વજન ઘટાડવા માટે કસરત
અત્યારની વ્યસ્ત જીવનશૈલી અને લાંબા સુધી બેસી રહેવાના ખાવાની ખોટી આદતો અને કસરતના અભાવને કારણે દરેક લોકોનું વજન ઝડપથી વધવા લાગ્યો છે. વજન વધવાની આ સમસ્યા ત્યારે સામાન્ય બની ગઈ છે. મોટા ભાગની ચરબી પેટ અને પગની આસપાસ દેખાવા લાગે છે. ખાસ કરીને પગ ની આસપાસ અને પેટ જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે.
કોઇપણ મહિલાને લટકતું પેટ પસંદ હોતું નથી.તેથી તે વજન ઘટાડવા માટે અનેક રીતો શોધી રહે છે. જો તમે પણ વજન ઘટાડવા માંગતા હોવ અને આ સમસ્યાથી પરેશાન હોવ તો, તમારી ફિટનેસ રૂટિનમાં સાયકલ ચલાવવી જોઈએ.
સાઇકલ ચલાવીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. એટલું જ નહીં પરંતુ જો તમે તમારા શરીરમાં ચરબીના થર ઘટાડવા માગતા હોવ તો, તમારે સાયકલ ચલાવવી જોઈએ. સાઇકલ ચલાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે દરેક ઉંમરની મહિલાઓ ચલાવી શકે છે.
પરંતુ જો તમારે બહાર જઈને સાઇકલ ચલાવવાની ઈચ્છા ન હોય તો, તમે ઘરે સ્થિર સાઈકલ અથવા મીની પટેલ સ્ટેશનરી સાઇકલ નો ઉપયોગ કરી શકો છો. જો તમે દરરોજ 30 મિનિટ કે તેથી વધુ સમય માટે સાઇકલ ચલાવો તો તમારા શરીરમાં જમા થયેલી વધારાની ચરબી દૂર થવા લાગે છે.
ખાસ કરીને સાઇકલ ચલાવવાથી પેટ અને જાંઘ પરની ચરબી ઓગળે છે. કારણ કે એના પર સૌથી વધુ અસર થાય છે. શરીરના ભાગમાં સૌથી વધુ હલનચલન થાય છે. સાઇકલ અને તમારા હૃદય અને ફેફસાંને સ્વસ્થ ને પણ પ્રોત્સાહન આપે છે, ઉપરાંત રક્ત પ્રવાહને સુધારે છે, સ્નાયુઓને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થાય છે, તણાવ ના સ્તર ને પણ ઘટાડે છે.
એ સિવાય તે તમને ચરબી બર્ન કરવા માટે, કેલરી ઘટાડવા માટે, વજન ઘટાડવામાં પણ એ મદદરૂપ થાય છે. પરંતુ વજન ઘટાડવા માટે અસરકારક સાયકલિંગ વર્કઆઉટ માટે તમારે અમુક મહત્વની બાબતો જાણવી જરૂરી છે.
સાઇકલ ચલાવીને વજન કઈ રીતે ઓછું કરી શકાય ?
સાયકલિંગ ને ઘણી વખત કસરત કરતાં ઓછો અસરકારક વિકલ્પ માનવામાં આવે છે. આ તમને દોડવા, જોગિંગ કરતા, તમારા ઘૂંટણ અને પગની ઘૂંટી અને અન્ય સાંધા ઓ પર ઓછો ઘસારો કરે છે.
સાયકલિંગ તમને વધારાનું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. માટે એક સરસ રીત છે, એટલા માટે છે કારણ કે, તમે પેન્ડિંલિંગ કરતી વખતે સારી માત્રામાં કેલરી બર્ન કરી શકો છો. ખાસ કરીને જો તમે ઝડપી સ્પીડે જાઓ છો જો તમે તમારી સાયકલિંગ વર્કઆઉટ સાથે થોડા પાઉન્ડ ઘટાડવા માંગતા હોવ તો, વજન ઘટાડવા માટે બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી.
તીવ્રતા વધારવી
ધીમી ગતિએ પેન્ડલિંગ કદાચ તમને વજન ઘટાડવામાં મદદરૂપ થશે નહીં. માટે તમારી જાતને સખત મહેનત કરવા અને સવારીની તીવ્રતા વધારવા માટે પ્રેરિત કરો. તમારે તમારા વજન ઘટાડવાના લક્ષ્ય તરફ વધુ પ્રગતિ કરવી.
સામાન્ય રીતે તમે જેટલી ઝડપથી સાઈકલ ચલાવો છો, એટલી વધુ કેલરી તમે બંર્ન કરી શકો છો. કારણકે તમારું શરીર ઝડપથી સાઇકલ ચલાવવા માટે વધુ ઊર્જા વાપરે છે, અને તમે જેટલી વધુ કેલરી બંર્ન કરો છો, એટલુ તમારું વજન ઓછું થવાની શક્યતા છે.
HIIT માટે પસંદ કરો – HIIT તમારા શરીરને પડકારવાની એક સરસ રીત થઈ શકે છે. આ માટે તમારે 30 સેકન્ડ માટે શક્ય એટલી ઝડપથી સાઈકલ ચલાવવી. પછી થોડી ધીમી ગતિએ બેથી ત્રણ મિનિટ રીતે સરળ સાયકલ ચલાવવી. આ પેટર્ન ને 20 થી 30 મિનિટ માટે પુનરાવર્તિત કરવી.
આ પ્રકારની કસરત તમને ઓછામાં ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરવામાં, અને કાર્ડિયો ફિટનેસ સુધારવામાં, ઉપરાંત ચરબી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
ખાસ કરીને જ્યારે તમે વજન ઘટાડવાનો પ્લાનિંગ કરી રહ્યા હોવ, ત્યારે શરૂઆતમાં તમારે નાનો ધ્યેય બનાવો જોઇએ .જેમ કે તમારે પંદરથી વીસ મિનિટ માટે સાઇકલ ચલાવવાની શરૂઆત કરવી પછી ધીમે ધીમે સમય વધારવો જોઈએ. તમારી જાતને ફિટ બનાવવા માટે અને ઝડપથી ચરબી ઘટાડવા માટે દરરોજ 25 થી 30 મિનિટ ચલાવવી જોઈએ.
ધ્યાનમાં રાખવાની બાબત :
જો તમે ખુબ તરસ લાગે છે તો એક ઘૂંટડો પાણી પીવો. આ ઉપરાંત સાયકલ ચલાવતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ. હકીકતમાં કોઈપણ પ્રકારની શારીરિક કસરત કર્યા પછી પાણી મીઠું લાગવા માંડે છે અને તીવ્ર તરસ લાગે છે, આ સમયે આપણે પેટ ભરાય ત્યાં સુધી પાણી પીતા રહીએ છે, કારણકે પરસેવાને કારણે પાણી મીઠું લાગવા માંડે છે અને શરીરમાં સોડિયમની ઉણપ પણ થાય છે.
વર્કઆઉટ પહેલા સ્ટ્રેચિંગ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ સાયકલ ચલાવતા પહેલાં વર્કઆઉટ કરવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં સ્ટ્રેચિંગ તમારા સ્નાયુઓ નબળા બનાવી દે છે. જેના કારણે તે ખેંચાઈ શકે છે અને સાયકલ ચલાવતી વખતે તમને દુખાવો થવાની શક્યતા રહે છે.
આવી સ્થિતિમાં જો તમારી સાઈકલ ચલાવતા પહેલા સ્ટ્રેચિંગ કરવું હોય તો, ઓછામાં ઓછો અડધો કલાક પહેલા કરવું જોઈએ. જો તમે પણ ઝડપથી વજન ઘટાડવા ઇચ્છો છો તો, દરરોજ થોડો સમય સાયકલ ચલાવવી જોઈએ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલી આ માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.