વજન ઘટાડવું છે અને વ્યાયામ પણ નથી કરવો. તો ચિંતા ન કરો આજે અમે જણાવીશું દસ મહત્વની ટિપ્સ. જેની મદદથી તમે એક્સરસાઈઝ કર્યા વગર વજન ઉતારી શકશો.
મોટાભાગે બહારનું ખાવાનું ખાવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરંતુ બહાર ની વાનગીઓ જેવી કે ચીઝ, પફ, પીઝા વગેરે ખાવાથી તેનું પાચન ઝડપથી થતું નથી. જેના કારણે અડધો ખોરાક પચ્યા વગર જ રહી જાય છે. માટે ખોરાક ન પચાવવાના કારણે પેટ ભારે ભારે રહે છે.
વધારે વજન એ એક ગંભીર બીમારી છે અને એના કારણે અન્ય પણ ઘણી બધી તકલીફો ઉભી થાય છે. કલાકો સુધી એમ જ બેસી રહેવું અને અવ્યવસ્થિત ખાણીપીણીના કારણે પેટની અને શરીરની ચરબી વધવા લાગે છે.
ચરબી ઘટાડવી એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો ચુસ્ત ડાયટ અને જેમ કરવા બાદ પણ જો તમારું વજન ઘટતું ન હોય તો, કેટલાક આયુર્વેદિક ઉપચારો અપનાવવાથી ફાયદો થાય છે. આજે અમે જણાવીશું દસ વજન ઘટાડવું મહત્વની ટિપ્સ. જેની મદદથી તમે એક્સરસાઈઝ કર્યા વગર વજન ઉતારી શકશો.
વજન ઘટાડવા માટે | વજન ઘટાડવું
પૂરતી માત્રામાં ઊંઘ લેવી
મોટી માત્રમાં ઉંઘ લેવી અને વધુ માત્રામાં ઊંઘ લેવી અને હાનિકારક છે. એ વજન અનિયંત્રિત રાખવામાં પણ મદદરૂપ થાય છે. શારીરિક ક્રિયાઓ નું સરખી રીતે કાર્ય કરવા માટે 6 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઓછી ઊંઘ લેવાથી તણાવ પણ વધી શકે છે. ઘણી વખત તણાવ પણ મોટાપા નું કારણ બને છે.
ફાઇબર
પોતાના આહારમાં ફાઇબરનો ભરપૂર માત્રામાં સમાવેશ કરવો જોઈએ. એનાથી તમારું પેટ પણ વધુ સમય સુધી ભરેલું રહે છે. એનાથી તમે વધુ પડતી કેલેરી લેવા થી બચી શકો છો. એ સિવાય ફાઈબર પણ તમે ઉર્જા પ્રદાન કરે છે. ઉપરાંત તમારું વજન પણ ઓછું કરે છે.
પાણીની માત્રા
દિવસભર જરૂરી માત્રામાં પાણી પીવું જોઈએ. ભોજનના થોડા સમય પહેલા અને થોડા સમય બાદ ઓછી માત્રામાં પાણી પીવું જોઈએ. એનાથી ચયાપચય ની ક્રિયા સારી રીતે થાય છે.
ભૂખથી ઓછી માત્રામાં ભોજન લેવું
એક જ વારમાં વધુ માત્રામાં ખાવાનું ખાવું જોઈએ નહીં. પરંતુ જેટલી માત્રામાં ભૂખ લાગે એ માત્રામાં ભોજન લેવું જોઈએ. જેથી પાચનક્રિયા સારી રીતે થાય અને શરીરમાં ચરબી જમા ન થાય. એ ઉપરાંત આજના જમાનામાં સલાડ, ફળ અને તરલ પદાર્થો નો સમાવેશ કરવો જોઈએ.
થોડા થોડા સમયના અંતરે ખાવું
તમારા આહાર ને ત્રણથી ચાર વાર થોડી-થોડી માત્રામાં ખાવો જોઈએ. સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાતનો જમવાનો ની વચ્ચે થોડું હલકું-ફૂલકો નાસ્તો કરવો જોઈએ. જેમાં ફળ, સલાડ, સૂપ ને તમે સામેલ કરી શકો છો.
રાતનું ભોજન
રાત્રિનું જમવાનું અને સુવાના સમયની વચ્ચે બે-ત્રણ કલાકનું અંતર જરૂરથી રાખવું જોઇએ. જેનાથી ભોજન પચવામાં સરળતા રહે છે. એ સમયે ઘરમાં નાના મોટા કામ કરવા જોઈએ. અથવા ચાલવું જોઈએ. જેનાથી પાચનક્રિયા સારી બને છે.
સક્રિય રહો
કહેવાનો અર્થ એ છે કે, વ્યાયામ ન કરો તો કંઈ નહીં પરંતુ, ઘરના કામ પ્રત્યે અને પોતાની જવાબદારી નો આદર કરવો જોઈએ, એમાં આળસ કરવું નહી. એના બદલે સક્રિય રહેવું જોઈએ. એનાથી શરીરમાં રક્તસંચાર સારો થાય છે. અને હળવી કસરત પણ થઈ જાય છે.
આરામ
જો તમને વધુ આરામ કરવાની આદત હોય તો એના વચ્ચે ઓફિસ અથવા ઘરમાં કલાકો સુધી એ જગ્યા પર બેસી રહેવું જોઈએ નહીં. એનાથી શરીરના નીચેના હિસ્સામાં ચરબી જમા થવા લાગે છે, અને પેટની ચરબી પણ વધી શકે છે. માટે થોડી થોડી વારે વચ્ચે ઊઠવું જોઈએ, ચાલતા કે ફરતા રહેવું જોઈએ. જેથી શરીરમાં ચરબી જમા ન થઈ જાય.
ગરમ પાણી પીવું સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે. જમ્યા બાદ ગરમ પાણી પીવાથી ચરબી જમા થતી નથી, અને પાચનક્રિયા સારી થાય છે. એ ઉપરાંત દિવસમાં બેથી ત્રણ વાર ગરમ પાણી પીવાથી વજન ખૂબ જ ઝડપથી ઊતરે છે.
ફેટી ફૂડ
પીઝા ચીઝ બર્ગર પાસ્તા જેવી વસ્તુઓ ખાવાથી બચવું જોઇએ. કારણ કે, એક જ દિવસમાં તમારા વજનને અસંતુલિત કરી શકે છે. અનાજ થી બનેલી વસ્તુઓ ની સરખામણીમાં આ વસ્તુઓમાં ખૂબ જ ફેટ રહેલું હોય છે. જો આનો મોહ તમે છોડશો નહીં તો, વજન ક્યારેય ઘટશે નહીં.
મધ, કાળા મરી અને લીંબુ નું પાણી
એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ, એક ચમચી મધ અને એક ચપટી કાળા મરી મિક્સ કરીને સેવન કરવાથી વજન ઉતારવામાં ફાયદો થાય છે. કાળા મરીમાં પાઈપરીન નામનું તત્વ હોય છે. જે ચરબીની કોશિકાઓને શરીરમાં જમા થવા થતું અટકાવે છે. લીંબુમાં ઉપસ્થિત એસ્કોર્બીક એસિડ શરીરમાં જમા ચરબી અને ફેટને ઘટાડે છે, અને શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
સફરજનનો વિનેગર
એક ગ્લાસ પાણીમાં એક ચમચી સફરજનનું વિનેગર અને એક ચમચી લીંબુનો રસ મેળવીને તેનું સેવન કરવાથી વજન ઉતરે છે. જેમાં રહેલું ફાઈબર શરીરને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી, અને ભરેલું મહેસૂસ કરાવે છે. તે લીવરમાં રહેલા ફેટને ઘટાડવામાં પણ મદદ કરે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આ પણ વાંચો :- સુંદર અને ચમકતી ત્વચા મેળવવા માટે બ્યૂટી ટિપ્સ
અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી વજન ઘટાડવું તમને જરૂર પસંદ આવશે.