વધતા વજનને નિયંત્રણમાં રાખવા અને વધેલા વજનને ઘટાડવા માટે તમે આજ સુધી ઘણું બધું ટટ્રાય કર્યું હશે. ઘણાંથી ફેર પડ્યો હશે ઘણાંથી ફેર નહિ પડ્યો હોય. તો ઘણી વાર ફરક પડ્યા પછી ડાયટમાં થોડું આઘું પાછું થાય એટલે વજન હતું ત્યાંનું ત્યાં આવી જતું હોય છે. પણ આજે અમે તમારી માટે એક એવો સચોટ ઉપાય લાવ્યા છે કે તેનાથી તમારું વજન વધેલું છે એ પણ ઘટશે અને વજન નિયંત્રણમાં પણ રહેશે.
વજન ઘટાડવા માટે તમને ઘણા બધા લોકોએ સલાહ આપી હશે કે લીંબુનો ઉપયોગ કરો અને તમે અપનાવ્યો પણ હશે પણ હજી સુધી તેનાથી તમને જાતે તમારા શરીરમાં કોઈ ફરક પડ્યો હોય એવું લાગે છે? હવે તમારા વધેલા પેટ તરફ બહુ ના જુઓ. ઘણીવાર ઘણા લોકોને ફરક પડતો હશે કેમ કે તેઓની તાસીર એ રીતની હશે એટલે પણ જો તમને એ રીતે લીંબુ પાણી પીવાથી ફરક નથી પડ્યો તો અમારી આ રીત અપનાવજો તમારું વજન જોત જોતામાં ઘટી જશે.
આની માટે પણ તમારે લીંબુ પાણીનું જ સેવન કરવાનું છે પણ તે પાણી કેવી રીતે પીવું અને બનાવવું એ હું તમને આજે જણાવીશ.
લીંબુમાં કેલેરી બહુ જ ઓછી માત્રામાં હોય છે અને જયારે આ લીંબુનો રસ પાણીમાં મિક્સ કરીને તમે પીવો છો તો તે વધુ ખાટુ નથી લાગતું અને તેની કેલેરી વધારે ઓછી થઇ જતી હોય છે. લીંબુ પાણી એ શરીરમાં અંદરની બાજુ જામેલ ચરબીના થરને ધીમે ધીમે ઓગાળવાનું શરુ કરે છે. લીંબુ અને પાણીના આ મિશ્રણ ને તમારે દિવસમાં બે વાર જ વાપરવાનું છે. એકવાર સવારમાં વહેલા ઉઠીને અને બીજી વાર રાત્રે સુતા પહેલા.
લીંબુ પાણી પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે શરીરમાં અવ્યવસ્થિત ચાલી રહેલ પાચનક્રિયાને નિયમિત કરે છે નિયમિત ખોરાક પાચન થવાથી શરીરમાં ભેગો થયેલ વધારાનો કચરો મળ દ્વારા બહાર નીકળી જાય છે આમ થવાથી પણ તમારા શરીરની વધારાની ચરબી ઉતરી જશે. આની માટે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે તમારે દરરોજ સવારમાં હૂંફાળા ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને પીવાનું છે. લીંબુ પાણી વધારે પ્રમાણમાં પીવાનું નથી વધારે પ્રમાણમાં પીવાથી વધુ જલ્દી અને વધારે ચરબી ઉતરી જાય એવું નથી હોતું. એટલે જાતે કોઈપણ વાત માની લેવી નહિ.
વધારે પડતા લીંબુના ઉપયોગથી શરીરના અમુક ભાગમાં સોજો પણ આવી શકે છે અને જો તમને ખાટું ખાવું પસંદ નથી તો પછી તમને મુશ્કેલી થઇ શકે છે. પ્રમાણસર લીંબુ પાણી તમે પીશો તો આખો દિવસ તમે હાઈડ્રેટ રહેશો. શરીરમાં પાણીનું પ્રમાણ બરાબર જળવાઈ રહેશે. એટલે સવારે અને રાત્રે આ બે સમય જ લીંબુ પાણીનું સેવન કરવું. બને ત્યાં સુધી પ્રયન્ત કરો કે હૂંફાળા ગરમ પાણીમાં જ લીંબુ ઉમેરીને પી શકો. તેનાથી જ અસર થશે.
હવે જો તમને લીંબુ પાણી આવી રીતે પીવું પસંદ નથી તો તમે કેવી રીતે વાપરશો એ હવે અમે તમને જણાવીશું.
કોઈપણ મિક્સ જ્યુસ બનાવતા હોવ તેમાં લીંબુ ઉમેરો.
ડાયટમાં ખવાતા લેમન કર્ડ રાઈસને પણ તમે ખાઈ શકો.
તમને લેમન ટી પસંદ હોય તો સવારમાં એ પણ પી શકો છો.
હૂંફાળા ગરમ પાણીમાં એકલું લીંબુ પસંદ ના હોય તો થોડું મધ પણ ઉમેરીને હલાવીને પી શકો છો.
કાળા દેશી ચણાનું સલાડ બનાવો અને તેની પાર લીંબુ નીચોવીને લઈ શકો છો.
લીબું એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. ઉપર જણાવ્યા પ્રમાણે લીંબુનો અતિ ઉપયોગ પણ યોગ્ય નથી એટલે જે પણ ઉપાય અપનાવો તેને માપમાં અપનાવો. હા જો તમે વધુ જલ્દી વજન ઘટાડવા માંગો છો તો લીંબુ પાણી પીવાની સાથે સાથે થોડી ઘણી કસરત અને ભોજનમાં યોગ્ય ડાયટનો ઉપયોગ કરી શકો છો.આવી રીતે તમે તમારો વજન ઓછુ કરી શકો છો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.