Weight loss at home
હાલના સમયમાં વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. સ્ત્રી હોય કે પુરુષ બંને માટે આ એક જ સમાન છે અને લોકોએ વજન ઓછું કરવા માટે કસરત કરવી જ પડે છે, ભૂખ્યા રહેવું પડે છે. મહિલા હોય કે પુરુષ બેસી રહેવાથી કે વિચારો કરવાથી વજન ઘટતું નથી. તેના માટે મહેનત તો કરવી જ પડે છે, પરંતુ અમુક વ્યક્તિઓ ખોટી રીતે મહેનત કરતા હોય છે. માટે તેનું કોઈ પરિણામ મળતું નથી, ને વજન ઘટતું નથી. ત્યારબાદ તેઓ મહેનત કરવાનું છોડી દેતા હોય છે, પરંતુ આજે આપણે એ વિષય પર વાત કરીશું કે, કેવી રીતે કસરત અને ડાયટ કરવાથી વજન કંટ્રોલમાં આવે છે. વધારે મહેનત કરવાની જરૂર નથી બસ થોડી ટિપ્સ અપનાવીને તમે વજન નિયંત્રણ કરી શકો છો.
વધુ ચરબી વધી ગઈ હોય કે, પેટ બહાર આવી ગઈ હોય તેવા વ્યક્તિ માટે આ લેખ ખાસ સાબિત થશે. જેનાથી તમે જાણ હશે કે તમે કસરત કરવામાં અને ડાયટમાં કેવી ભૂલ કરો છો. માટે આજે થોડી એવી ટિપ્સ વિશે જણાવીશું. જે તમને વજન ઓછું કરવામાં ખૂબ જ ઉપયોગી બનશે, કસરત અને ડાયટ પ્લાનથી પણ તમને છુટકારો મળશે.
weight loss at home | weight loss tips | weight loss ayurvedic
વજન વધવાના કારણો સૌપ્રથમ વજન વધવાના કારણો વિશે જાણીએ. આ કારણો જાણીને તમને પોતાની ભૂલ વિશે જાણ થશે. જેનાથી તમે એને સુધારી શકશો. પેટ વધવા નું સૌથી મુખ્ય કારણ ચરબી સાથે બીજું છે, બ્લોટિંગ અને વૉટરરિટેન્શન. આ વસ્તુ થવાથી પેટની ચરબી વધે એ સામાન્ય વસ્તુ છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે આ બ્લોટિંગ અને વૉટર રિટેન્શન એટલે શું?
ગેસના કારણે શરીર ફૂલી ને જાડું થઈ જાય તેને બ્લોટિંગ કહેવાય છે અને શરીર પાણીથી વધવા લાગે તેને વૉટર રિટેન્શન કહેવામાં આવે છે.આ મિત્રો શરીર ચરબી થી જ નહીં પરંતુ આ બંને કારણોથી પણ ફુલવા લાગે છે. તમને એમ જ હોય છે કે પેટમાં ચરબી થઈ ગઈ છે પણ તે હંમેશા સાચું હોતું નથી. આ સમસ્યાને દૂર કરવામાં આવે તો વજન નિયંત્રણમાં આવી શકે છે. આ વસ્તુને નિયંત્રણમાં રાખવું એ સરળ કાર્ય છે, પરંતુ લોકો તેની સાચી રીત જાણતા નથી અને ખૂબ જ કસરત કરતા હોય છે અને તેનાથી કોઇ ફાયદો મળતો નથી.
How to lose weight fast
પેટ ઘટાડવા માટે સૌથી પહેલી ટીપ્સ છે, આદુ ની ચા જે રોજ નિયમિત પીવાની હોય છે. આ ચા બનાવવા માટે એક અથવા બે ટુકડા આદુ ના લેવા ત્યારપછી તેને એક કપ પાણીમાં નાખીને ઉકાળવા. તેમાં દોઢ ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. એક ચમચી મધ મિક્ષ કરવું. ત્યાર પછી થોડીવાર તેને ઉકાળીને ગાળી ને પીવાથી પેટની અંદર રહેલો ગેસ નીકળી જાય છે અને પેટ સાફ થાય છે.
હવે વાત કરીએ વૉટર રિટેન્શન એટલે કે પેટનું પાણી બહાર કાઢવા માટે શું કરવું જોઈએ. પેટનું પાણી બહાર કાઢવા માટે મીઠાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. મીઠાને શરીરમાંથી બહાર કાઢવામાં આવે તો શરીરમાં રહેલ વધારાનું પાણી બહાર આવવા લાગે છે અથવા તો સુકાવા લાગે છે. મીઠું ઓછું કરવાથી વજન કંટ્રોલમાં આવે છે. કારણ કે મીઠું લેવાથી શરીરની અંદર મીઠું પાણી માં જમા થવા લાગે છે. તે માટે શરીરમાં સોડિયમ વાળો ખોરાક ન લેવો જોઈએ નહીં.
પોટેશિયમની વધુ માત્રા હોય એવો ખોરાક લેવો. પોટેશિયમવાળા ખોરાકનું સેવન કરવાથી શરીરમાં સોડિયમ આપોઆપ ઓછુ થવા લાગે છે. શરીરમાં પાણી સુકાઈ જાય છે અને વજન નિયંત્રણમાં આવે છે. વધુ પોટેશિયમ અને ખોરાકની વાત કરીએ તો લીલા શાકભાજી, ટામેટા, ફળ, કેળા, બીટ નારિયેળનું પાણી વગેરે વસ્તુઓમાં પોટેશિયમની માત્રા વધુ રહેલી હોય છે.
તમે ક્યારેક સાંભળ્યું હશે કે, વજન ઘટાડવા માટે દિવસમાં ત્રણ વાર નહીં પરંતુ પાંચ ભોજન કરવું જોઇએ. વજન ઘટાડવા માટે તમારે દિવસમાં પાંચ વાર ભોજન કરવું પડશે પરંતુ ખોરાકનું સેવન કેમ કરવો તે જાણી લેવું જોઈએ. પાંચ વખત ખોરાકને થોડી-થોડી માત્રામાં લેવો જોઈએ.
વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. સાથે – સાથે દોરડા કુદવા જોઈએ. એનાથી ફાયદો મળે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની ઉપયોગી માહિતી Weight loss at home તમને જરૂર પસંદ આવશે.