સવારમાં ઉઠીને તરત કરો આ કામ જીવો ત્યા સુધી સ્વાથ્ય સારું રહેશે

જેની સવાર બગડે એનો આખો દિવસ બગડે એ વાત સાચી જ છે. તેના અનેક દાખલા આપણા જીવનમાં બન્યા હશે. પણ આજે અમે તમારી માટે બે એવા સચોટ ઉપાય લઈને આવ્યા છે કે જો તમે સવારમાં ઉઠીને તરત એ કામ કરશો તો તમારું આખું જીવન સુધરી જશે. તમારે કોઈપણ લકની જરૂરત નહિ રહે. આ બંને ઉપાયમાં તમારે એક તો આભાર માનવાનો છે અને એકવાર પ્રાર્થના કરવાની છે. આ બહુ જ સરળ અને સારા નિયમ છે જે તમારે તમારા દરરોજના જીવનમાં અપનાવવા જોઈએ. 

જો તમે સવારમાં ઉઠીને તરત જ પલંગ કે પથારીમાંથી ઉભા થઈને ચાલ્યા જાવ છો તો આ તમારી બહુ મોટી ભૂલ છે. તમારે ક્યારેય ઉઠીને તરત પથારી છોડવાની નથી. સૌથી પહેલા તમારે ભગવાનને પ્રણામ કરવાના છે તેની માટે આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં એક મંત્ર આપેલ છે જે ઘરમાં બધાએ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. ચાલો તમને જણાવી દઈએ કે એવો કયો શ્લોક છે જે સવારમાં ઉઠીને તરત બોલવો જોઈએ.

ऊं कराग्रे वसते लक्ष्‍मी: करमध्‍ये सरस्‍वती।

करमूले च गोविंद: प्रभाते कुरुदर्शनम्।।

હવે તમને આ શ્લોકનો અર્થ જણાવીએ. કર એટલે કે હાથના ઉપરના ભાગમાં લક્ષ્મીજી વિરાજમાન છે, હાથમાં મધ્યમાં સરસ્વતીજી વિરાજમાન છે, હાથના મૂળમાં ગોવિંદ એટલે કે કૃષ્ણ વિરાજમાન છે. જેમનું દરરોજ સવારમાં હાથના દર્શન કરીને તેમને પ્રણામ કરવા જોઈએ. તમારે દરરોજ સવારમાં પથારી છોડતા પહેલા આ મંત્ર જરૂર બોલવો જોઈએ. આમ કરવાથી તમારો આખો દિવસ પોઝિટિવ જશે અને કોઈપણ મુશ્કેલી આવી જાય તમે ક્યારેય ગુસ્સો કરશો નહિ અને તમારો આખો દિવસ ખુબ જ ઉત્સાહ ભરેલો રહેશે.

 સવારમાં ઉઠીને

હવે ઈશ્વરને પ્રણામ કર્યું હવે વારો છે આ આખા વિશ્વનો ભાર ઉંચકી રહેલ માતા ધરતીનો આભાર માનવાનો. સવારે ઉઠીને તમારે સૌથી પહેલા ઉપર જણાવેલ મંત્ર બોલવો અને પથારીમાંથી પગ જમીન પર મુકતા પહેલા માતા ધરતીને હાથ અડાડીને પ્રણામ કરવાના છે અને માતા ધરતીનો આભાર માનવાનો છે. તમારા હાથથી ધરતી પર સ્પર્શ કરો અને પછી મનમાં માતા ધરતીનો આભાર માનો.

આખો દિવસ આપણે જમીન પર ચાલીએ છીએ, આપણા આખા શરીરનો ભાર ભલે આપણા પગ પર હોય પણ આપણે ચાલીએ તો જમીન પર જ ને એટલે આપણે માતા ધરતીના આશીર્વાદ લેવા અને તેમનો આભાર માનવો ખુબ જરૂરી છે. તો હવે દરરોજ સવારમાં ઉઠીને તમારે પહેલું કામ ઉપર જણાવેલ શ્લોક બોલવાનો છે અને પછી જમીન પર પગ મુકતા પહેલા માતા ધરતીનો આભાર માનો.

આ પણ જુવો-

મહિલાઓ માટે 10 ઉપયોગી કિચન ટીપ્સ

હવે તમને જણાવી દઈએ કે રાત્રે સુતા પહેલા તમારે શું નથી કરવાનું.

રાત્રે સુતા પહેલા ક્યારેય પણ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ નહિ. ગાયત્રી મંત્ર બોલવા માટે સવારનો સમય સૌથી બેસ્ટ છે.

રાત્રે સુતા પહેલા ક્યારેય પિતૃઓની પૂજા કે કારજ કરવા જોઈએ નહિ. તમે પિતૃઓ માટે સાંજ સમયે એક ખૂણામાં ગોળો કે દીવો કરી શકો છો.

 સવારમાં ઉઠીને

સુતા પહેલા ક્યારેય ભગવાન ભોળાનાથના દર્શન ક્યારેય કરવા જોઈએ નહિ. આમ કરવાથી દંપતી વચ્ચે તણાવ થઇ શકે છે, એટલે સુધી કે જો તમે બેડરૂમમાં કોઈપણ શિવજીની મૂર્તિ કે પછી ફોટો લગાવ્યો હોય તો તે હટાવી દેજો.

રાત્રે ઊંઘતા પહેલા બહુ જ વધારે પડતું હસવું જોઈએ નહિ. આમ કરવાથી બીજા દિવસે સવારમાં તમને અમુક ખરાબ સમાચાર મળી શકે છે.

તારે સુતા પહેલા ક્યારેય તમારે અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ નહિ. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે બેડરૂમમાં રહેલ અરીસા રાત્રે સુતા પહેલા ઢાંકી દેવા. તમે સુતા હોવ અને તેનું પ્રતિબિંબ તેમાં દેખાય એ સારી વાત નથી.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment