આ ચાર કામ કર્યા પછી પૂજામાં ભૂલથી પણ બેસવું જોઈએ નહી તો

આપણે બધા દરરોજ ભગવાનને યાદ કરીએ છીએ.અને સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા-અર્ચના કરીએ છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજા કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો આવો આજે અમે તમને એ બાબતો વિશે જણાવીએ લોકો પૂજા કરવા બેસે છે પરંતુ પૂજા સમયે કેટલીક એવી ભૂલો પણ કરે છે જેના કારણે તેમને ફળ મળવાને બદલે ભગવાનના પાપનું ભાગીદાર બનવું પડે છે.

ધર્મ ગ્રંથોમાં પૂજા પાઠ સંબંધિત ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાતો વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન ન રાખવામાં આવે તો પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તેની સાથે જ તમારી પૂજા માન્ય ગણાતી નથી. માટે દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. જો તમે કેટલીક ભૂલ કરો છો તો માનવામાં આવે છે કે, તમારા શુભફળના સ્થાને દેવી-દેવતાઓના ક્રોધના ભાગીદાર બનવું પડી શકે છે.

વરાહપુરાણ ના અધ્યાય 217 માં ભગવાનની નિયમિત પૂજા કરવા માટેના કેટલાક નિયમો દર્શાવવામાં આવેલા છે જે પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ.

pooja

1. જ્યારે પણ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સૌથી પહેલા કપડાં પર ધ્યાન આપવું જોઈએ. પૂજા કરતી વખતે કોઈપણ વ્યક્તિએ ભુલથી વાદળી કે કાળા રંગના વસ્ત્રો પહેરવા જોઇએ નહીં.

2. વરાહ પુરાણમાં જણાવ્યા પ્રમાણે જો તમે અંતિમયાત્રામાં થી આવી રહ્યા હોવ તો ભૂલથી પણ ક્યારેય સ્નાન કર્યા વગર ભગવાનની પૂજા-અર્ચના કરવી જોઈએ નહીં.

3. જો તમારા ઘરમાં કોઈ કારણસર ઝઘડો થયો હોય અથવા તમે ગુસ્સામાં છો તો તે સમયે ભગવાનની પૂજા કરવી જોઈએ નહીં. ક્રોધમાં ભગવાન ભજવાથી ભગવાન નારાજ થાય છે.

4. જો કોઈપણ કારણસર ઘરની લાઈટ જતી રહી હોય અથવા મંદિરમાં અંધારું થઈ ગયું હોય તો એ સમયે ભગવાનની મૂર્તિને હાથ લગાડવો જોઈએ નહીં. અંધારામાં ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો એ મહાપાપ માનવામાં આવે છે.

આ સિવાય પણ અમુક એવી બાબતો છે જેનું પૂજા કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ. જે આ મુજબ છે.

કોઇ પણ દેવી-દેવતાની પૂજા કરતી વખતે આ વાતનું ધ્યાન ચોક્ક્સપણે રાખવું જોઇએ કે, ક્યા દેવની પૂજામાં શું વર્જિત માનવામાં આવે છે, નહીં તો તમને શુભ ફળની પ્રાપ્તિના સ્થાને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભગવાન શિવની પૂજામાં હળદર, કુમકુમ, તુલસી અને કેતકીના ફૂલ ન ચઢાવવા જોઇએ. આ ઉપરાંત ભગવાન ગણેશની પૂજામાં પણ તુલસી વર્જિત માનવામાં આવે છે. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ ન ચઢાવવા જોઇએ.

pooja thali

પૂજા-પાઠમાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જો કોઇ સ્નાન કર્યા વગર ફૂલ, પાંદડાં તોડીને ભગવાનને અર્પણ કરે છે તો આ પૂજામાં માન્ય રહેશે નહીં. તુલસીના પાન ને ક્યારેય ભૂલથી પણ સ્નાન કર્યા વગર અથવા તો હાથ ધોયા વગર ન તોડવા જોઇએ. આ વાતનું પૂરતું ધ્યાન રાખો કે જ્યાં તમારું પૂજાનું સ્થળ છે, તેના ઉપર કોઇ પણ પ્રકારનો ભારે સામાન અથવા કબાડ રાખવું જોઇએ નહિ.

દેવી-દેવતાઓને તિલક હંમેશા અનામિકા આંગળીથી જ કરવું જોઇએ. જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો હોય તો, તેને ડાબી બાજુ રાખો અને તેલનો દીવો પ્રગટાવ્યો છે તો તેને જમણી બાજુ રાખો. પૂજા બાદ ભગવાનને ભોગ અવશ્ય ચઢાવવો જોઇએ. દેવ-દેવતાઓને ક્યારેય પણ વાસી ફૂલ કે પત્ર અર્પણ કરવું જોઇએ નહિ.

પૂજા કરતી વખતે ઉપયોગમાં ન લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને શાસ્ત્રોમાં પણ કેટલીક ધાતુઓની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાની પણ ના પાડવામાં આવે છે. પૂજામાં સોનુ, ચાંદી, પીત્તળ અને તાંબુ આ ચાર ધાતુ નો જ ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમીનિયમ જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી અને પૂજા કરતી વખતે પણ અમુક વાતનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પૂજાના અમુક નિયમોનું પણ પાલન કરવું જોઈએ.

હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા નો ખુબ મહિમા છે. આપણા જીવનની મોટામાં મોટી સમસ્યા પણ ભગવાનની પૂજા-અર્ચના કરવાથી આવે તો દૂર થાય છે, મનની શાંતિ મળે છે. ભગવાનની પૂજા કરતા હોય ત્યારે પવિત્ર ગણાતી ધાતુ ના વાસણ નો ઉપયોગ કરવો જોઈએ. ભગવાનની પૂજા અર્ચના કરતી વખતે અમુક વાતનો ખાસ ધ્યાન રાખવું જોઈએ.

હિન્દુ ધર્મમાં દરેક દેવી-દેવતાની પૂજાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. તેમાં મોટાભાગે ભગવાનની પૂજા કરતી વખતે મોટાભાગના વ્યક્તિઓ અમુક ભૂલ કરતા હોય છે. પરંતુ આ ભૂલ તેમને ખૂબ જ મોંઘી પડતી હોય છે. ભગવાનની પૂજા કરતી વખતે પવિત્ર ગણાતી એવી ધાતુના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.

ભગવાનની પૂજા કરતી વખતે અમુક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તે ઉપરાંત પૂજા કરતી વખતે અમુક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તે ઉપરાંત પૂજા કઈ રીતે વિશિષ્ટ રીતે કરવી તે વિશે શાસ્ત્રોમાં વિશિષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે પૂજા કરતી વખતે કંઈ ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.
જ્યારે આપણે ભગવાનની પૂજા-અર્ચના કરીએ છીએ. ત્યારે પૂજામાં ચોખા ધરાવવામાં આવે છે. કોઈપણ ભગવાનની પૂજા કરીએ ત્યારે તેમાં ચોખાનો ઉપયોગ કરવામાં જ આવે છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચોખા નો દાણો ખંડિત અથવા તો તૂટેલો હોવો જોઈએ નહીં અને ચોખાનો ઉપયોગ કરતા પહેલાં તેને હળદરથી પીળા કરી દેવામાં આવે છે.

 

Leave a Comment