારે એક – બે ચમચી વ્હાઇટ વિનેગર નાખીને થોડીવાર માટે રહેવા દેવું. ત્યાર પછી ડુંગળી સમારવી જોઈએ. જેનાથી બળતરા અને આંખોમાંથી નીકળતા આંસુ થી છુટકારો મળે છે.
7. સ્ટીમ પાસે ડુંગળી સમારવી
જો તમારા ઘરમાં સ્ટીમર છે તો ડુંગળી સમાર્યા પહેલા તેને ઓન કરી લો. ઉકાળેલા પાણી પાસે જો તમે ડુંગળી સમારો છો તો પણ તમારી આંખમાં પાણી નહી આવે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
અમને આશા છે કે,તમારા સુધી પહોંચાડેલી આજની મહત્વપૂર્ણ માહિતી આપવાની જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.