સાંધાના દુખાવા નો ઈલાજ કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોડામાં એક મહત્વના મસાલા તરીકે થાય છે. આપણા પૂર્વજોએ પૂરા પાડેલા મરી મસાલા અને તેજાના નો યોગ્ય માત્રામાં અને દિવસમાં યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો, અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. એ ત્રિદોષનાશક છે. આપણા શરીરનું બંધારણ જે વાત, પિત્ત અને કફથી થયેલું છે. તે ત્રણેયને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય છે.
કાળા મરીનો ઉપયોગ કરીને નાના મોટા રોગથી બચી શકાય છે. બાળપણમાં એટલે કે બાળકો સવારે ઉઠતાની સાથે નરણા કોઠે, યુવાનો 50થી ઓછી વયના છે તેમણે બપોરે અને એટલે કે મધ્યાહનના સમયે બે થી ચાર વાગ્યાના સમયે અને વૃદ્ધત્વ ધરાવતા એટલે કે 50 વર્ષથી વધુ વયના લોકોએ સાંજે સૂર્ય આથમતાની સાથે બેથી પાંચ મરીના દાણા ગળી જવા જોઈએ.
કાળા મરી ખાવા અથવા તેનું ચૂર્ણ ખાવું પરંતુ તે થોડું મુશ્કેલ થઈ શકે છે. પરંતુ જો તે દવાની જેમ તેને ગળી જવામાં આવે તો એ સરળ રહે છે. શરીરના વાત, પિત, કફ ને નિયંત્રણમાં રાખે છે. તો ચાલો આપણે મરી ના ફાયદા વિશે જાણીએ.
સાંધાના દુખાવા નો ઈલાજ | ઢીંચણ ના દુખાવા ની દવા | દુખાવાની દવા
સાંધાનો દુખાવા નું મુખ્ય કારણ વાત નો પ્રકોપ છે અને બીજું કારણ યુરિક એસિડ વધુ થઈ જવું તે છે. જેની ગઠીયા પણ કહેવામાં આવે છે. આ બંને ઉપર કાળા મરી ખાવાથી ખૂબ જ ફાયદો મળે છે. આયુર્વેદિક જણાવે છે કે, શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થાય તો તે જગ્યાએ વાત દોષ જરૂર હોય છે.
કાળા મરી વાત દોષનું શમન કરે છે. જેના કારણે વાયુના રોગ ને ઓછો કરવા માટે મદદ રૂપ થાય છે. યુરિક એસિડ વધી જવાના કારણે થનારા ગઠિયાના દુખાવામાં પણ લાભ મળે છે.
દહીં
દૂધમાં ખૂબ વધારે માત્રામાં કેલ્શિયમ રહેલું છે. જે આપણા નબળા પડી ગયેલા હાડકાને મજબૂત બનાવે છે. માટે હંમેશા રાત્રીના ભોજન પછી એક ગ્લાસ દૂધનું સેવન કરવુ જોઇએ. જેથી હાડકાંને પૂરતું કૅલ્શિયમ મળી રહે. નાના બાળકોને તો ખાસ દૂધ પીવું જોઈએ. જેથી નાની ઉમરે જ તેમના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત બાળકોને શારીરિક વિકાસમાં પણ ફાયદો મળે છે.
કપૂર હોય તો તેને નારિયેળ તેલની અંદર નાખીને થોડું હલાવીને મિક્સ કરીને પછી માલિશ કરવી. એનાથી દુખાવામાં ખૂબ જ ઝડપથી છુટકારો મળે છે. એ ઉપરાંત સાંધાનો દુખાવો થતો હોય કે, ગોટલા ચડી ગયા હોય તો પણ તરત જ ઊતરી જાય છે.
ગેસ નો ઉપચાર
કાળા મરી ની પ્રકૃતિ ગરમ છે અને ગરમ પ્રકૃતિની વસ્તુ વાયુનું શમન કરે છે. પેટમાં ઉત્પન્ન થનાર ગેસ વાયુ દોષની ઉત્પત્તિ કરે છે અને કાળા મરીનો ઉપયોગ વાયુ ને શાંત કરવા માટે કરવામાં આવે છે અને આયુર્વેદીક દવાઓમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. માટે બે દાણા કાળા મરીનું સેવન રોજ સવારે ખાલી પેટે પાણી સાથે કરવામાં આવે તો, ગેસ નો જુનામાં જુનો રોગ પણ સારો થાય છે.
વાયરલ તાવ
કાળા મરીમાં પેપરિન નામનું તત્ત્વ રહેલું છે. જે ખૂબ જ સારું કિટાણુનાશક તત્વ છે. તે મેલેરિયા અને બીજા વાઈરલ તાવમાં ખૂબ જ સારી અસર કરે છે. તે કિટાણું નો નાશ કરવામાં ખૂબ જ પ્રભાવશાળી સાબિત થાય છે. કાળા મરીના 2 દાણા તુલસીના પાનની સાથે ખાવામાં આવે તો બધી જ પ્રકારની વાયરલ બીમારીઓમાં ખૂબ જ લાભ મળે છે. કારણ કે, તે બંને વાયરલ નાશક છે અને આ બંને એક સાથે ખાવાથી કાળા મરી અને તુલસી બંનેના વાયરલ ના ગુણો અનેક ગણા વધી જાય છે.
મેટાબોલિઝમને વ્યવસ્થિત કરે છે
કાળામરી પાચનક્રિયાને નિયંત્રણમાં રાખવાની અદભૂત શક્તિ ધરાવે છે. તે મેટાબોલિઝમને પણ વ્યવસ્થિત કરે છે. શરીરમાં મેટાબોલિઝમ ખરાબ થવાના મુખ્ય લક્ષણોમાંનું એક છે, શરીરનો મોટાપો. માટે કાળા મરીના 2 દાણા ખાવા જોઈએ. એનાથી શરીર પર વધારાની ચરબી જમા થતી નથી. જેનાથી અનેક સમસ્યાઓ થી બચી શકાય છે.
આંખોની રોશની વધે છે
અડધી ચમચી કાળા મરીનો પાવડર ઘી સાથે મિક્સ કરીને ખાવો જોઈએ. એનું નિયમિત સેવન કરવાથી આંખોની રોશની વધે છે.
દાદર, ખંજવાળમાં રાહત મળે છે
કાળામરી વાટીને ઘી મિક્સ કરીને લગાવવાથી દાદર, ખસ અને ખંજવાળમાં રાહત મળે છે.
ઓડકાર અને ઉલ્ટીમાં રાહત મળે છે
લીંબુ અને કાળા મરી પાવડર સાથે સિંધાલૂણ ચૂસવાથી ઓડકાર, ઉલ્ટીમાં રાહત મળે છે.
ફેફસા અને શ્વાસ સંબંધિત રોગોમાં રાહત મળે છે
કાળી મરીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને આ મિશ્રણને સવાર-સાંજ લેવાથી ફેફસા અને શ્વાસના રોગોમાં રાહત મળે છે.
ત્વચાની એલર્જી દૂર થાય છે
ઘણા લોકોમાં કફ અને વાયુદોષને વધી જવાના કારણે સ્કિન પર એલર્જી થવા લાગે છે. ઘણી વખત લાલ ચકામા પડે છે આ સમયે બે દાણા કાળા મરી ખાવાથી ખૂબ જ લાભ મળે છે. તેની સાથે અડધી ચમચી હળદરના પાવડરનું પણ સેવન કરવામાં આવે તો બમણો લાભ પ્રાપ્ત થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાચો :- સાત દિવસમાં લોહી વધારવા માટે કરો આ ઘરેલું ઉપાય
અમને આશા છે કે આજની માહિતી સાંધાના દુખાવા નો ઈલાજ તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.
1 thought on “સાંધાના દુખાવા નો ઈલાજ, ગેસ દુખાવો થઈ જશે દૂર માત્ર કરો આ ઉપચાર”