ઉધરસ ની દવા ઘણા લોકોને ઉધરસની સમસ્યા થતી હોય છે. એમાં પણ રાત્રે તકલીફ વધી જાય છે. રાધે વાતાવરણ ઠંડુ થવાને કારણે ભેજ વધુ હોવાને કારણે આ તકલીફ થતી હોય છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય માનીને તેનો કોઈ ઉપચાર કરતા નથી. આયુર્વેદમાં આ સમસ્યાનો ઇલાજ આપવામાં આવેલ છે.
ઠંડીની ઋતુમાં આ તકલીફ થાય છે અને જ્યારે બે ઋતુ ભેગી થાય એટલે કે, એક દિવસમાં બે ઋતુ અનુભવાય ત્યારે પણ આ સમસ્યા વધુ થાય છે. જેમાં શરદી-ખાંસી અને ગળામાં ખરાશની સમસ્યા ઊભી થતી હોય છે.
આ સમસ્યામાં ઘણા લોકોને કફની તકલીફ વધી જતી હોય છે. સૂકી ઉધરસ ના કારણે રાત્રે ઊંઘમાં પણ ઘણી ખલેલ પહોંચે છે. ઘણી વખત નાકમા થતી ડ્રાયનેસ ના કારણે ઊંઘ આવતી નથી. જેથી રાત્રે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. જો વરાળ કે નાસ લેવામાં આવે તો પણ આ તકલીફ ઓછી થાય છે. આ ઉપાય કરવાથી ગળામાં અને શ્વાસ નળીમાં જમા થયેલો કફ દૂર થાય છે.
આ ઉપરાંત વધુ પડતી ઉધરસ થી બચવા માટે તમે તકિયાનો સહારો લઈ શકો છો. રાત્રે સૂતી વખતે ગળામાં અને નાકમાં રહેલો મ્યુકસ વધુ પ્રભાવિત થાય છે. જેના કારણે વધુ ઉધરસ આવે છે. એ તકલીફથી છુટકારો મેળવવા માટે બેથી ત્રણ તકિયા માથા નીચે રાખીને સૂવું એનાથી ઉધરસ આવતી નથી.
ઉધરસ મટાડવાના ઉપાય | ઉધરસ ની દવા | ઉધરસ માટે દેશી દવા | ઉધરસ નો ઈલાજ
જો મધ નો ઉપયોગ કરવામાં આવે તો પણ આ સમસ્યામાં રાહત મળે છે. મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો રહેલાં છે. આ એન્ટીબેક્ટેરિયલ ગુણ ઉધરસ સામે રક્ષણ આપે છે. એના માટે દરરોજ રાત્રે સૂતી વખતે મધ અને આદુનો રસ મિક્સ કરીને એનું સેવન કરવું જોઈએ. એનાથી ઉધરસ માંથી રાહત મળે છે.
ઉધરસને દૂર કરવા માટે શરીરને હાઈડ્રેટ કરવું ખૂબ જ જરૂરી છે. એના માટે વધુમાં વધુ પ્રવાહી લેવું જોઈએ. એનાથી કફ પાતળો બને છે અને ઉધરસ થવાની સમસ્યામાં રાહત મળે છે.
ઉધરસની સમસ્યા ગ્રીન ટી ને પણ રામબાણ ઇલાજ માનવામાં આવે છે. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. એનાથી બૅક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર થાય છે. રાત્રે સુતા પહેલા તે પીવામાં આવે તો ગળું હાઈડ્રેટ રહે છે. જેના કારણે રાત્રે ઉધરસ આવવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. ગ્રીન ટીને ઉધરસ ની દવા માટે તમે લઈ શકો છો.
એ સિવાય ઉધરસની સમસ્યામાં બીજી અમુક બાબતોની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી બને છે. અમુક વધુ પડતા ધૂમ્રપાનને કારણે પણ ઉધરસ આવતી હોય છે. વધુ પડતું ધુમ્રપાન ફેફસા પર વિપરીત અસર કરે છે. જેના કારણે ફેફસાંમાં તકલીફ ઊભી થાય છે. જેના લીધે ગંભીર સમસ્યા ઊભી થાય છે. જે લોકોને સતત ઉધરસ રહેતી હોય એમણે કોગળા કરવા જોઈએ. એના માટે રાત્રે સૂતા પહેલા ગરમ હૂંફાળા પાણીથી કોગળા કરવા જોઈએ. એનાથી ગળામાં રાહત રહે છે. સાથે ઉધરસ પણ ઓછી આવે છે.
એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ રાત્રે દહીંનું સેવન કરવું જોઇએ નહીં. રાત્રે દહીં ખાવાના કારણે પણ કફ થઈ જાય છે અને ઉધરસની સમસ્યા થઈ શકે છે.
આ ઉપરાંત કેટલાક બીજા ઘરેલૂ ઉપચાર કરીને પણ તમે ઉધરસને દૂર કરી શકો છો. એના માટે 1/2 ચમચી ઘી, 1/3 હળદર ગરમ દૂધમાં નાખીને તેનું સેવન કરવું જોઈએ એનાથી ઉધરસમાં રાહત મળે છે.
આદુના રસમાં ગોળ મિક્સ કરીને આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણવાર સેવન કરવું જોઈએ. એનાથી પણ જામેલો કફ દૂર થાય છે અને ઉધરસમાં રાહત મળે છે.
તો રાત્રે સૂતી વખતે વધુ ઉધરસ આવતી હોય તો લવિંગ અને મોઢામાં રાખીને ધીમે ધીમે ચાવવું જોઈએ. એનાથી ઉધરસ દુર થાય છે.
તુલસીના પાનવાળી ચા અથવા તુલસીનો ઉકાળો પીવાથી પણ ખુબ જ રાહત મળે છે. એનું દિવસમાં બેવાર સેવન કરવું જોઈએ.
આ પણ વાંચો –
કફને દુર કરવાનો રામબાણ ઘરેલું ઉપચાર
બીજા આયુર્વેદિક ઉપચાર માં તુલસીના પાન સાથે એક ચમચી મધ ભેળવીને ખાવું જોઈએ એનાથી ઉધરસમાં રાહત મળે છે. આ ઉપાય સતત પાંચ દિવસ કરવો જોઈએ.
રાત્રે સુતા પહેલા હૂંફાળા ગરમ દૂધમાં બે ચમચી મધ નાંખીને પીવું જોઈએ. આ ઉપાય પાંચથી સાત દિવસ સુધી કરવો જોઈએ. એનાથી ઉધરસમાં રાહત મળે છે.
તુલસી, મરી અને આદુનો બનાવેલો કાઢો પીવો જોઈએ એનાથી શરદી ખાંસીમાં ખૂબ જ રાહત મળે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે ઉધરસ માટે જણાવેલ આ ઘરેલુ ઉપચાર આપને જરૂરથી ઉપયોગી થશે.