પનીર ભુરજી બનાવવાની રીત

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji -પનીર મસાલા બનાવવાની રીત

પનીર ભુરજી ની રેસિપી

પનીર ભુરજી સ્વાદિષ્ટ, બનાવવામાં સરળ અને જલ્દી બની જતું પનીરનું શાક છે. પનીર ભુરજી ઈંડા ભુરજીથી પ્રેરિત શાક છે જે સ્વાદ અને બનાવટમાં સરળ છે પણ આ એક શાકાહારી વ્યંજન છે અને તેને પનીરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. છીણેલા પનીરની સાથે એમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ અને ભારતીય મસાલા પણ નાખવા આવે છે. તો ચાલો આજે આ સરળ રેસીપીની મદદથી આ શાક બનાવતા શીખીએ
તૈયારી પહેલાનો સમય-10 મિનિટ
રાંધવાનો સમય- 15 મિનિટ
કેટલા લોકો માટે-3

પનીર ભુરજી

સામગ્રી

250 ગ્રામ છીણેલું પનીર
1 નાની ચમચી વાટેલું આદુ
3 4 કળી વાટેલું લસણ
1 ઝીણું સમારેલું લીલું મરચું
2 મીડીયમ સાઈઝ ડુંગળી ઝીણી સમારેલી
1 મીડીયમ સાઈઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ
1/4 નાની ચમચી ગરમ મસાલો
1/4 ચમચી હળદર
1/4 નાની ચમચી લાલ મરચું
1 નાની ચમચી ધાણાજીરું
2 મોટી ચમચી દૂધ
1 નાની ચમચી લીંબુનો રસ
દોઢ ટેબલસ્પૂન તેલ
કોથમીર ઝીણી સમારેલી

પનીર ભુરજી બનાવવાની રીત

એક પેનમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો. એમાં જીરું નાખો. જીરું ગોલ્ડન થાય એટલે એમાં વાટેલું આદુ, લસણ અને ઝીણા સમારેલા મરચા નાખીને સાંતળો
એ પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો

તેમાં ઝીણા સમારેલા ટામેટાં અને કેપ્સીકમ નાખોં. ટામેટાં નરમ થાય ત્યાં સુધી તેને રાંધવા દો, તેમાં લગભગ ૨-૩ મિનિટનો સમય લાગશે.

ટામેટા ચડી જાય એટલે એમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરો.હવે તેમાં દૂધ નાખોં.

આ બધું જ મિક્સચર સારી રીતે ભેળવી લો અને એને એકાદ મિનિટ સુધી રાંધી લો

ત્યારબાદ તેમાં છીણેલું પનીર અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરો. આ મિશ્રણને ૩-૪ મિનિટ સુધી પકાવો, મિશ્રણ પેન સાથે ચોંટી ન જાય એ માટે વચ્ચે વચ્ચે ચમચાથી હલાવતા રહો.

એ બાદ ગેસ કરી લો, અને તૈયાર છે પનીર ભુરજી હવે તેને પીરસવાના બાઉલમાં કાઢો અને લીલા ધાણાથી સજાવીને પરોઠા અથવા રોટલીની સાથે પીરસો.

કેટલીક ટિપ્સ

શાક બળી ન જાય અને ચોંટી ન જાય એ માટે નોનસ્ટિક પેન અથવા જાડા તળિયાવાળી કડાઈનો ઉપયોગ કરો.
આ સરળ રેસીપીમાં પનીરની બદલે તમે ટોફુંનો ઉપયોગ પણ કરી શકો છો.
આ શાકના વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં ૧/૨ ટીસ્પૂન કસૂરી મેથી પણ નાખી શકો છે પીરસવાની રીત: આ શાક નાન, પરોઠા, રોટલી અને રૂમાલી રોટીની સાથે બપોરે કે પછી સાંજના ભોજનમાં પીરસી શકો છો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

આ પણ વાચો :- મસાલા ખીચડી બનાવવાની રીત

 

1 thought on “પનીર ભુરજી બનાવવાની રીત”

Leave a Comment