લસણની ચટણી બનાવવાની રીત lasan ni chatni

લસણની ચટણી

લસણની ચાર અલગ અલગ પ્રકારની ચટણી બનાવવાની રીત

શિયાળામાં લસણ ખાવાથી ઘણા ફાયદા થાય છે. હવે સવાલ એ થાય કે શિયાળામાં જેમ બને એમ વધુ લસણ કઈ રીતે ખાઈ શકાય તો અમે તમને આજે જુદા જુદા પ્રકારની ચટણી બનાવતા શીખવીશું.

લસણની કોરી ચટણી જરૂરી સામગ્રી

૧ વાટકી લસણની કળીઓ
૧ ચમચી લાલ કાશ્મીરી મરચું પાઉડર
૪ નંગ લાલ સૂકા મરચાં
૨ ચમચી દાળિયા
૧ ચમચી ધાણાજીરૂ
મીઠું સ્વાદાનુસાર

ચટણી બનાવવાની રીત :-

સૌથી પહેલા તમારે એક વાડકી લસણની કળી લેવાની છે. હવે આ લસણની કળીઓમાં તમે સૂકા મરચા, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, દાળિયા અને તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. આ બધી જ વસ્તુને મિક્સર જારમાં નાખીને એને સારી રીતે ગ્રાઈન્ડ કરી લેવાનું છે. તો તૈયાર છે તમારી ટેસ્ટથી ભરપૂર લસણની કોરી ચટણી. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જો ક્યારેક શાક ન હોય તો આ ચટણીમાં સહેજ તેલ ઉમેરી તમે એને રોટલી સાથે ખાશો તો પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે.

લસણ અને સીંગદાણાની સુકી ચટણી

સામગ્રી :-

25 નંગ લસણની કળીઓ
4 ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર
3 ચમચી સીંગતેલ
2 ચમચી કોપરું છીણેલુ
2 ચમચી મીઠો લીમડો
1 ટુકડો તજ
1 ચમચી મીઠું
1/2 ચમચી હળદર
3 ચમચી ધાણાજીરું પાઉડર
2 ચમચી વરિયાળી
1/2 મોટો કપ શીંગદાણા
1/2 નાનો કપ દાળિયા
1 ટુકડો આદુ
1 ચમચી જીરૂ
1 ચમચી તલ
1 ચમચી સંચળ પાઉડર
1 ચમચી કાળા મરી પાઉડર
5 નંગ લવિંગ

ચટણી બનાવવાની રીત :-

સૌથી પહેલા અડધો કપ સીંગદાણાને સારી રીતે શેકી લેવાના છે. સીંગદાણા શેકાઈ જાય એટલે એને એક અલગ વાસણમાં કાઢી લો. એ પછી એ જ રીતે દાળિયાને પણ શેકી લો. એ પછી લસણની કળીઓને ધીમા ગેસે સાંતળો. એ સાથે જ વરિયાળી, મીઠો લીમડો અને જીરું પણ સારી રીતે સાંતળી લો. એ પછી ગેસ બંધ કરીને તજના ટુકડા નાખીને સહેજ શેકી લો. આ બધી વસ્તુ ઠંડી પડે એટલે લસણ સિવાયની વસ્તુઓને મિક્સર ગ્રાઈન્ડરમાં ક્રશ કરી લો
હવે આ બધી વસ્તુઓ એક થાળીમાં કાઢી લો. ને હવે લસણની કળીઓને પણ ક્રશ કરી લો. એ બાદ એક મોટા બાઉલમાં કળીઓ અને બીજો મસાલો ઉમેરો. એ પછી એમાં લાલ મરચું મિક્સ કરો. એ પછી ચાર ચમચી તેલ ગરમ કરો અને એ ઠંડુ લડે એટલે ચટણી પર રેડી દો એ પછી બધું જ સારી રીતે મિક્સ કરી લો.તો તૈયાર છે તમારી ચટણી. તમે આ ચટણીને ફ્રિજમાં 6 મહિના માટે સ્ટોર કરી શકો છો.

લીલા ધાણા અને લસણની ચટણી

સામગ્રી
1 વાટકી લીલા લસણ
1 વાટકી લીલા ધણા
1 ચમચી તલ
1/2 ચમચી લીંબુ નો રસ
અડધો કપ શેકેલા શીંગદાણા
2 નંગ લીલા મરચા
મીઠુ તમારા સ્વાદ અનુસાર

ચટણી બનાવવાની રીત :-

લીલા ધાણા,લીલું લસણ, લીલા ધણાઝ લીલા મરચા, શેકેલા શીંગદાણા, લીંબુનો રસ, તલ, સ્વાદ મુજબનું મીઠું લો હવે એમાં જરૂર મુજબનું પાણી ઉમેરો.. આ બધી વસ્તુ મિક્ચર ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરીને એકદમ સ્મુધ પેસ્ટ બનાવી લો, તો હવે તૈયાર છે લીલા ધાણા અને લીલા લસણની ગ્રીન ચટણી. આ ચટણી એરતાઈટ ડબ્બામાં એક અઠવાડિયા સુધી સારી રહે છે.

લસણ ટામેટાની ચટણી
સામગ્રી :-

1 વાટકી ફોલેલા લસણ ની કળીઓ
1/2 વાટકી ટામેટાનો પલ્પ
4 ચમચી લસણ ની લાલ ચટણી
2 ચમચા તેલ
મીઠું સ્વાદ અનુસાર

ચટણી બનાવવા માટેની રીત:-

સૌથી પહેલા એક તપેલીમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં લસણની કળીઓ નાખીને હલાવો. હવે એમાં ટામેટાનો પલ્પ ઉમેરીને એને બે મિનિટ સુધી રહેવા દો. એ પછી તેમાં ઉપર જણાવેલ લસણની લાલ ચટણી ઉમેરી દો અને એમાં સ્વાદ મુજબનું મીઠું નાખો. બધી વસ્તુઓ બરાબર મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરો. તૈયાર છે તમારી લસણ ટામેટાની ચટણી.

તો હવે તમે પણ આ લસણની ચટણી ઘરે અચૂક બનાવજો અને તમારો અભિપ્રાય અમને ચોક્કસથી આપજો.

આ પણ વાચો : ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું બનાવવાની સરળ રીત

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment