વજન ઘટાડવાના ઉપાયો
આજે ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જે પોતાના શરીરથી ખુશ હશે. લગભગ દરેકને કોઈને કોઈ રીતે પોતાના દેખાવ અને શરીરથી પ્રોબ્લેમ હશે જ. ઘણાને વજન વધારવાની પ્રોબ્લેમ તો ઘણાને વજન ના વધારવાની પ્રોબ્લેમ. દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે. બધાને બીજાની થાળીનો લાડવો જ મોટો લાગતો હોય છે. વજન વધવાની મુશ્કેલીથી તો આજે મોટાભાગના લોકો પરેશાન થાય જ છે. તમારે તપાસવું હોય તો પણ કરી જુઓ તમારી આસપાસ રહેલ 5 વ્યક્તિઓમાંથી દર એક વ્યક્તિ વજન ઘટાડવા માટેના અનેક ઉપાય જાણતા હશે. ઘણા તો દરરોજ એ ઉપાય અપનાવતા પણ હોય છે. હવે તેનાથી કેટલો ફરક પડે છે એ તો આપણે એમને નિયમિત જોતાં જ હોઈએ છે.
વજન ઘટાડવા માટે આજે અમે તમને અમુક ખાસ નિયમો જણાવીશું જો તમે આ ખાસ નિયમોનું પાલન કરશો તો તમારું વજન જોત જોતમાં ઉતરી જશે. તમે જે પણ ડાયટ અપનાવતા હોય તો તેની સાથે પણ આ નિયમ અપનાવજો જેથી તમારા કરેલ ઉપાયની અસર દેખાય. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ નિયમ.
વજન ઘટાડવા માટેના ઉપાય
પાણી પીવું- યોગ્ય પ્રમાણમાં પાણી પીવું. વજન ઘટાડવા માટે આ એક બહુ સરળ નિયમ છે. તમારે દિવસભર યોગ્ય પ્રમાણમાં પાણી પીવાનું છે. નોર્મલ વ્યક્તિને દિવસમાં 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ. જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે દિવસમાં 5 લિટરથી વધારે પાણી પીવું જોઈએ. વધારે પાણી પીવાથી તમારા પેટમાં જગ્યા રહેશે નહીં અને તમને ભૂખ ઓછી લાગશે. દિવસ દરમિયાન તમને જ્યારે પણ બે સમય જમ્યા સિવાય ભૂખ લાગે ત્યારે તમારે થોડું થોડું પાણી પીવાનું રહેશે. આ સિવાય તમારે દરરોજ સવારમાં ઊઠીને તરત હુંફાળું ગરમ પાણી પીવાનું રહેશે. સાથે તમારે રાત્રે ઊંઘતા પહેલા પણ હુંફાળું ગરમ પાણી પીવાનું રહેશે. પાણી પીવાથી તમે બાથરૂમ વધારે જશો અને બાથરૂમ સાથે તમારા શરીરની ગંદકી પણ દૂર થઈ જશે.
સમય- દિવસમાં જમવા માટેનો યોગ્ય સમય. વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવું જરૂરી નથી. ભૂખ્યા રહીને જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમે ભૂલ કરી રહ્યા છો. તમારા સંપૂર્ણ જીવનમાં તમે ક્યારેય ભૂખ્યા રહીને વજન ઘટાડી શકશો નહીં. તમારે વજન ઘટાડવા માટે દિવસમાં ફક્ત ત્રણ વાર જમવાનું રહેશે. પહેલા તો સવારમાં નાસ્તાના સમયે તમારું પેટ ભરાય એટલો નાસ્તો કરો. પણ આ નાસ્તામાં તમારે ઘરનો જ બનાવેલ નાસ્તો લેવાનો છે. બહારનું તળેલું, તૈયાર પેકેટ કે વગેરે જેવી વસ્તુઓ લેવી નહીં. પછી બપોરે જમવામાં તમારા બે રોટલી, એક વાટકી શાક, અડધી વાટકી ભાત અને બે થી ત્રણ વાટકી દાળ લેવાની રહેશે. દાળનું પ્રમાણ તમે તમારી પસંદ મુજબ લઈ શકો છો. રાત્રે જમવામાં તમારે બહુ જ હલકો ખોરાક લેવાનો છે. તમે ફક્ત બે ભાખરી અને એક વાટકી દૂધ પણ લઈ શકો અથવા કોઈપણ શાકભાજીનો સૂપ પણ બનાવીને પી શકો છો. રાત્રે ક્યારેય પણ પેટ ભરીને જમવું નહીં. દિવસ દરમિયાન તમે જો ભૂખ્યા રહેશો તો તમારું સંપૂર્ણ ધ્યાન ખાવા પર જ રહેશે એટલે સવારે નાસ્તો અને બપોરે પેટ ભરીને જમો પણ રાત્રે સૂઈ જવાનું હોવાથી તમારું શરીર કોઈ કામ કરતું નથી એટલે રાત્રે પેટ ભરીને જમવું નહીં.
પૂરતી ઊંઘ- હવે નો જે નિયમ છે એ તમારે ખાસ અપનાવજો. જે છે પૂરતી ઊંઘ લેવી. જો તમે રાત્રે પૂરતી ઊંઘ લેશો તો બીજા દિવસે તમે ફ્રેશ ફિલ કરશો અને તમારું ધ્યાન કામમાં લાગશે. પૂરતી ઊંઘ લેવાથી શરીરને આરામ મળે છે અને તમારું શરીર આખો દિવસ કરવામાં આવતા કામમાં સાથ આપશે. રાત દરમિયાન વ્યક્તિએ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તો જ તમારું વજન યોગ્ય રીતે ઘટશે. આમ પૂરતી ઊંઘ લેવાના બીજા ઘણા ફાયદા છે.
વજન ઘટાડવા માટેના આ ત્રણ બેજીક નિયમ છે. જો તમે આ ફોલો કરશો અને સાથે બીજો કોઈ જ ઉપાય નહીં કરો તો પણ તમારું વજન ઘટશે. વજન ઘટવાની સાથે તમે ફ્રેશ પણ રહેશો અને હેલ્થી પણ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
આ પણ જુવો –