સાવ ઓછા સમયમાં વજન ઘટાડવા માટે અપનાવો સૌથી સફળ આયુર્વેદિક ઉપાય

આજના સમયમાં મોટાભાગના લોકોની એક જ સમસ્યા છે અને એ છે એમનું વધતું જતું વજન. હાલના સમયના ખાનપાનના અને આજના માણસના બેઠાડુ જીવનના કારણે એમનું વજન સતત વધતું જ રહે છે. આજના નોકરી ધંધામાં સતત ખુરશી પર બેસી રહેતા લોકો માટે પોતે ખાધેલું પચાવવું પણ મુશ્કેલ થઈ જાય છે. અને પરિણામે આ નહિ પચેલું ભોજન જ એમના શરીર પર ચરબીના થર રૂપે દેખાવા લાગે છે.

જો સ્ત્રી અને પુરુષની વાત કરીએ તો પુરુષો કરતા સ્ત્રીઓમાં વજન વધવાની સમસ્યાઓ વધુ જોવા મળે છે. એમાંય એકાદ બાળકને જન્મ આપ્યા બાદ તો સ્ત્રીઓનું વજન બેફામ રીતે વધે છે. હવે પ્રશ્ન એ થાય કે આ વધેલા વજનને ઘટાડવું કઈ રીતે, તો યાદ રાખો મહેનત વગર કઈ જ શક્ય નથી. તમારે તમારું વધેલું વજન ઘટાડવું હશે તો તમારા શરીર પાછળ થોડી મહેનત કરવી પડશે.

આપણને મળેલા આયુર્વેદમાં વારસામાં આ વધેલા વજનને કાબુમાં લેવાના ઘણા અક્સીર ઉપાયો દર્શાવવામાં આવ્યા છે,  તો ચાલો જાણી લઈએ કે એવી કઈ વસ્તુઓ છે જેના થકી તમે તમારા વજનને કાબુમાં કરી શકશો

વજન ઉતારવા માટે (વજન ઘટાડવા માટેના ) ઉપાયો

લીંબુ પાણી અને લસણ:

તમે લીંબુનો વજન ઘટાડવામાં ઉપયોગ થાય છે એ તો સાંભળ્યું જ હશે, પણ લસણ અને લીંબુના ભેગા ઉપાય વિશે નહિ સાંભળ્યું હોય. રોજ સવારે નરણા કોઠે બે કળી લસણ ખૂબ જ ચાવી ચાવીને ખાવું અને ત્યારબાદ પાંચ મિનિટ પછી એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવું. જો તમે રોજ જ આ ઉપાય અજમાવશો તો થોડાક જ સમયમાં તમારું વજન ઘટવા લાગશે. હવે તો શિયાળો શરૂ થવામાં છે એટલે તમે વધુ માત્રામાં પણ લસણ લઈ શકો છો એ તમને ગરમાવો આપશે

જીરું:

વજન ઘટાડવામાં જીરાના પ્રયોગ વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે. પાણીમાં જીરું નાખીને પીવાથી તો વજન ઘટે જ છે પણ જીરાના પાણીમાં લિબું નાખીને પીવાથી તે વધુ અસરકારક સાબિત થાય છે. રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખીને સવારે આ પાણીને ગાળી લેવું. ત્યાર બાદ એને સહેજ ગરમ કરીને તેમાં અડધા લીંબુનો રસ નાખીને પીવાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે.

આદુ અને મધ:

આદુ અને મધનો ઉપયોગ શરદી ખાંસીમાં તો અકસીર સાબિત થાય જ છે પણ આદુ અને મધ વજન ઘટાડવામાં પણ ઘણા ફાયદાકારક છે. પણ તેનું પ્રમાણ કેટલું રાખવું એ ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો એ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.એક ચમચી મધમાં આદુના 10 ml રસને ભેળવીને પીવો. આદુના રસના સેવનથી ભૂખ ઓછી લાગે છે અને એ શરીરની અંદરની ચરબીને બર્ન કરવાનું પણ કામ કરે છે.

કોબી:

કોબીનું નામ સાંભળી તમને થશે કે કોબી વળી વજન ઘટાડવામાં કઈ રીતે ઉપયોગી બને. સવારે લસણ અને લીંબુના પાણીનો પ્રયોગ કર્યા પછી તમારે બપોરે ભરપૂર માત્રામાં કોબી ખાવાની છે.

કોબીમાં રહેલું એસિડ જૂની ચરબીને બર્ન કરે છે અને સાથે જ નવી ચરબી પણ બનવા નથી દેતું. એટલે આજથી જ કોબીને બપોરેના જમવા સાથે સલાડમાં લેવાનું શરૂ કરી દો

વરિયાળી:

જે લોકો આખો દિવસ કાંઈને કાંઈ ખાયા કરે છે કે પછી જેઓને અતિશય ભૂખ લાગે છે તેમના માટે આ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે.રોજ સવારે એક ગ્લાસ પાણીમાં બે કે ત્રણ ચમચી વરિયાળી નાખીને આ પાણીને ઉકાળવું, હવે આ પાણી એક કપ જેટલું થાય એ પછી તેને ઠંડુ કરીને નરણા કોઠે જ પી લેવું. આવું કરવાથી તમને વારે ઘડીએ લાગતી ભૂખ ઓછી થઈ જશે અને એ સાથે જ તમારું વજન પણ ઘટવા લાગશે.

ગૌમૂત્ર:

તમને વાંચીને નવાઈ લાગશે પણ ગૌમૂત્રમાં ઘણા એવા તત્વો છે જે વજન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. એક નાના કપ ગૌમૂત્રમાં હરડેનું ચૂર્ણ મિક્સ કરીને સવાર સાંજ નિયમિત રીતે પીવાથી તમારું વજન કાબુમાં રહે છે.

આમળા:

આમળામાંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી રહે છે, જે શરીરની ઇમ્યુનિટી વધારવામાં રામબાણ સાબિત થાય છે. આ સાથે જ આમળા શરીરને ડિટોક્સ કરવામાં પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. આમળામાં રહેલું મેટાબોલિઝમ તમારા શરીરની વધારાની ચરબીને ઘટાડી દે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી આમળાનો પાઉડર મિક્સ કરીને સવારે નરણે કોઠે પીવાથી તમારું વજન ઝડપથી ઘટવા લાગે છે.

તો આ હતા વજન ઘટાડવાના આયુર્વેદિક ઉપાયો પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાયો તમારે એકસાથે નથી કરવાના, તમારા શરીર સાથે મેળ ખાય એવો એક જ ઉપાય કરવાનો છે, જો તમે એકસાથે બધા જ ઉપાયો કરશો તો એ તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થઈ હશે

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળ છે .

Leave a Comment