લોહી જામી જવાથી સ્વાસ્થ્યને થાય છે આ ગંભીર નુકસાન જાણો

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે ખાવા-પીવાની, વ્યાયામ કરવાનો સમય નથી હોતો. આવી પરિસ્થિતિમાં બીમાર થવું પણ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે. આ બધી જ બીમારીઓ લોહીની વિસંગતતા કારણભૂત હોય છે. જેમાં ઘણી વાર લોહી જામી જવાની સમસ્યા થતી હોય છે. તમને જણાવી દઈએ કે લોહી જામી જવું એનાથી અનેક પ્રકારની ગંભીર બિમારીઓ જન્મે શકાય છે. એનાથી હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક વગેરેનો ખતરો વધી શકે છે, માટે શરીરને સ્વસ્થ રાખવા માટે લોહીને પાતળું રાખવું જરૂરી છે.

શરીર પર કોઈ ઈજા થાય એ સ્થિતિમાં લોહીનું ગંઠાવું જરૂરી છે. કારણ કે શરીરમાંથી થતા વધુ રક્તસ્ત્રાવની અટકાવે છે પરંતુ જ્યારે શરીરની અંદર નસોમાં લોહી જાડુ થવા લાગે છે. ત્યારે ઘણું ગંભીર બની શકે છે આ સમસ્યા વધુ થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. શરીરના બધા જ ભાગમાં યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજન ની આવશ્યકતા હોય છે. શરીરના બધા ભાગો સુધી પહોંચાડવાનું કામ લોહી દ્વારા જ થાય છે. એવામાં લોહીનું જામી જવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આજકાલ ઘણા બધા લોકો લોહી ગંઠાઈ જવાની સમસ્યા પીડાઈ રહ્યા હોય છે, માટે ક્યાંક ને ક્યાંક આપણી ખરાબ ખાણીપીણી અને ખોટી જીવનશૈલી પણ એના માટે જવાબદાર છે, માટે અમે આજે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવીશું જેના દ્વારા તમે આ સમસ્યાથી બચી શકો છો.

લોહી જામી જવાના લક્ષણો 

જ્યારે શરીરમાં લોહી જામી જવા લાગે છે. ત્યારે ઘણાં લક્ષણો અનુભવાય છે. જેમ કે આંખો ઝાંખું દેખાવું, ચક્કર આવવા, વધુ માસિક સ્ત્રાવ થવો, ગાંઠિયો વા, સંધિવા, માથાનો દુખાવો, બ્લડ પ્રેશર અને ત્વચા પર ખંજવાળ આવવી વગેરે નો સમાવેશ થાય છે. ઘણા લોકોને લોહી પાતળું કરવા માટે દવા પણ લેતા હોય છે. પરંતુ જો તમે ઈચ્છો છો તો તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને લોહી પાતળું કરી શકો છો તો ચાલો એ ઉપાયો વિશે જાણીએ.

હળદર 

હળદર માં કુદરતી ઔષધિ ગુણ રહેલા છે. આ બ્લડ ક્લોટિંગ ને રોકવામાં ખુબ જ મદદરૂપ થાય છે. અઠવાડિયામાં બે-ત્રણવાર હળદરવાળું દૂધ પીવું જોઇએ. કાચી હળદરનું સેવન કરવાથી પણ લોહી પાતળું થાય છે. હળદર શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે કારણ કે, તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે.

આદુ 

આદુ લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે. આદુમાં એસિટાઇલ સેલીસીટેડ રહેલા છે. આ સ્ટ્રોકને રોકવામાં ઉપયોગી થાય છે, ઉપરાંત લોહી પાતળું કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી બને છે.

કેચેન મરચું 

મસાલેદાર ખોરાક ખાવાના શોખિન છો, તો કેચેન મરચું નો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. તેમાં લોહી પાતળું કરવાના ઉચ્ચ પ્રમાણમાં સેલિસિલેટ રહેલા છે. જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખીને બ્લડ સર્ક્યુલેશન નિયમિત કરે છે, ઉપરાંત લોહી પણ પાતળું કરે છે.

ફાઇબર વાળું ફૂડ 

લોહીને પાતળું કરવા માટે આહારમાં ફાઇબર નો સમાવેશ કરવો જોઇએ. જેમકે મકાઈ, ગાજર, મૂળા, સફરજન વગેરે સેવન વધુ કરવું જોઈએ.

ફિશ ઓઇલ 

ફિશ ઓઇલ લોહીને પાતળું રાખવામાં મદદરૂપ થાય છે, માટે ડોક્ટરની સલાહથી એની ટેબલેટ લઈ શકાય છે.

આ સિવાય બીજા અન્ય ઉપાય પણ કરવા જોઇએ જે આ મુજબ છે.

સવારે ચાલવું જોઈએ 

તંદુરસ્ત રહેવું હોય તો સૂરજ ઉગે તે સમયે વોક કરવું જોઈએ. સવારના સમયે શુદ્ધ ઓક્સિજન નું સ્તર વધુ હોય છે એ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે. માટે ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી તમારા ફેફસાને વધુ માત્રામાં ઑક્સિજન મળે. શરીરનું બ્લડ ફ્લો યોગ્ય બની રહેતા વારંવાર કરવાથી આખો દિવસ તાજગી મહેસૂસ થાય છે.

ઊંડા શ્વાસ લેવા 

સવારના સમયનો શુધ્ધ ઓક્સિજન આરોગ્ય માટે ખૂબ સારો હોય છે.માટે ઊંડા શ્વાસ લેવા જોઈએ એનાથી રક્ત સંચાર યોગ્ય થાય છે.

પરસેવો આવવો જરૂરી છે 

લોહીને શુદ્ધ રાખવા અને લોહી જામી ન જાય માટે શરીર પર પરસેવો થવો ખૂબ જરૂર છે. કસરત કરવાથી અથવા કોઈપણ કામ કરવાથી પરસેવો નિકળવો જોઈએ.

ડેડ સ્કિન દૂર કરવી 

ત્વચા પર જમા થયેલી ડેડ કિમ રોમ છિદ્રોને બંધ કરી દે છે, માટે રક્ત સંચાર પ્રભાવિત થાય છે. મહિનામાં એક-બેવાર મેનીક્યોર, પેડીક્યોર જરૂરથી કરવું જોઈએ. એનાથી ડેડ સ્કિન નીકળી જાય છે, અને લોહીનો પ્રવાહ વધે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલી માહિતી અને ટીપ્સ તમે જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment