આજે લગભગ દરેક બીજા વ્યક્તિ આ તકલીફથી હેરાન થઇ રહ્યો છે. આજની આ ફાસ્ટ લાઈફ સ્ટાઇલને લીધે અને લોકોના રહેન સહેનમાં આવી રહેલ સતત પરિવર્તનના કારણે અનેક લોકો આ તકલીફથી પરેશાન રહે છે. આજે તમને ઇન્ટરનેટ પર અનેક વાતો અને માહિતી વાંચવા મળશે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હોય હશે કે આ કામ કરો તો આટલું વજન ઘટી જશે આ કસરત કરો તો આટલું વજન ઘટશે. પણ કોઈને તેનો સાચો અનુભવ થયો હોય એવો કોઈ કિસ્સો મેં તો હજી નથી સાંભળ્યો.
પણ આજે હું તમારી માટે એક એવી ખાસ માહિતી લાવી છું કે જેનાથી તમારું વજન ચોક્કસ ઘટશે જ. કોઈપણ ઉપાય અપનાવતા પહેલા એક ખાસ વાત તમને જણાવી દઉં કે વજન ઘટાડવા માટે સૌથી પહેલા એક જ વસ્તુ જરૂરી છે અને એ છે મનોબળ. તમારું મનોબળ મજબૂત હશે તો હું તમને ગેરંટી આપું છું કે તમે ઈચ્છો એટલું વજન ઘટાડી શકશો. તો ચાલો તમારું મન મક્કમ કરો અને નક્કી કરી લો કે વજન ઘટાડવું જ છે.
વજન ઘટાડવા માટે આજે હું અમુક ખાસ સામગ્રીની વાત કરવાની છું આ સામગ્રી તમારે કોઈ દુકાનમાંથી કે પછી ઓનલાઇન નથી મંગાવવાની. આ સામગ્રીઓ તમને તમારા રસોડામાંથી જ મળી રહેશે. તમારા રોજિંદા જીવનમાં તમે અવારનવાર આ વસ્તુઓનો ઉપયોગ કરતા જ હશો પણ અહીંયા જણાવેલ રીતે જો તમે આ સામગ્રીઓ વાપરશો તો તમારું વજન જરૂર ઓછું થશે.
1.વરિયાળી :
વરિયાળીઆપણે અવારનવાર મુખવાસ તરીકે ખાતા જ હોઈએ છીએ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે વરિયાળી એ વજન ઘટાડવા માટે અકસીર ઉપાય માનવામાં આવે છે. વરિયાળીની મદદથી વજન ઘટાડવા દરરોજ રાત્રે એક ચમચી વરિયાળી એક લીટર પાણીમાં પલાળી દેવી અને સવારે આ પાણીનું સેવન કરવું. દરરોજ આ ઉપાય કરવાથી તમારા વજનમાં જરૂર ઘટાડો થશે. વજન ઘટશે એ તમે તમારી જાતે જ અનુભવી શકશો.
2. જીરું :
જીરું આપણારસોડામાં ના હોય એ શક્ય જ નથી. મહિનાના કરિયાણાની ખરીદીમાંજીરું આપણે સામેલ કરીએ જ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા રસોડામાં સરળતાથી મળી આવતી આ વસ્તુથી તમે ત્રણ ગણું વજન ઘટાડી શકશો. એક ચમચી જીરું એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે દિવસની શરૂઆતમાં આ પાણીને જીરા સાથે બરાબર ઉકાળી લેવું અને જો તમને એકલું જીરું ઉકાળીને પીવામાં તકલીફ થાય તો તમે થોડો તજ પાવડર પણ તેમાં ઉમેરીને ઉકાળી શકો છો. પાણી ઉકળીને નવશેકું થાય પછી અડધી ચમચી મધ ઉમેરીને ચાની જગ્યાએ પી શકો છો. આ ઉપાય કરવાથી એક અઠવાડિયામાં જ વજન ઘટવા લાગશે.
3.અજમો :
અજમો પણ વજન ઘટાડવા માટે એક અકસીર ઉપાય છે. જો તમે સતત 45 દિવસ સુધી અજમાનું સેવન કરશો તો તમારું વજન સડસડાટ ઘટવા લાગશે. રાત્રે બે ચમચી અજમાનેએક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારમાં એ પાણીને ગાળી લો આ પાણીમાં તમેઅડધી ચમચી મધ ઉમેરીને પી શકો છો. આ ઉપાય ખરેખર બહુ ફાયદાકારક છે મેં જાતે અનુભવેલી વાત છે.
4.મેથી દાણા :
મેથી દાણા આપણે દાળમાં વાપરતા જ હોઈએ છીએ. મેથી દાણાથીજો તમે વજન ઘટાડવા માંગો જ છો અને તમને કડવા ટેસ્ટથી પણ કોઈ પ્રોબ્લેમ નથી તો દિવસમાં ફક્ત બે વાર એક એક ચમચી મેથી દાણા ચાવી જાવ. મેથી દાણા એ વજન ઘટાડવા માટે અને સાંધાના દુખાવામાં રાહત માટે એક અકસીર ઉપાય છે. જો તમે કાચા મેથી દાણા ચાવી નથી શકતા તો તમારા માટે પણ એક રસ્તો છે બે ચમચી મેથી દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખો અને સવારમાં દાણા સાથે પાણીને બરાબર ઉકાળો અને નવશેકું થાય એટલે પાણીને ગાળીને પી લો. પણ આ ઉપાય દરરોજ સવારમાં બ્રશ કર્યા પહેલા એટલે કે ભૂખ્યા પેટે જ કરવાનો છે. આનાથી તમારા દ્વારા ખાધેલ ખોરાક સરળતાથી પચી જશે અને આખો દિવસ તમે ફ્રેશ ફીલ કરશો. આ ઉપાય સતત 45 દિવસ કરવાથી વજન તો તમારું ઘટશે જ સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધશે જેનાથી તમે અવારનવાર બીમાર થવાથી પણ બચી શકશો.
5.હળદર :
હળદર એ દરેક રસોડાના મસાલિયામાંજોવા મળતો બહુ સામાન્ય મસાલો છે. આપણને જયારે પણ નાની મોટી ઇજા થાય કે તરત મમ્મી આપણા ઘાવ પર હળદર દાબી દેતી હોય છે. જયારે પણ આપણને શરદી અને ઉધરસ થાય ત્યારે પણ મમ્મી આપણને રાત્રે હળદરવાળુંદૂધ બનાવી આપે છે. આમ હળદર એ આપણા જીવનનો એક બહુ ખાસ મસાલો છે. હવે હળદરથી વજન કેવીરીતે ઘટશે એ પણ તમને જણાવી દઉં.
નવશેકા પાણીમાં એક ચમચી હળદર ઉમેરી પીવાથી પણ વજન ઘટે છે સાથે તમને જણાવી દઉં કે જો તમને આવીરીતે હળદરનું સેવન કરવું પસંદ નથી તો તમને બીજો પણ એક સરળ રસ્તો બતાવું. નવશેકા પાણીમાં એક ચમચી હળદર ઉમેરો, અડધી ચમચી મધ ઉમેરો અને સાથે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો. હવે તૈયાર થયેલ મિશ્રણને પી જાવ. આ ઉપાય 30 દિવસ દરરોજ કરવાથી તમારા પેટ અને કમર પાસે વધી ગયેલ ચરબીના થર ઓછા થતા તમે જાતે જ જોઈ શકશો.
અહીંયા જણાવેલ દરેક ઉપાય આયુર્વેદિક છે અને તેની કોઈ જ આડઅસર નથી. આ દરેક ઉપાય તમે અજમાવી શકો છો પણ સાથે સાથે તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ. આ ઉપાય અપનાવો ત્યારે ફાસ્ટફૂડ, બ્રેડ, બહારનું જમવાનું, આઈસ્ક્રીમ, ચોકલેટ અને વધારાનું આડુંઅવળું ખાવાનું અવગણવું પડશે. કાંઈક પામવું હોય તો કાંઈક તો ગુમાવવું જ પડે છે. એટલે જો તમે ઈચ્છો છો કે તમારા પેટ અને કમર પરની ચરબી ઘટે તો આપણા વડીલો કહે છે એમ જીભના ચટાકા ઓછા કરવા પડે.
રોજીંદુ ખાવાનું તો માપસર ખાવાનું જ છે આપણે વજન ઘટાડવાનું છે એનર્જી નહિ. તો બસ અપનાવો આ ઉપાય અને આજથી જ લાગી પડો વજન ઉતારવા. મારી આ વાત તમને સારી લાગી હોય તો બીજા મિત્રો સાથે આ વાત જરૂર શેર કરજો.